વેજ ઑમલેટ (શાકાહારી) – આ ડિશ બાળકોને લંચ-બોક્સમાં પણ આપી શકાય છે તેમજ સાંજે નાસ્તામાં હોય કે રાતના ડિનરમાં પણ ખૂબ જ સરસ લાગે છે.

હેલો મિત્રો ઉનાળાનું વેકેશન ચાલતું હોય તો બાળકોને નાસ્તામાં રોજ નવું નવું જોઈતું હોય છે. રોજ સાંજે શું બનાવવું? પોહા અને ભેળ ખાઈ ને તો કંટાળી જવાય છે.

બાળકોનું પેટ પણ ભરાય જાય તેવો હેલ્થી અને ટેસ્ટી નાસ્તો. રોજ રોજ શું બનાવવો?

તો આજે હું લઈને આવી છું એક એવી જ ટેસ્ટી અને ઓછા સમયમાં બનતી ડિશ જે છે. વેજ ઑમલેટ… જે સંપૂર્ણ પણે શાકાહારી જ છે. આ ડિશ ખૂબ જ ટેસ્ટી બને છે. તેમજ અમાં તમે તમારા મનપસંદ વેજીટેબલ પણ ઉમેરી શકો છો.

આ ડિશ બાળકોને લંચ-બોક્સમાં પણ આપી શકાય છે તેમજ સાંજે નાસ્તામાં હોય કે રાતના ડિનરમાં પણ ખૂબ. જ સરસ લાગે છે.

સામગ્રી:

 • ૧ વાડકો ચણાનો લોટ,
 • ૧ નંગ ડુંગળી,
 • ૧ નંગ ટામેટું,
 • ૨-૩ નંગ લીલાં મરચાં,
 • ૧ નાનો ટુકડો આદું,
 • થોડી કોથમરી,
 • ૧/૨ ચમચી નમક.
 • તેલ,

સજાવટ માટે...

 • ટમેટો સોસ,
 • કોથમરીની ચટની,
 • ટમેટા,
 • લીલાં મરચાં,
 • ડુંગળી,
 • ૨ નંગ બાદિયા.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ જેમાં પેહલા આપણે લઈશું ચણાનો લોટ. ચણાના લોટને ઉપયોગ કરતા પેહલા ચારણીમાં ચાળી લેવો. ત્યાર બાદ લઈશું ડુંગળી, ટમેટા, મરચાં અને કોથમરી ને ધોઈ અને નાના ટુકડા કરી લેવા.  ત્યારબાદ, મસાલામાં ફકત નમક ઉમેરીશું. જો તમે ચાહો તો મરચું પાઉડર પણ ઉમેરી શકો
છો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ કાઢી તેમાં જરૂર મુજબ નમક ઉમેરવું. અને જો મસાલા વેજ ઑમલેટ કરવું હોય તો મસાલામાં નમક, મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો જેવા મસાલા પણ ઉમેરી શકાય છે. જેથી ખૂબ જ ટેસ્ટી લાગશે તેમજ બાળકો માટે બનાવતા હોય તો માત્ર નમક જ ઉમેરવું.
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ફેંટવું. પાણી થોડું થોડું ઉમેરી ફેટવું જેથી તે ખૂબ. જ પાતળું ના થઈ જાય. અને તેમાં લોટની કણી પણ ના રહી જાય તેનું ધ્યાન રાખવું જેથી લોઢીમાં તે સરખું પથરાય જાય.
ત્યારબાદ તેમાં ઉમેરીશું ડુંગળી, મરચાં, ટમેટા, આદું, અને કોથમરી બધાને જીણું સમારી (નાના કટકા) કરી અને ચણાના લોટમાં ઉમરો.
ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લો. જેથી બધા જ વેજીટેબલસ લોટમાં સરખી રીતે મિક્સ થઈ જાય.
તો હવે આપણી પાસે ખૂબ જ સરસ ચણાના લોટનું વેજિટેબલસ વાળું મિશ્રણ તૈયાર છે. જો સમય હોય તો તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી પડ્યું રેહવાં દો, ત્યાર બાદ ઉપયોગ કરવો.
હવે એક લોઢીમાં તેલ લગાવી તેને ગરમ થવા મૂકી દો. જો ઘરમાં હોય તો નોનસ્ટિકની લોઢીનો ઉપયોગ કરવો.
ત્યારબાદ,  તૈયાર કરેલા મિશ્રણ માંથી તેનો એક ચમચાના માપનું ભરી લો.
ત્યારબાદ તેને લોઢી પર બરાબર રીતે પાથરી લો. તેને બને એટલું પાતળું પાથરવું જેથી તે સારી રીતે પાકી જય. મિશ્રણ પથરાય ગયા બાદ તેના પર ફરતી કિનારીઓ એ તેલ લગાવી દેવું. જેથી તે જલદીથી ઉછલી જાય.
હવે આવી જ રીતે એક બાજુ શેકાય જાય એટલે બીજી બાજુ એ તેને ફેરવી અને શેકવા દેવું. તેને બરાબર ધીમી આંચ પર શેકવા દેવું. જેથી તે કાચું ના રહી જાય.
હવે શેકાય ગયા બાદ તેને એક પ્લેટ માં કાઢી તેના પર ડુંગળી, ટમેટા, મરચાં, કોથમરી વગેરેથી સજાવી સર્વ કરો.
આ ઓમલેટ ટમેટો સોસ તેમજ કોથમરીની ચટની જોડે ખૂબ. જ સરસ લાગે છે.
નોંધ:

ઓમલેટ સંપૂર્ણ પણે શાકાહારી છે. તેથી બધા. જલોકો તેને ખાઈ શકે છે. આ ડીશ તમે કોઈ એક વસ્તુ ઉમેરી ને એક ફ્લેવરનું પણ વેજ ઓમલેટ બનાવી શકાય છે. તેમજ આમાં વધારે મસાલા જેવાકે મરચું પાઉડર, ગરમ મસાલો વગેરે ઉમેરી વેજ મસાલા ઓમલેટ પણ બનાવી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,516 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 10