કેરી ના પ્રકારો
- સુંદરી
- લંગડો
- પાયરી
- નીલમ
- હાફુસ
- કાળો હાફુસ
- કેસર
- કાકડો
- બદામી હાફુસ
- શ્રાવણીયા
- માલદારી
- રેશમિયા
- કરેજીયા
- રાજાપુરી
- આકરો
- મધકપુરી
- તીતીયા
- તોતાપુરી
- સરદાર
- બારમાસી
- વલસાડી
- લીમડી
- સાકરીયા
- સિંદુરી
અમદાવામાં આવેલાં કાળુપુર ફ્રુટ બજારમાં પ્રસંગ માટે કેરીઓ લેવાં જવાનું થતાં ત્યાંના હોલસેલ વેપારી મોમીનભાઈ ફ્રુટવાળા પાસેથી મેળવેલી માહીતી મુજબ આ નામ છે. આ સિવાય કેટલાંય નામ અને જાત કહી હતી પણ તે યાદ રહી નથી.આપની જાણકારી હોય તો નામમાં ઉમેરો કરી શકાય.બીજી પણ કેરી ના નામ આપેલી ઈમેજ માં પણ જોઈ શકો છો
હાફૂસ – રત્નાગીરી મહારાષ્ટ્ર
કેરીઓ નો “રાજા” ગણાતી “હાફૂસ” કેરી મહારાષ્ટ્રના મુંબઈ થી 330 દક્ષિણ બાજુ બાજુ આવેલ રત્નાગીરી જિલ્લો ગઢ ગણાય છે. એફોન્સો દ આલ્બર્કક્યુ (Afonso de Albuquerque) ના નામ પર થી પડેલ હાફૂસ ને અંગ્રેજી માં આલ્ફ્રેન્ઝો પણ કહેવામા આવે છે.
કેસર – જૂનાગઢ, ગુજરાત
જૂનાગઢની ગિરનાર ટેકરીઓ અને તળેટી વિસ્તાર તથા સૌરાષ્ટ્ર ના અન્ય વિસ્તાર માં કેસર કેરી વધુ પ્રમાણ માં ઉગે છે. આ જાતની કેરી ‘કેરીઓ ની રાણી’ તરીકે પણ ઓળખાય છે. આ વિસ્તાર અમદાવાદથી આશરે 320 કિલોમીટરના અંતરે આવેલ છે. કેસર કેરી નું નામ તેમના કેસર જેવા દેખાવ અને એક અનેરો સ્વર્ગીય સ્વાદ માટે નામ આપેલ છે. મે થી જુલાઈ સુધી ઉપલબ્ધ, આ કેરી ની વિદેશ માં ખૂબ મોટી માત્રા માં હોય છે.
દશહેરી કેરી – લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ
નવબો ના શહેર તરીકે ઓળખાતું નગર લખનવ અને તેની આસપાસ નો વિસ્તાર શાહી કેરીઓ માટે જાણીતો છે. મલીહાબાદ લખનૌથી આશરે 30 કિલોમીટર દૂર આવેલ છે. મધ્ય મેથી લઈને ઓગસ્ટના અંત સુધીમાં, દશેરી સહેલાઇ થી મળી રહે છે.આ કેરી તેના શ્રેષ્ઠ સ્વાદ માટે જાણીતી છે.