દુનિયા ખુબજ સુંદર છે અને લોકોએ આ સુંદર જગ્યાને જોવી જ જોઈએ. પરંતુ ટુરિસ્ટના શોખીન લોકોને પણ આ જગ્યાઓ વિષે ખબર નથી હોતી. આજે અમે તમને જણાવવા છીએ દુનિયાની એવી 9 સુંદર પ્લેસ કે જેનો નઝારો જોઇને તમે બોલી ઉઠશો WOW શું દુનિયા છે !!
જે જગ્યાની અમે વાત કરી રહ્યા છીએ તે સુંદર જગ્યાઓ વિષે કોઈ તમને વાત કરતુ હોય કે તમે બુકમાં દુનિયાની કેટલીક સુંદર જગ્યાઓ વિષે જાણ્યું હોય તેનાથી પણ સુંદર જગ્યાઓ વિષે અમે જણાવવાના છીએ. તો જુઓ કુદરતે આપણને આપેલ અદભૂત ભેટ……
જયપુર, રાજસ્થાન
ભારતમાં જયપુરને રાજસ્થાનનું પિંક સીટી ગણવામાં આવે છે. અહી મોટાભાગે બિલ્ડિંગ ગુલાબી કલરમાં જ જોવા મળે છે.
શીબાઝાકુરા હિલ, જાપાન
વસંતઋતુમાં આખી ધરતી ગુલાબી રંગની થઈ જાય છે, અને દુનિયામાં મહોબ્બત ફેલાવે છે તેવું અહી ફિલ થાય છે. દુર દુરથી પર્યટકો અહી આવે છે.
ગ્રેટ બેરીયર, ઓસ્ટ્રેલિયા
સમુદ્રમાં લાલ, પીળા, લીલા અને જાંબલી કલરની ઝાડિયો ના ઝુંડ જોવા મળશે. અહી રંગબેરંગી માછલીઓ નો નઝારો જોવા માટે દુરદુરથી પર્યટકો આવે છે. અહી પ્રકટ થતા નઝારોઓને પહેલા ક્યારેક તમે ટીવીમાં જોયો હશે.
લ્યુંપીંગ, ચાઈના
આ જગ્યા ગ્લોડેન સમુદ્રની નામેથી ફેમસ છે, જેની વચ્ચે કાળી રેતીના ટાપુ પણ જોવા મળે છે જે અદભૂત દ્રશ્ય પ્રકટ કરે છે.
લેક નેટ્રો, ટાન્ઝાનિયા
ટાન્ઝાનિયાની આ અનીખી જગ્યા છે. આ તળાવના પાણીને સોડા કહેવામાં આવે છે. કારણકે આ લાલ અને કેસરી રંગના મિશ્રણમાં જોવા મળે છે.
ટુલીપ ફિલ્ડ, હોલેન્ડ
ટુલીપ ફિલ્ડમાં તમને કલરેકલરની પટ્ટી જોવા મળશે, જેની વચ્ચે ચોકાવનારી સફેદ પટ્ટી જોવા મળશે.
કેન ક્રિસ્ટલ રીવર, કોલમ્બિયા
કોલમ્બિયાની આ નદીને કુદરતે પોતાના હાથે બનાવી છે, અહી નદીમાં તમને પાંચ કલર જોવા મળશે. આ નદીમાં ક્યારેક લાલ તો ક્યારેક સફેદ રંગ જોવા મળશે. આ નદીની આજુબાજુ તમને દુર્લભ જાતિના વૃક્ષો જોવા મળશે અને આ રેતીમાં તમને મોહક સુગંધ મળશે.
લાવેંડર ફિલ્ડ, ફ્રાંસ
ઉનાળાના મોસમમાં લાવેંડર ફિલ્ડ પૂરી રીતે ભૂરા કલરમાં જોવા મળે છે, જેને જોઇને તમે કદાચ તમારી આંખ પલટાવવનું ભૂલી જાશો. કુદરતના આ અનમોલ ભેટને તમારે એકવાર અચૂક જોવી જોઈએ.
પ્રોસીડા, ઇટલી
ઇટલી જેવા ખુબસુરત શહેરમાં તમારે એકવાર તો જવું જ જોઈએ. કારણકે આ શહેરમાં તમને રંગબેરંગી નાના શહેર જોવા મળશે. એટલા માટે જ અહી પર્યટકોની ખુબ ભીડ જોવા મળે છે.