મિત્રો તમે ભારત દેશ માં લાંબો સમય સુધી ગવર્નર રહી ચૂકેલા રઘુરામ રાજન ને તો જાણતા જ હશો. ભારત દેશ ની RBI ના તેવો પૂર્વ ગવર્નર હતા. આ માણસ આટલી મોટી પોસ્ટ પર હતો તો તેને ભણાવા વાળો તો મોટો માણસ જ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે બૈતૂલ જિલ્લાની ભૌરા તહેસીલથી ૧૫ km કાદવભર્યા રસ્તા પર રહે છે તેના પ્રોફેસોર. જેનું નામ આલોક સાગર સક્સેના છે તેવો IITના પૂર્વ પ્રોફેસર રહી ચૂક્યા છે. આ માણસ ની હાલત વધેલી સફેદ દાઢી અને ગૂંચવાયેલા વાળ થી જ ખબર પડી જાઈ. તેવો એ પહેલા IIT દિલ્હીથી ઇલેક્ટ્રિકલ બ્રાંચથી બીટેક અને એમટેક કર્યા પછી રાઇસ યુનિવર્સિટી હ્યુસ્ટન, અમેરિકાથી પીએચડી કર્યું છે.
આ માણસે આઇઆઇટી દિલ્હી માથી કરેલું છે ઇલેક્ટ્રોનિકમાં એન્જિનિયરિંગ
પ્રોફેસર આલોક સાગરનો જન્મ ૨૦ જાન્યુઆરી, ૧૯૫૦ ને દિલ્હીમાં થયો હતો. આઇઆઇટી દિલ્હી માથી EC એન્જિનિયરિંગ કર્યા બાદ તેવો ૧૯૭૭ માં યુએસ ગયા. જ્યાં તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીથી રિસર્ચની ડિગ્રી લીધી. ત્યાં તેને ડેન્ટલ બ્રાંચમાં પોસ્ટ ડોક્ટરેટ તથા સમાજશાસ્ત્ર વિભાગ, ડેલહાઉસી યુનિવર્સિટીથી ફેલોશિપ પણ કરી.
૧૯૮૦ થી ૧૯૮૧ ની વચ્ચે આલોકે iit દિલ્હીમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવ્યા. પણ ત્યાં તેમનું મન ન લગતા તેમણે નોકરી છોડી દીધી. ૧૯૯૦ માં તેઓ ભૌરા આવ્યા અને લોકોને શિક્ષિત કરવામાં લાગી ગયા. તેઓ ક્યારેક સાયકલથી ૮૦ km દૂર પણ નીકળી જાય.
શા માટે તેવો આવું જીવન જીવતા
આલોકે જણાવ્યું હતું કે ૩૦ વર્ષ પૂર્વ તેવો ઇટારસીના એક દોસ્ત રાજનારાયણની સાથે ભૌરા આવ્યા હતા. તેને અહી કોરકુ જનજાતિના લોકોને જોયા અને તેમની ગરીબી જોઇને એટલા દુઃખી થયા કે અહીંયા રહીને તેમના ઉત્થાન માટે કામ કરવાનો નિર્ધાર કર્યો. અને પછી તેને પાછા જવા વિશે વિચાર્યું જ નહીં. આલોક ના માનવા મુજબ શિક્ષણ છે તો રોજગાર છે. અને આ આદિવાસીઓનો રોજગાર તો જંગલોમાં જ છે. માટે તેઓને વનસ્પતિ વિશે જાણકારી આપવી ને ભણાવવા સૌથી શ્રેષ્ઠ છે.
શુ છે આલોક સાગર ની પ્રોપર્ટી
ભૌરા ગામ માં સાગર એકદમ સાદું જીવન જીવી રહ્યા છે. આલોક નો પહેરવેશ પણ આદિવાસીઓ જેવો જ છે. જો તેની પ્રોપર્ટી ની વાત કરવામાં આવે તો તેના નામ પર ફક્ત 3 કુરતા અને એક સાયકલ છે. અહી આદિવાસીઓની વચ્ચે રહેતા-રહેતા આલોકે ૫૦૦૦૦ થી વધુ વૃક્ષો લગાવી ચૂક્યા છે. તેઓ નું રોજ નું કામ બીજ ભેગા કરવાનું અને લોકો સુધી પહોંચાડવાનું છે.