Post Courtesy: Satyen Gadhvi ની કલમે
અમારે કાઠિયાવાડ માં જમવાનું કટોકટ ન બને.. હંમેશા જરૂર કરતાં વધારે રાંધવામાં આવે.. આ સ્ત્રી ની અણઆવડત નથી પણ વધુ રાંધવા પાછળ નો હેતુ એવો હોઈ છે કે અચાનક બે મૅમાન આવી જાય તો ભળી જાય.
જરા કલ્પના કરો .. મૅમાન માટે ની આગોતરી તૈયારી..કાઠિયાવાડી લોકો કેટલા મૅમાન ભૂખ્યા હશે.. મહેમાનગતિ ની સતત તૈયારી માં રહેતી આ કાઠિયાવાડી પ્રજા નો ભાવ સમજવા જેવો છે.
આ આદત ના લીધે બપોર નું વધેલું ભોજન સમી સાંજે રોંઢા માં ઉપયોગ માં આવી જતું અને રાત્રે વધેલું ભોજન સવારે શિરામણ ના ઉપયોગ માં લેવાતું.
મારી દ્રષ્ટિએ વિદેશ ની રાવીઓલી એટલે અમારા કાઠિયાવાડની વઘારેલી રોટલી.. ત્યાં રાતના વધેલા શાક ને ઠેકાણે પાડવાની વ્યવસ્થા થઈ તો અમારે કાઠિયાવાડ માં રાતની વધેલી રોટલી/ રોટલા ઠેકાણે પાડવાની વ્યવસ્થા થઈ.. બાકી આમ જુવો તો રેસિપી માં ઘણી સામ્યતા પણ છે..
આગલા દિવસ ની ખાટી છાસ માં લસણ ડુંગળી અને મરચા નો દિલ થી ઉપયોગ કરી વધારવામાં આવતી ગરમાં ગરમ વઘારેલી રોટલી નું જ્યારે તમે શિરામણ કરો ત્યારે જામો પડી જાય.. શરીર માં જોમ આવી જાય.
આજે ગરમાં ગરમ વઘારેલી રોટલી અને તાંસળી ભરી ને ટાઢી ટાઢી મારી વ્હાલી છાસ.. મોજ મોજ..
તમે શું શિરાવ્યાં ? ? ? ? ? ?
Post Courtesy: Satyen Gadhvi