સામગ્રી
* ૧/૨ કપ દહીં,
* ૧/૪ ટીસ્પૂન હળદર,
* ૧/૨ ટીસ્પૂન લાલ મરચું,
* સ્વાદાનુસાર મીઠું,
* ૨ ટીસ્પૂન પાણી,
* ૫ ક્યુબ કરેલ બ્રેડની સ્લાઈસ,
* ૨ ટીસ્પૂન ઓઈલ,
* ૧/૨ ટીસ્પૂન જીરું,
* ૧/૪ ટીસ્પૂન હિંગ,
* ૩ થી ૪ લીંબડાના પાન,
* ૧/૨ ટીસ્પૂન છીણેલું આદું,
* ૧/૨ કપ ઝીણી સમારેલ ડુંગળીની સ્લાઈસ,
* ૧ ટીસ્પૂન સમારેલ કોથમીર.
રીત
એક બાઉલમાં દહીં, હળદર, લાલ મરચું, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખી બરાબર મિક્સ કરી દેવું. પછી આમાં ક્યુબ કરેલ બ્રેડની સ્લાઈસ નાખી દહીંમાં મિકસ કરવી. હવે નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે જીરું, હિંગ, ૩ થી ૪ લીંબડાના પાન અને છીણેલું આદું નાખી એકાદ બે સેકંડ સુધી સાંતડવું.
ત્યારબાદ આ મિશ્રણમાં ઝીણી સમારેલ ડુંગળીની સ્લાઈસ નાખવી, આ સ્લાઈસ લાઈટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતાડવી. પછી આમાં દહીં વાળા બ્રેડ નાખવા. આને હળવા હાથે હલાવી આછા બ્રાઉન કલરના થવા દેવા. આને ગાર્નીશ કરવા ઉપરથી સમારેલ કોથમીર કે સમારેલ લીલું લસણ નાખી શકો છો.