મિત્રો, આજે હું લાવી છું ખુબજ પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ.
આપણા શરીરને હેલ્ધી અને તંદુરસ્ત રાખવા માટે લીલા શાકભાજી ખાવા ખુબજ જરૂરી છે કારણ કે લીલા શાકભાજી આપણા શરીરને જરૂરી એવા બધાજ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ તેમજ ડાયેટરી ફાઇબર્સ સમાવે છે જે આપણા શરીરને બેલેન્સડ રાખે છે. માટે ડેઇલી રૂટિનમાં 5 -6 તાજા શાકભાજી ખાવા જોઈએ. તો તાજા શાકભાજીમાંથી માત્ર શાક જ ન બનાવીએ પણ, અવનવી વેરાઈટી બનાવીને સર્વ કરીએ તો સૌ-કોઈ હોંશે હોંશે ખાઈ શકે.
માટે જ આજે હું એવી રેસિપી શેર કરવા જઈ રહી છું, જેમાં આપણે ઘણા-બધા લીલા શાકભાજીનો ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે ઉપયોગ કરીશું. તો ચાલો બનાવીએ ગ્રીન સેન્ડવિચ.
સામગ્રી :
બ્રેડ
- 2 ટેબલ સ્પૂન ખમણેલું કોબીજ,
- 2 ટેબલ સ્પૂન ખમણેલ ગાજર,\2 ટેબલ સ્પૂન ખમણેલ કકડી,
- 2 ટેબલ સ્પૂન ખમણેલ કૅપ્સિકમ,
- 2 ટેબલ સ્પૂન બારીક સમારેલી લીલી ડુંગળી,
- થોડી કોથમીર,
- 2 મીડીયમ સાઈઝના બાફેલા બટેટા,
- 2 ટેબલ સ્પૂન આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ,
- 1 ટેબલ સ્પૂન બારીક સમારેલ પાલક,
- 1 ટેબલ સ્પૂન તેલ,
- 1 ટેબલ સ્પૂન ઘી અથવા માખણ,
- ચપટી આજી-નો-મોટો,
- ચપટી મરી પાવડર,
- મીઠું સ્વાદ પ્રમાણે,
તૈયારી :
બટેટાને બાફીને મેશ કરી લેવા. કોબીજ, ગાજર, કાકડી તેમજ કેપ્સિકમને ખમણી લેવા. કાંદા, કોથમીર અને પાલકને ઝીણા સમારી લેવા.
રીત :
1) સૌ પ્રથમ પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. તેમાં આદુ,લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો, સ્ટવની ફ્લેમ સ્લો રાખવી જેથી વેજિટેબલ્સ દાઝી ના જાય.
2) હવે તેમાં કાંદા, કોબીજ, કેપ્સિકમ , કાકડી તેમજ ગાજર નાખો સાથે જ આજી-નો-મોટો ઉમેરો. આજી-નો-મોટો નાખવાથી શાકભાજીના કલર્સ બદલાતા નથી તેમજ શાકભાજી કડક રહે છે. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી હળવા હાથે હલાવતા રહો અને 2 મિનિટ્સ ચડવા દો.
3) 2 મિનિટ્સ પછી મરી પાવડર, પાલક, બાફેલા બટેટાનો માવો અને કોથમીર નાખી બરાબર મિક્સ કરો.
4) તો આ સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર છે.
5) બ્રેડ પર માખણ અથવા ઘી લગાવી તેના પર સ્ટફિંગ બરાબર સ્પ્રેડ કરો. બીજી બ્રેડ પર ઘી લગાવીને સ્ટફિંગવાળી બ્રેડ પર સેટ કરો.
6) સેન્ડવિચ ટોસ્ટરને તેલ અથવા ઘી વડે ગ્રીઝિંગ કરી તેમાં સેન્ડવિચ મૂકી ગ્રીલ કરો. બ્રાઉનિશ થાય ત્યાં સુધી ગ્રીલ કરો.
તૈયાર છે ગ્રીન સેન્ડવિચ, મનપસંદ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
માત્ર બટેટાના સ્ટફિંગ કરતા તેમાં ગ્રીન વેજિટેબલ્સ ઉમેરવાથી સેન્ડવિચ સ્વાદિષ્ટ તો બને જ છે સાથે હેલ્ધી પણ, તો જરૂર ટ્રાય કરજો બધાને ખુબજ પસંદ આવશે.
ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે લીધેલ આજી-નો-મોટો યુનિક ટેસ્ટ આપે છે. જો ચાઈનીઝ ટેસ્ટ પસંદ હોય તો, આજી-નો-મોટો નાખ્યા બાદ ચીલી સોસ અને સોયા સોસ નાખીને ટેસ્ટ વેરિએશન આપી શકાય.
ઉપર્યુક્ત વેજિટેબલ્સ સિવાયના બીજા મનપસંદ વેજિટેબલ્સ પણ ઉમેરીને નવીનતા લાવી શકાય.
વિડીયો જોવા અહીં ક્લિક કરો :
રસોઈની રાણી : અલ્કા સોરઠીયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.