બાળકો માટે ખૂબ જ હેલ્ધી ને પૌષ્ટિક વેજીટેબલ મસાલા ઓટ્સ એકવાર જરૂર બનાવજો …

તહેવારો માં મીઠાઈ અને ફરસાણ બનાવ્યાં બાદ હવે બનાવો હેલ્થ માટે બેસ્ટ એવા ખૂબ જ સ્વાદિષ્ટ વેજિટેબલ મસાલા ઓટ્સ… માર્કેટ માં મળતા તૈયાર પેકેટ કરતા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ વેજિટેબલ મસાલા ઓટ્સ…. બાળકો અને મોટા બધા જ માટે ઉત્તમ કહી શકાય અને કોઈ પણ ટાઈમ પર બનાવી ને ખાઈ શકાય એવી આ રેસિપી છે. આ ડિશ ને ઓટ્સ ની ઉપમા પણ કહી શકો. ઓટ્સ માં ભરપૂર માત્રા માં ફાયબર, વિટામીન, મિનરલ , એન્ટિઓક્સિડન્ટ આવેલા હોય છે . જે આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.

સામગ્રી:-

 • 2 કપ ઓટ્સ
 • 1 મોટો કપ બાફેલા શાક ( મેં બટેટા, વટાણા, ગાજર, ફણસી લીધા છે )
 • 1 ઝીણું સમરેલું ટામેટું
 • 2 ઝીણી સમારેલી ડુંગળી
 • 1/2 નંગ કેપ્સિકમ
 • 5-7 મીઠાં લીમડાના પાન ઝીણા સમારેલા
 • 2-3 નંગ બેબી કોર્ન ( તમે બાફેલી મકાઈ ના દાણાં લઇ શકો)
 • 1/2 નંગ લીંબુ નો રસ
 • 2 ચમચા કોથમીર ઝીણી સમારેલી
 • 1 ચમચો તેલ
 • ચપટી રાઈ અને હિંગ
 • 1/2 ચમચી જીરું
 • 1/2 ચમચી હળદર
 • 1 ચમચી લાલ મરચું
 • મીઠું સ્વાદાનુસાર
 • 4-5 ગ્લાસ ગરમ પાણી20180828_082732_wm

રીત:-

સૌ પ્રથમ કડાઈ માં ઓટસ ને 5-7 મિનિટ માટે ધીમા તાપે શેકી લો. હવે ઓટ્સ ને બીજા બાઉલમાં નીકાળી લો અને કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ , જીરું ,હિંગ અને હળદર ઉમેરી ને ડુંગળી અને મીઠાં લીમડા ના પાન ઉમેરો. બધું મધ્યમ આંચ પર સાંતળો.20180825_194148_wm ત્યારબાદ ટામેટાં , કેપ્સિકમ ઉમેરી ને સાંતળો અને ધાણાજીરૂં અને મરચું ઉમેરી ને 1 મિનિટ માટે સાંતળો. હવે બાફેલા શાક ઉમેરી બધું મિક્સ કરો. શેકેલા ઓટ્સ ઉમેરો. 1 મિનિટ માટે ધીમી આંચ પાર બધું બરાબર મિક્સ કરો, 20180825_194253_wmહવે ગરમ પાણી અને મીઠું ઉમેરી ને ધીમી આંચ પર થવા દો.20180825_194448_wm ઓટ્સ બધું પાણી શોષી લે અને ખીચડી થી થોડી સોફ્ટ રહે એવી થાય એટલે ગેસ બંધ કરી  દોં

20180828_082824_wm

લીંબુ રસ અને કોથમીર ઉમેરી ને મિક્સ કરો અને ગરમાગરમ સર્વ કરો.IMG-20180825-WA0037_wm

 • ..નોંધ:-
  ઓટ્સ ને શેકી લેવાથી સ્વાદ વધુ સારો આવે છે.
 • પાણી નું પ્રમાણ તમને જોઈતી ઘટત્તા મુજબ ઉમેરો.
 • શાક પણ તમે તમારી પસંદ ના ઉમેરી શકો.
 • ઓટ્સ થોડા ઠંડા થાય એટલે વધુ ઘટ્ટ થાય છે
 • રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

   

   

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,929 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 7