બરફથી ઢંકાયેલ પહાડો, મનમોહક હરિયાળી, સુખદ જળવાયું, અહીની સંસ્કૃતિ, ભોળા લોકો, ઉત્સવ, મેળાઓ અને સુંદર વહેતા તળાવો આ બધું તમને એક જ જગ્યા એ જોવા મળશે, જેનું નામ છે કુફરી.
હિમાચલ પ્રદેશમાં વસેલ આ સુંદર શહેર એક હિલ સ્ટેશન છે. આના તરફ ફક્ત દેશી જ નહિ વિદેશી લોકો પણ આકર્ષિત છે. કુફરી શિમલાથી ૨૧ કિલોમીટર ના અંતરે આવેલ છે. તમે વિન્ટરની સિઝનમાં પરિવાર સાથે કુફરી જઈ શકો છો.
હિમાચલ પ્રદેશના કુફરી ને શિયાળાનું હોટેસ્ટ હિલસ્ટેશન માનવામાં આવે છે. આ સીઝન દરમિયાન પર્યટકો અહી આવીને એકબીજા પર બરફના ગોળાઓ ફેકી શકે છે. આ દરમિયાન પર્યટકો ના કોલાહલ થી અહીનો પર્વતીય વિસ્તાર જાગી ઉઠે છે.
કુફરી હિલસ્ટેશન ટ્રેકિંગ લવર્સ માટે પણ બેસ્ટ છે. આ સમુદ્રતળ થી ૨૬૨૨ મીટરની ઊંચાઈએ સ્થિત છે. આ હાઈકિંગ રૂટ્સ માટે પણ જાણીતો છે. વધારે બરફ પડવાને કારણે અહી અલગ અલગ પ્રકારની એક્ટીવીટીઝ શરુ કરવામાં આવી છે. કુફરી માં તમને પ્રકૃતિ ના વિહંગમ દ્રશ્યો જોવા મળશે.
કુફરી માં વિન્ટર ફેસ્ટીવલ પણ યોજાય છે. આ તહેવાર અંગે દેશમાંથી એડવેન્ચર પ્રેમીઓ ઉત્સાહીત થઈને અહી યોજાતી ગેમ્સ માં ભાગ લે છે. બરફના દીવાનાઓ ધરતીનાં આ સફેદ સ્વર્ગને જોઇને મંત્રમુગ્ધ જ થઇ જશે.
કુફરી માં વ્યંજન તરીકે અહીના ‘કઢી ભાત’ ખુબ પ્રખ્યાત છે. આજે આ ‘સ્નો સ્પોર્ટ્સ’ નું કેન્દ્ર બનેલ છે. કુફરીમાં તમે હિમાલીયન નેચરલ પાર્ક જોઈ શકો છો, જેમાં અલગ અલગ પ્રકારના પશુ-પક્ષીઓ છે. આ સિવાય તમે ઘોડેસવારી ની મજા પણ માણી શકો છો.