રેસલિંગ ને લઈને બધાના મગજમાં ઘણા બધા સવાલો ચાલતા હોય છે. આને એ લોકો દ્વારા નકલી અથવા ફિક્સ બતાવવામાં આવે છે જે WWE ને ઓછુ જોવે છે. લોકો એ વાતનું નોટિસ કરવાનું ભૂલી જાય છે કે અહીં થોડી એક્ટિંગ થાય છે તેના કરતા પણ વધારે રેસલિંગ થાય છે.
WWE ક્યારેય નથી કહેતું કે આ પ્રતિસ્પર્ધા વાળી રમત છે. આમાં ડ્રામા, કોમેડી અને ઍક્શન બધું જ થાય છે અને આમાં એવા કેટલાક રાજ છે જે ઘણા ઓછા લોકો જાણે છે.
શું આમાં હથીયાર અસલી હોય છે?
રેસલિંગમાં હંમેશા હથિયારો નો ઉપયોગ કરવામાં આવે છે. હિંસા અને એડલ્ટ વસ્તુઓ અહી ઘણા સમયથી થાય છે. અહી એટીટ્યુડ પણ ખુબજ જોવા મળે છે. જે રેસલિંગને સૌથી યાદગાર યુગ બનાવે છે.
રિંગની નીચે ઘણા પ્રકારના હથિયાર રાખવામાં આવે છે, જેથી રેસલર તેનો ઉપયોગ કરી શકે. 75% હથિયાર એકદમ અસલી હોય છે. સ્ટીલની ખુરશી, હથોડા, સીડી અને બાકીના હથિયાર અસલી હોય છે. રેસલર, રેસલિંગ સ્કૂલમાં ઘણા વર્ષો સુધી આ હથિયારોને યોગ્ય ઉપયોગ કરતા શીખવાડે છે.
ટેબલ્સ કે બીજી અન્ય વસ્તુઓ થોડીક નબળી હોય છે, જેથી ઓછુ વાગે. ઘણા વર્ષો સુધી અભ્યાસ કરવા બાદ પણ હથિયારો વાગે જ છે. હવે માથામાં ખુરશી મારવી અને બીજા કેટલાક મૂવ્સ WWE માં બેન થઈ ગયા છે.
શું રેસલર્સ ના મૂવ્સથી ઈજા થાય?
સામાન્ય લોકોને લાગે છે કે રીંગ એવી રીતે બનાવવામાં આવે છે કે રેસલર્સને રમતી વખતે કોઈ ઈજા ન થાય. એક હદ સુધી આ વાત સાચી પણ છે પરંતુ, હથિયારો ના ઉપયોગની જેમ આમાં યોગ્ય તાલીમ પણ આપવામાં આવે છે. ઘણા વર્ષોની મહેનત પછી પરસ્પર એકબીજાને વધારે નુકસાન પહોચાડવાથી બચે છે.
સફેદ દેખાતી સપાટી પર સફેદ રંગની મેટ અને તે મેટની નીચે લાકડી હોય છે. આ લાકડી સ્પ્રિંગની સાથે એવી રીતે લગાવવામાં આવે છે કે ઓછી ઈજા થાય. તેની સાથે જ રિંગની નીચે માઇક મૂકવામાં આવે છે જેથી રેસલર્સનો અવાજ સરળતાથી આવે.
શું ઈજા અસલી હોય છે?
WWE માં તમે અનેક વખત જોયું હશે કે એક તમાચા (ઘડાકા) પછી રેસલર્સ ગોળ-ગોળ ફરીને પડે છે. તે હકીકતમાં એક મોટો શો છે. જેથી આને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ એમ જ નથી કહેવામાં આવતો. જોકે, અત્યાર સુધી એક પણ રેસલર એવો નથી કે જે કહી શકે કે, તેને કોઇ પણ ગંભીર ઇજા નથી થઇ.
ક્યારેક-ક્યારેક આ ઈજાઓ સરળ મૂવ થી પણ લાગે છે. એકવાર તો મિક ફોલીને કરોડરજ્જુના હાડકા ઉપરથી કુદવાથી તૂટી ગયા હતા. સ્ટ્રેચરને તો ક્યારેક-ક્યારેક નાની ઈજામાં પણ બોલાવવામાં આવે છે. પરંતુ મોટા ભાગની મેચમાં ઈજાને ગંભીર બતાવવા માટે સ્ટ્રેચરને એમજ બોલાવવામાં આવે છે.
જો તમારે એ તપાસ કરવું હોય કે રેસલર્સ ખરેખર ઇજાગ્રસ્ત છે કે નહીં, તો તમે રેફ્રીની શકલ (મોઠું) જોઇને જાણી શકો છો. જો ઈજા વાસ્તવિક હોય તો રેફ્રી બૅકસ્ટેજ (સ્ટેજ પાછળ) દેખાશે અને X નું માર્ક (નિશાન) પોતાના હાથોમાં દોરશે. આનો એ અર્થ છે કે રેસલર્સ ખરેખર ઇજાગ્રસ્ત છે.
મેચ ની રિહર્સલ કેટલી વાર કરવામાં આવે?
મેચનું પરિણામ હંમેશાં પહેલાથી જ નક્કી કરેલ હોય છે. વિજેતા એ બાબત પર પસંદ કરેલ હોય છે, કે લોકો કેવી પ્રતિક્રિયા આપશે. 60 ટકા મેચ રિહર્સલ કરવામાં આવે છે અને બાકીની મેચ પરિસ્થિતિ જોઈને નક્કી કરવામાં આવે છે. રેસલર્સ, રેફરી અને કોમેનટેટર ને પણ બધું જ ખબર હોય છે.
રેસલર્સ ઘણીવાર એકબીજા સાથે વાત પણ કરે છે અને આને ‘સ્પોટ કોલિંગ’ કહેવામાં આવે છે. આમાં રેસલર્સ એકબીજા સાથે એ વાત કરે છે કે આગામી મુવ કોણ અને કયો મારશે. તમે ક્યારેક ધ્યાન દઈને સાંભળો તો તમને ખબર પડશે કે રેસલર્સ ફાઇટીંગ કરતા એકબીજા સાથે વાત કરે છે.
લોહી અસલી હોય છે કે નકલી?
લોહીને ઘણા સમયથી રેસલિંગમાં જોવા મળે છે. અહી ઘણા પ્રકારની થિયરી છે જે પોતાની રીતે કહે છે જે લોહી કેવી રીતે નીકળે. આટલું નકલી લોહી કેવી રીતે નીકળી શકે? શું આ કેચઅપ છે કે કઈ બીજું કે પછી લોહીની કેપ્સ્યુલ?
ઈન્ટરનેટ વિવિધ વસ્તુઓથી ભરી પડેલ છે. જોકે, સત્ય એ છે કે જે લોહી આપણે મેચ દરમિયાન જોઈએ છીએ તે 100% વાસ્તવિક હોય છે. હકીકત એ છે કે રેફરી પોતાના પાસેથી રેસલર્સને લોહી આપે છે અને પછી તે પોતાના કપાળને થોડું કાપી નાખે છે.
આમ કરવાથી લોહી ખુબ વધારે માત્રામાં નીકળે છે, જેને રેસલર્સ પોતાના આખા ફેસ પર ફેલાવી દે છે અને થોડું લોહી નીચે પણ પડી જાય છે.