આજે બનાવો ચટાકેદાર વડા પાવની સુકી ચટણી…..

હેલો ફ્રેન્ડઝ,હુ અલ્કા જોષી આજ ફરી હાજર થઈ છું એક નવી રેસીપી લઇ

ને. તમે અલગ અલગ રીતે વડાપાવ ની રેસીપી જોઇને બનાવ્યા હશે પણ એ વડાપાવ જો એની ઓરિજિનલ સુકી ચટણી વગર ખાઇઅે તો વડાપાવ ખાવાની અસલી મજા જ ના આવે, મુંબઈ અને મહારાષ્ટ્રની એક એક ગલી મહોલ્લામાં મા તમને વડાપાવ વાળા ની લારી અને દુકાનો જોવા મળશે, દરેક જગ્યાએ વડા ની વેરાયટી અલગ અલગ જોવા મળશે પરંતુ વડા ની ચટણી તો એક સરખી જ મળશે.

તો ચાલો નોંધી લો સામગ્રી...

  • 12-15 સુકા લાલ મરચાં,
  • 1/2 કપ સૂકા નાળિયેર ની ચીરીઓ,
  • 20-25 લસણની કળીઓ ,
  • 2ચમચી લાલ કાશ્મીરી મરચાંનો પાવડર ,
  • સ્વાદનુસાર મીઠું .

*હવે નોંધી લો રીત પણ….

1–સૌ પ્રથમ એક મિકસરના જારમા સુકુ કોપરુ અને લાલ સુકા મરચા ને એકદમ કરકરા પીસી લો ધ્યાન રાખવું કે વધારે બારિક ના થઈ જાય.2–ત્યાર બાદ તેમાં લસણની કળીઓ અને બે ચમચી લાલ મરચાંનો નો પાવડર નાખી ને એક થી બે વખત જ મિકસર ફેરવવુ,જેથી ચટણી નો કલર એકદમ લાલ આવી જાય, તો ચાલો તૈયાર છે વડાપાવ ની સ્પેશિયલ સૂકી ચટણી. હવે જ્યારે પણ વડા પાવ બનાવો ત્યારે આ ચટણી જરૂર બનાવજો અને અસલી મુંબઈ ના વડાપાવ ખાવાની મજા માણજો. **ધ્યાનમાં રાખવામાં આવતી બાબત —

આ ચટણી સુકી જ હોય છે તો ચટણી બનાવતી વખતે જો આ ચટણી થોડીક વધારે ઢીલી થઈ જાય તો તેમા સુકુ લાલ મરચાંનો ભૂકો નાંખી ફરીથી મિક્સ કરી લેવુ

આમા ઘણા લોકો સફેદ તલ પણ નાખે છે તમે પણ નાંખી શકો છો. તમે જો તીખુ ના ખાઇ શકતા હો તો તમારે તીખા મરચા ને બદલે કાશ્મીરી સુકા મરચા વાપરવા જેથી ચટણી તીખી નહિ બને. આ ચટણી ને તમે એક મહિના સુધી ફ્રીજ મા સ્ટોર કરી શકો છો.

તો કેવી લાગી આ તીખી તમતમતી વડાપાવની સુકી ચટણી એનો અભિપ્રાય જરૂર આપજો તો ચાલો તમે ફરી મળીશ એક નવી રેસીપી લઇને, ત્યાં સુધી બાય….

રસોઈની રાણી : અલ્કા જોશી (બોમ્બે)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,506 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 36