White Dhoklaa (સફેદ ઢોકળા)

White Dhoklaa (સફેદ ઢોકળા)

ખીરા માટેની સામગ્રી-

  • ચણાની દાળ-1 કપ
  • અળદની સફેદ દાળ અડધો કપ
  • ચોખા1 કપ
  • દહી1વાટકી

વઘાર માટેની સામગ્રી-

  • મીઠો લીમડો
  • રાય
  • તેલ
  • કોથમીર
  • હિંગ

White Dhoklaa (સફેદ ઢોકળા)

પેસ્ટ માટેની સામગ્રી-

  • આદુ
  • કોથમીર
  • લીલા મરચા-2
  • લસણ-7 કળી

રીત:

ચણાની દાળ,અળદની સફેદ દાળ અને ચોખાને 3-4 કલાક પલાળવા,પછી મીક્ષરમાં ક્રશ કરવું. હવે તેમાં દહિં નાખીને 9-10 કલાક બોળો આવવા દો. બરાબર બોળો આવી જાય એટલે તેમાં આદું, કોથમીર, લીલા મરચા, લસણની પેસ્ટ તથા નમક, ચપટી ખાંડ,(પલાળેલી ચણાની દાળ પણ નાખી શકાય)નાખી ખૂબ હલાવો. આ મીશ્રણને ઢોકળીયામાં ભરી લો અને ધીમે તાપે 20 મીનીટ માટે મુકી દો. પછી ઢોકળીયામાંથી કાઢીને મનપસંદ આકાર આપી દો. હવે એક કડાઇમાં 2-3 ચમચી તેલ ગરમ મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય, હિંગ, મીઠો લીમડો નાખી હલાવવું, ત્યારબાદ તેમાં ઢોકળા નાખી હળવે હાથે હલાવવું, ડેકોરેશન માટે કોથેમીર નાખવી.

White Dhoklaaસૌજન્ય : જેંતીલાલ

Comments

comments


8,296 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 8 =