આખરે કેમ વિદેશોમાં પોપ્યુલર બની રહી છે ગધેડાની થેરાપી, એવું તો શું હોય છે આ થેરાપીમાં…?

નવા જમાનાની સાથે આપણા જીવનમાં નવી નવી વસ્તુઓ સામેલ થઈ રહી છે. હવે પહેલાંની જેમ જિંદગી જીવવું સરળ નથી રહ્યું. નવી નવી મુસીબતોનો સામનો કરવો પડે છે. ટેકનોલોજીથી લઈને, બાળકોનો અભ્યાસનો ખર્ચ, લગ્નનો ખર્ચ વગેરે જેવી અનેક ચિંતાઓ સતાવતી રહે છે. ત્યારે માણસોનું ટેન્શન અને તણાવ  પણ વધી રહ્યું છે. ત્યારે માર્કેટમાં આ તણાવા દૂર થાય તે માટે અઢળક ઓપ્શન છે. અનેક કંપનીઓએ એવી થેરેપી લોન્ચ કરી છે, જેના વિશે સાંભળીને જ લોકો વિચારમાં મૂકાઈ જાય. પણ આવા લોકો જીવનમાંથી સ્ટ્રેસ દૂર કરવાનો દાવો કરે છે. ત્યારે ઈંગ્લેન્ડ અને અમેરિકામાં હવે ગધેડાની થેરાપી પોપ્યુલર બની રહી છે. ડ્વેન અને ન્યૂયોર્કમાં આવેલ ડોન્કી પાર્કમાં ગધેડાઓની મદદથી લોકોના જીવનમાંથી તણાવ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.૨

ઈંગ્લેન્ડમાં ગઘેડાઓની મદદથી આપવામાં આવતી થેરાપી પોપ્યુલર બની રહી છે. ઈંગ્લેન્ડના ડેવનમાં આવેલી ડોન્કી સેન્ચ્યુરીમાં કેન્સરથી પીડિત થતા બાળકો અને માનવ તસ્કરીનો શિકાર લોકોને ગધેડાઓ દ્વારા થેરાપી આપવામાં આવી રહી છે.૪

તો બીજી તરફ, અમેરિકાના ન્યૂયોર્કથી 130 કિલોમીટર દૂર આવેલ 1.5 એકરમાં આવું જ એક પાર્ક બનાવવામાં આવ્યું છે. પહેલા આઈ.બી.એમ.માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી ચૂકેલા સ્ટીવ સ્ટીઅર્ટે અહીં ગધેડાઓનું પાર્ક બનાવ્યું છે. તેમણે ગધેડાઓ વિશે સૌથી પહેલા પોતાની દીકરી પાસેથી સાંભળ્યું હતું. બાદમાં તેઓ પણ ગધેડાની આ થેરાપીથી પરિચિત થતા હતા. જે તેમને બહુ જ કારગત લાગી હતી.

હવે સ્ટીવ પોતાનો સમય લોકોને ગધેડાઓની સાથે મુલાકાત કરવામાં વિતાવે છે. તેમને પાસે કુલ 11 ગધેડા અને 1 ખચ્ચર તથા એક ડંકી જેબ્રા છે.૫

સ્ટીવ ગધેડાઓને લઈને સ્કૂલ, નર્સિંગ હોમ અને ઈવેન્ટ્સમાં પણ જાય છે. તેઓ લોકોને ગધેડાઓનું પાલન કરવા વિશે શીખવાડે છે. તેમના મીટઅપ ગ્રૂપમાં 800 સદસ્યો છે. તેમનું કહેવું છે કે, ગધેડા માનસિક તણાવ ઓછું કરવામાં બહુ જ મદદરૂપ સાબિત થાય છે. જે લોકો દૂર શહેરોમાંથી આવીને તેમના પાર્કમાં પહોંચે છે, તેઓ બહુ જ રાહત અનુભવે છે.

ઈંગ્લેન્ડનાં ડોન્કી પાર્ક૧

ડ્વેનમાં આવેલ ડોન્કી પાર્કમાં લોકોને જે થેરાપી આપવામાં આવે છે તેને તેઓ ડેવલપિંગ ડોન્કી આસિસ્ટેડ થેરાપી એવું નામ આપ્યું છે. અહીં કુલ 21 ગધેડાઓ છે, જેને માણસો સાથે કામ કરવાનું હોય છે. આ પાર્કમાં માણસોને ગધેડાઓ સાથે રમવા દેવાય છે, તેઓ વ્હાલ કરી શકે છે. તેમજ તેને લઈને પાર્કમાં ફરી શકે છે. આ થેરાપીનો બીજો હેતુ ગધેડાઓ અને માણસો વચ્ચેની દોસ્તી વધારવાનો છે. લોકો હંમેશાં ગધેડાને તુચ્છ પ્રાણી ગણે છે, ત્યારે તેમની આ માનસિકતા દૂર થાય તેવો પણ પ્રયાસ તેમના લેક્ચર્સ દ્વારા કરવામાં આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણવા જેવી વાતો વાંચો ફક્ત આપણાં પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,507 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 10