અશ્રુભરી શ્રધ્ધાંજલી સાથે શત શત પ્રણામ પુ. પ્રમુખ સ્વામી મહારાજને ..

03(16-08-2016)s

સ્વામીનારાયણ સંપ્રદાયમાં “B.A.P.S” ના હુલામણા નામથી ઓળખાતી બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થાના વડા શ્રી “પ્રમુખ સ્વામી મહારાજ” આજે વિશ્વભરમાં તેમની આગવી પ્રતિભા ને લીધે લાખો-કરોડો ભક્તોના દિલમાં વસેલા છે.

“પ્રમુખ સ્વામી” ના હુલામણા નામથી ઓળખાતા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ સ્વામીનો જન્મ વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના ચાસદણ ગામે સંવત ૧૯૭૮ ના માગશર સુદ ૮, ( ૭ ડીસેમ્બર ૧૯૨૧ ) ના પરમ પવિત્ર દિવસે થયો હતો. તેમના પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ દિવાળી બા હતું. પ્રમુખ સ્વામીનું બાળપણનું નામ શાંતિલાલ હતું. નાનપણથી જ તેઓ શાંત સ્વભાવનાં, શિસ્તપાલન, સમયપાલન અને ભણવામાં હોશિયાર હતા. ઈતિહાસ અને ગણિત તેમના પ્રિય વિષયો હતા.

bapamymaharaj-800x445

નાનપણથી જ પ્રભુભક્તિ ને વ્હાલી બનાવી કેવળ ૧૮ વર્ષની નાની વયે સમગ્ર સંસારની મોહમાયાનો ત્યાગ કર્યો. ગુરુ શાસ્ત્રીજી મહારાજ ની “સાધુ થાવા આવી જાઓ” ના આ નાનકડા શબ્દો વાંચતાની સાથે જ માતા-પિતા ની આજ્ઞા લઈને સંસાર નો ત્યાગ કરી ત્યાગના પથ ને વ્હાલો કર્યો. ૨૨ -૧૧- ૧૯૩૯ ના રોજ તેમણે શાસ્ત્રીજી મહારાજના હસ્તે પાર્ષદ ની દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યાર બાદ ૧૦-૦૧-૧૯૩૯ ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી અને નારાયણ સ્વરરૂપદાસ સ્વામી નામ પાડ્યું. ભગવાન સ્વામીનારાયણ વિષે અખૂટ શ્રધ્ધા, વ્યવહાર કુશળતા અને લોકસેવાના ગુણો ને કારણે તેમને સાળંગપૂરમાં કોઠારી સ્વામી તરીકેની જવાબદારી સોંપાઈ હતી.

bapa_b

ત્યાર બાદ પેટલાદ ની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસેથી સંસ્કૃત અભ્યાસમાં પારંગત થઈ ને શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરી શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી બન્યાં. વર્ષ ૧૯૫૦ માં શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલી અક્ષર પુરુષોતમ સંસ્થાના પ્રમુખ તરીકે “પ્રમુખ સ્વામી” મહારાજની નિમણુંક કરી. ત્યારથી જ પ્રમુખ સ્વામીના હુલામણા નામથી વિશ્વભરમાં લોકલાડીલા બન્યાં.

યુનોની ધર્મ સંસદમાં પણ ગુજરાતી ભાષા માં પ્રવચન આપી પુ. પ્રમુખ સ્વામીએ ગુજરાતી ભાષા ને ગૌરવ આપ્યું હતું. પ.પુ. પ્રમુખ સ્વામીની નિશ્રામાં ૮૪૪ થી પણ વધું પૂર્ણ કાલીન સંતોનો સમુદાય અને ૯૦૦ થી પણ વધુ હિન્દુ મંદિરો બનાવવાનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમનાં નામે નોંધાયેલો છે. પુ. પ્રમુખ સ્વામી મહારાજે ૧૮,૦૦૦ થી પણ વધું ગામડાઓ અને શહેરોમાં વિચરણ કરીને સામાન્ય જનતા ને જીવન નો નવો રાહ બતાવ્યો હતો.

pramukh-swami-maharaj-4

પુ. પ્રમુખ સ્વામી મહારાજે ૨૫,૦૦૦ થી પણ વધું ઘરોમાં જઈ ને લોકોને નીરવ્યસની જીવનની પ્રેરણા આપી છે. દીર્ઘદ્રષ્ટી વાળા પ્રમુખ સ્વામી મહારાજે આબાલ-વૃદ્ધ સહુ ને ધ્યાનમાં રાખીને તેમનામાં નૈતિકતા અને સંસ્કારના મુલ્યોનો વરસો સચવાય તે માટે ૯૦૯૦ જેટલા સંસ્કાર કેન્દ્રો શરૂ કર્યા હતા. સમાજસેવાની ભૂકંપ, પુર જેવી આપતીઓમાં પણ ૫૫,૦૦૦ થી વધું સ્વયં સેવકોની ફોજ તૈયાર કરાવીને નિસ્વાર્થ ભાવે સેવાની ધૂણી ધખાવી. અનેક શાળાઓ અને હોસ્પિટલો બાંધી એક નિરામયી અનેસ સુશિક્ષિત સમાજની સ્થાપના કરી.

ભગવાન સ્વામીનારાયણ અને ભારતીય સંસ્કૃતિના ઉજ્જવલ મુલ્યો માટે 55 જેટલા દેશોમાં રચનાત્મક રીતે BAPS કાર્યરત છે, જેના તેઓ સુત્રધાર છે. ૯૫ વર્ષની મોટી વયે તા.૧૩ – ૦૮ – ૨૦૧૬ ના રોજ સાળંગપુરમાં જ બ્રહ્મલીન થતા દેશ-વિદેશમાં વસતા લાખો ભક્તો શોકમય
માહોલમાં છવાઈ ગયા.

Comments

comments


7,723 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 4