સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘ ઉપર ઘણી બધી રીસર્ચ અને સ્ટડી કરવામાં આવી છે કે વ્યવસ્થિત ઊંઘ ન મળવાથી હાર્ટ એટેક, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલવગેરેનું જોખમ વધી જાય છે. આથી આજે અમે એવા કેટલાક ખોરાક લાવ્યા છીએ જે તમારી ઊંઘ વધારી શકે છે અને આ બધી બીમારીઓથી બચાવી લે છે.
બદામમાં મેગ્નેશિયમ, ફાઈબર તેમજ એન્ટી-ઓક્સિડન્ટ ખૂબ ઉંચી માત્રામાં હાજર હોય છે. મેગ્નેશિયમ ઊંઘની ગુણવત્તા સાથે જોડાયેલું તત્વ છે અને શરીરમાં મેગ્નેશિયમની ખામી તમારી ઊંઘને અસર કરી શકે છે. આ ઉપરાંત બદામ, ડાયાબીટીસ અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.
૨. મધમધમાં કુદરતી સુગર હોય છે જે ઇન્સ્યુલીન લેવલ વધારે છે તેમજ ટ્રીપ્ટોફનને મગજમાં આરામથી આવવા દે છે.
યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયા અને રોચેસ્ટરના એક રીસર્ચમાં સાબિત થયું છે કે ચેરીનો જ્યુસ તમને ઝડપથી ઊંઘવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તે ઊંઘ ન આવવાની બીમારી દૂર રાખે છે તેમજ મેલાટોનીનનું લેવલ વધારે છે.
૪. દૂધદૂધમાં ટ્રીપ્ટોફન હોય છે જે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે અને ઊંઘ પણ સારી લાવવામાં મદદરૂપ થાય છે.
ચામોમાઈલ ટી તમારા શરીરમાં ગ્લાયસીનનું પ્રમાણ વધારે છે. ગ્લાયસીન એક એવું કેમિકલ છે જે તમારા સ્નાયુઓને આરામ આપે છે અને તણાવ ઓછો કરે છે. આ ઉપરાંત તેમાં એપીજેનીન નામનો એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે ઊંઘની બીમારી એટલે કે ઇન્સોમ્નીયા ઘટાડવામાં મદદ કરે છે. સાથે સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.