વાળમાં રોજ તેલ લગાવવાના છે ગજબના ફાયદાઓ, એકવાર જરૂર વાચો

જેમ શરીર માટે ખોરાક મહત્વનો છે તેમજ વાળ માટે તેલ મહત્વનું છે. વાળ માં તેલ લગાવવાથી વાળ ને ખુબ જ પોષણ મળે છે. વાળ માં તેલ લગાવવાથી વાળ સરસ સિલ્કી રહે છે. વાળ રફ નથી થતા.  નાન પણ માં દાદીમાં એ આપણને કીધું હશે કે વાળ માં તેલ લગાવવું જોઈએ.પણ દાદી માં અનુસાર જ નહિ અમુક વૈજ્ઞાનિક રીસર્ચ અનુસાર પણ વાળ માં તેલ લગાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. વાળ માં તેલ લગાવવાથી વાળ ધીમે ધીમે સુંદર બનવા લાગે છે. આજે અમે તમને વાળ માં તેલ લગાવવાથી થતા ફાયદા વિષે જણાવીશું.

આખી દુનિયાના હેર પેક અને હેર સીરમ કોઈ પણ કામ ના નથી જો તમે વાળ માં તેલ નથી લગાવતા. તેલ ના લીધે તમારા વાળ માં કુદરતી રીતે પ્રોટીન મળે છે.  જો તમને એવું લાગે છે કે મોંઘા શેમ્પુ અને કંડીશનર લગાવવાથી તમારા વાળ સુંદર બની જશે તો તમારી ભૂલ છે એ . આ કેમિકલ વાળા પ્રોડક્ટ કરતા સાત દિવસ સુધી વાળ માં તેલ લગાવી ને જુઓ તમારા વાળ માં ઘણો ફર્ક દેખાશે.

વાળ ની ત્વચા ની કંડીશન બરાબર થાય તો  હેર ગ્રોથ સારી રીતે થાય છે. જો રોજ તેલ ની મસાજ કરવામાં આવે તો   બ્લડ સર્ક્યુલેશન ખુબ જ સારી રીતે થાય છે. જેના લીધે ડેડ સ્કીન નીકળી જાય છે. અને ત્વચા ની કંડીશન સારી રહે છે. તેના લીધે વાળ નો ગ્રોથ ખુબ જ સારી રીતે થાય છે અને ત્વચા ની પકડ વાળ સાથે મજબુત રીતે બની રહે છે.

હેર ઓઈલીંગ કરવાથી વાળ ખરવાની સમસ્યા થી છુટકારો મળે છે. વાળ મજબુત બને છે. તેલ વાળ ને જળ થી મજબુત પકડ માં બાંધી રાખવા માટે મદદરૂપ થાય છે. આ શીવાય ધૂળ અને માટી થી થતા નુકશાન થી પણ બચાવે છે. જેના લીધે વાળ તુટવા અને ખરવાની સમસ્યા થી રાહત મળે છે. આ શિવાય રૂખા સુખા ઉડે એવા વાળ કોઈ ને પસંદ નથી આવતા. તેના માટે વાળ માં તેલ લગાવવું. આવું કરવાથી વાળ સોફ્ટ અને સુંદર થશે.

Comments

comments


3,158 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 3