World Heritage Day: INDIAની આ 4 જગ્યાઓ, જ્યાં દૂર દૂરથી આવે છે ટૂરિસ્ટ

આવતીકાલે એટલે કે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવી રહ્યો છે. ભારતમાં અનેક એવા મકબરા, મંદિરો, પાર્ક અને ઐતિહાસિક પ્લેસ છે,જે વિશ્વ ઘરોઘર એટલે કે વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે, આ દેશવિદેશના પર્યટકોને માટે આર્કષણનું કેન્દ્ર છે. આ જગ્યાઓ પર સામાન્ય ટૂરિસ્ટની સાથે સ્ટુડન્ટ, રિસર્ચસ અને અન્ય સ્કોલર્સની સિવાય અન્ય ધાર્મિક કારણોથી પણ લોકો આવે છે. અહીં દર વર્ષે આવનારા ટૂરિસ્ટની સંખ્યા લાખો સુધી પહોંચે છે.

તાજમહેલ

World Heritage Day: INDIA of 5 spaces, where there is a distance away from the tourist

ભારતની ખાસ જગ્યાઓ અને ઘરોહરમાંનો એક છે આગ્રાનો તાજમહેલ. તેની સુંદરતાને જોવાને માટે દુનિયાભરથી લોકો આવે છે. મુગલ શાસક શાહજહાં અને બેગમ દ્વારા મુમતાજની યાદમાં બનાવવામાં આવ્યો હતો. સફેદ સંગેમરમરનો આ મકબરો દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ છે. પત્થરો પર બારીક રીતે કરાયેલું નક્શીકામ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આગ્રાનો તાજમહેલ આખી દુનિયામાં જાણીતો છે.

તાજમહેલની ખાસ વાતો

– તાજમહેલની ઊંચાઇ 171 મીટર (561 ફીટની)છે.
– તાજમહેલને બનાવવામાં 22000 મજૂર, પેન્ટર અને નક્શીકાર અને કારીગરો કામમાં લાગ્યા હતા.
– કહેવામાં આવે છે કે મુગલ શાસક શાહજહાં તાજમહેલની સામે કાળા સંગમરમરનો એક અન્ય તાજ બનાવવા ઇચ્છતા હતા, પરંતુ દિકરાઓની વચ્ચે ચાલી રહેલા વિવાદ અને અંદરોદરના મતભેદના કારણે તે બની શક્યો નહીં.
– તાજમહેલને એક દિવસમાં 3 કલર્સમાં જોવા મળે છે. સવારે હલ્કો ગુલાબી, સાંજે સફેદ અને રાતે ચંદ્રની રોશનીમાં ગોલ્ડન કલર જોવા મળે છે. કહેવાય છે કે તેના બદલતા રંગનો સંબંધ બાદશાહની રાણીઓના મૂડ જેવો છે.
– શાહજહાંની ત્રીજી બેગમ મુમતાઝ મહેલની યાદમાં બનાવવામાં આવેલા તાજમહેલને બનાવવામાં 17 વર્ષ લાગ્યા હતા.
– બેગમના મૃત્યુના ગમમાં શાહજહાંને એટલું દુઃખ થયું કે કેટલાક જ મહિનાઓમાં તેમના દાઢી અને વાળ સફેદ થઇ ગયા.
– તાજમહેલની બનાવટ એ રીતે કરવામાં આવી છે કે તેની ચારેતરફ કાચ જોવા મળે છે.
– તાજમહેલની ચારેતરફ બગીચાઓ અને મસ્જિદો છે, તેનાથી તે ઘેરાયેલો રહે છે.
– લગભગ 1000 હાથીની મદદથી એકસમયે તાજમહેલ બનાવવામાં આવ્યો હતો.
– વર્ષ 1983માં તાજમહેલને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યો હતો.

કાઝીરંગા નેશનલ પાર્ક

Kaziranga National Park

વર્ષ 1905માં બ્રિટિશ વાયસરોય લાર્ડ કર્ઝનની પત્નીના રિકવેસ્ટ બાદ તેને બનાવવામાં આવ્યું હતું. કાઝીરંગા નેશનલ પાર્ક અસમની એક મોટી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે. અહીં ખાસ કરીને દરિયાઇ ઘોડાને માટે જાણીતી છે. આ સિવાય અહીં ટાઇગર, હાથી, સાંભર, હરણ, ભેંસ, રીંછ સહિત અનેક પ્રકારના પક્ષીઓ પણ જાણીતા છે.

કાઝીરંગા નેશનલ પાર્કની ખાસ વાતો

– આસામનું આ નેશનલ પાર્ક બ્રહ્મપુત્રા નદીની નજીક છે.
– મિકિરના પહાડોની સુંદરતા પણ આ નેશનલ પાર્કથી સરળતાથી જોઇ શકાય છે.
– પક્ષીઓના લગભગ 100 પ્રકારની જાતિઓ આ નેશનલ પાર્કમાં જોઇ શકાય છે.
– અહીં પાયથન, કોબરા અને કિંગ કોબરાનો પોતાનો અલગ રોમાંચ છે.
– વર્ષ 1985માં યુનેસ્કોના કાઝીરંગા પાર્કને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઉમેરવામાં આવ્યું છે.

ફતેહપુર સીકરી

World Heritage Day: INDIA of 5 spaces, where there is a distance away from the touristWorld Heritage Day: INDIA of 5 spaces, where there is a distance away from the tourist

આગ્રાથી ફકત 39 કિમીના અંતરે આ સીકરીની સુંદરતાને જોતાં જ ખ્યાલ આવે છે. 1569માં અકબર દ્વારા બનાવવામાં આવેલું ફતેહપુર સીકરીને 1571-1585 સુધી મુગલોની રાજધાનીની સાથે તૈયાર કરવામાં આવ્યું હતું, લાલ પત્થરોની સાથે આ શહેર હિન્દુ અને ઇસ્લામિક આર્કિટેક્ચરનું ખાસ ઉદાહરણ છે. પહેલાં આ જગ્યાનું નામ ફતેહાબાદ હતું જેને પછી બદલીને ફતેહપુર સીકરી કરી દેવામાં આવ્યું હતું.

ફતેહપુર સીકરીની ખાસ વાતો

– ફતેહપુર સીકરીને બનાવવામાં 15 વર્ષનો સમય લાગ્યો હતો.
– ફરવાને માટે અહીં બુલંદ દરવાજા, પંચ મહલ, દીવાન એ આમ, દીવાન એ ખાસ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો અને સાથે બીરબર ભવન પણ ખાસ છે.
– લગભગ 14 વર્ષો સુધી ફતેહપુર સીકરી અકબરના રાજ્યની રાજધાનીની રીતે ઓળખવામાં આવતી અને 1585માં પાણીની ખામીના કારણે તેને બદલી દેવામાં આવી હતી.
– વર્ષ 1986માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જગ્યા આપવામાં આવી હતી.

એલિફેંટાની ગુફાઓ

મહારાશ્ટ્રના પહાડોને કાપીને આ ગુફાઓને જોવાને માટે દરેક વ્યક્તિ આતુર રહે છે. તેમાં અનેક હિન્દુ દેવી દેવતાઓની ઝલક જોવા મળે છે. તેમાં શિવ-પાર્વતી મુખ્ય છે. ભગવાન શિવના ત્રણ રૂપની મૂર્તિઓ પણ અહીં છે. તેને ઘારાપુરીના નામથી ઓળખવામાં આવે છે. જે ગેટવે ઓફ ઇન્ડિયાથી થોડી દૂરી પર આવેલું છે.

એલિફન્ટા ગુફાઓની ખાસ વાતો

– આ ગુફાનો આકાર ખાસ કરીને હાથી સાથે મળતો આવે છે. આ જ કારણ છે કે પોર્ટુગલોએ તેનું નામ એલિફેન્ટા રાખ્યું છે.
– ગુફાની ચારેતરફ પત્થરો પર બારીકીથી કરાયેલું નક્શીકામ સૌને આર્કષિત કરે છે.
– પાંચ અન્ય ગુફાઓ પણ તેના પશ્ચિમમાં આવેલી છે.
– કૈનન હિલ પણ અહીની લોકપ્રિય જગ્યાઓમાં ખાસ છે, પણ એલિફેન્ટાની ગુફાઓ આજે પણ ઐતિહાસિક ધરોહરમાં સ્થાન ધરાવે છે. તેને જોવા માટે દેશ વિદેશથી અનેક લોકો આવે છે.
– વર્ષ 1987માં એલિફેન્ટાની ગુફાઓને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,588 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 11