શું તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ છે? જો હોય અને સમય હોય તો ઓપન કરો.
આના માટે તમારે ફેસબુક મેસેન્જર નું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું પડશે. હવે ગેમ રમવા માટે મિત્રને મેસેજ મોકલવા મેસેજ બોક્સ ઓપન કરો. હવે કઈ જ લખશો નહિ તો પણ ઈમોજી માંથી ફૂટબોલ ની ઈમોજી પસંદ કરવી અને અને તમારા ફ્રેન્ડને ઈમોજી સેન્ડ કરવી.
હવે તમારો ફ્રેન્ડ એ મેસેજ વાંચે કે ન વાંચે, તમે આ ફૂટબોલ પર ટચ કરીને કિક મારશો એટલે સ્કોર આવવાના શરુ થશે. જેવી જ કિક મારશો તેવી અંદર થી અન્ય યેલ્લો ઈમોજી નીકળશે. તમારે ફૂટબોલ થી આ ઈમોજીને પાર કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે ફેસબુકે UEFA Europa League ૨૦૧૬ દરમિયાન બાસ્કેટબોલ રમી શકાય તેવું વર્લ્ડવાઈડ ફીચર રીલીઝ કર્યું હતું, જેણે ‘KeepyUP’ નામ આપવામાં આવ્યું હતું.
જોકે, ઘણા ખરા લોકો આ ફીચરથી હજુ પણ અંજન છે. તેથી તમારા મિત્રોને શેર કરી તેણે પણ આના વિષે જણાવો અને ગેમ એન્જોય કરો.