માણસોથી દૂર દુનિયાની આ જગ્યાઓ પર છે પ્રાણીઓનું સામ્રાજ્ય…

દુનિયામાં આમ તો મોટાભાગે માણસોનો જ કબજો છે, બિચારા પ્રાણીઓ માટે તો બહુ જ જૂજ જંગલો બચ્યા છે. કેમ કે, વધી રહેલા શહેરીકરણને કારણે માણસોએ જંગલોને કાપીને મકાન અને રસ્તા બનાવ્યા છે. પરંતુ તમને આ જાણીને નવાઈ લાગશે કે, ભલે જમીન પર માણસોની બોલબાલા હોય, પરંતુ પાણીની વચ્ચે એટલે કે આઈલેન્ડ પર કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં પ્રાણીઓનું રાજ છે, અને અહીં તેઓ મદમસ્ત થઈને રહે છે. તો આજે અમે તમને દુનિયાના આવા આઈલેન્ડ વિશે બતાવીશું, જ્યાં પ્રાણીઓનું સામ્રાજ્ય છે.

રેબિટ આઈલેન્ડજાપાનના રેબિટ આઈલેન્ડને ઓકુનોશિમા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે નામથી તમે સમજી ગયા હશો કે, આ આઈલેન્ડ પર સસલા રહે છે. અહીં સસલાની સંખ્યા હજારોની સંખ્યામાં છે. કહેવામાં આવે છે કે, સેકન્ડ વર્લ્ડ વોરના સમયે જાપાનીઓએ કેટલાક સસલા અહીં લાવીને છોડ્યા હતા, જેથી આઈલેન્ડ પર બનનારી ગેસના ઝેરીલા પ્રભાવ વિશે જાણી શકાય. હકીકતમાં, આ આઈલેન્ડ પર ઝેરીલા ગેસ બનતા હતા, પરંતુ જાપાનીઓનું આ મિશન એટલું ગુપ્ત હતું કે, કોઈ પણ માણસને તેના વિશે માલૂમ ન પડે. બાદમાં ગેસ બનનારી ફેક્ટરી નષ્ટ થઈ ગઈ અને બધા સસલા માર્યા ગયા હતા.

પિગ આઈલેન્ડબાહામાસના એક્ઝમા જિલ્લાના 360 આઈલેન્ડ્સમાંથી એક છે પિગ આઈલેન્ડ. અહીં ડુક્કરની સંખ્યા સૌથી વધુ છે. ડુક્કરના આ આઈલેન્ડ વિશે વિવિધ કહાનીઓ ફેમસ છે. એક કહાની મુજબ, કેટલાક નાવિકોએ આઈલેન્ડ પર ડુક્કર લાવીને મૂક્યા હતા. જેથી તેઓ અહીં પરત આવે તો તેમને મારીને ખાઈ શકે, પરંતુ માણસો તો ક્યારેય પાછા ન આવ્યા, અને આવી રીતે આ આઈલેન્ડ ડુક્કરનું ઘર બની ગયું. હવે તો પિગ આઈલેન્ડ ફેમસ ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે.

ડિયર આઈલેન્ડ ડિયર એટલે કે હરણ. હરણ શરમાળ પ્રાણી છે. પરંતુ ડિયર આઈલેન્ડ પર આવું જરા પણ નથી. અહીં તો લોકો હરણો પર પ્રેમથી હાથ ફેરવે છે અને હરણ તેમની બાજુમાં આરામથી ઉભા રહે છે. જાપનમાં હરણને ભગવાનના દૂત માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં હરણને મારવું દંડનીય અપરાધ ગણાતો હતો. મિયાજિમા દ્વીપ પર 1000થી વધુ હરણો માણસોની સાથે રહે છે.

કેટ આઈલેન્ડ
ઓશિમા જાપાનના ફેમસ આઈલેન્ડમાંથી એક છે. જ્યાં બિલાડીઓની સંખ્યા બહુ જ વધુ છે. અહીં દર 1.6 કિલોમીટરના દાયરામાં 10 બિલાડી અને એક માણસ છે. વર્ષો પહેલા અહીં બિલાડીઓ જહાજ અને નાવડીઓ પર ઊંદર મારવા માટે રાખવામાં આવતી હતી, પરંતુ ધીરે ધીરે તેની સંખ્યા વધતી ગઈ, અને માણસોની સંખ્યા ઘટતી ગઈ.

હોર્સઆઈલેન્ડ
હોર્સ આઈલેન્ડ ડેલમાર્વ પેનિનસુલાના પૂર્વીય તટ પર સ્થિત છે. તે અમેરિકી ક્ષેત્રમાં 60 કિલોમીટર દૂર છે. અહીં અંદાજે 300 ઘોડા રહે છે અને હવે આ જગ્યા ટુરિસ્ટમાં બહુ જ પોપ્યુલર છે. આ ઘોડા પાલતૂ નથી, પરંતુ માનવામાં આવે છે કે પહેલા તે પાલતુ હતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તમને કયું સ્થળ સૌથી વધુ ગમ્યું? કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક રોચક માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

Comments

comments


3,819 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 8 =