10 વર્ષ પહેલાં બે બહેનો કોઈ જ પ્લાન વગર એક ટ્રિપ પર નીકળી ગઈ હતી. પ્રાચી અને હિમાદ્રી નામની બે યુવતીઓ એક દિવસે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી નીકળી અને બસ સ્ટોપ જઈ પહોંચી. તેમને તે સમયે ખબર ન હતી કે, તેઓને ક્યાં જવાનું છે. 8 કલાકની સફર બાદ બંને બહેનો સિમલામાં હતી. મોટા મોટા સુંદર પહાડોના નજારાએ તેમની જિંદગી બદલીને રાખી દીધી હતી.
હવે આ બંને ‘ઘૂમોફિરો સિસ્ટર્સ’ના નામથી ફેમસ થયેલી પ્રાચી અને હિમાદ્રીએ પોતાની પેશનને જ પોતાની જોબ બનાવી લીધી છે. બંને બહેનો હવે મહિલાઓ માટે એડવેન્ચર્સ અને ટીમ બિલ્ડિંગ ઈવેન્ટ્સ આયોજિત કરે છે. પ્રાચી કહે છે કે મારી આસપાસના લોકોએ અમને પૂછવાનું શરુ કરી દીધું હતું કે શું તમારા પગમાં પૈડાં લાગેલાં છે કે જ્યારે પણ તમે લોકો અમારી સાથે વાત કરો છો, તો તમે લોકો ક્યાંકને ક્યાંક ફરતી જ હોવ છો !
સિમલાની પહેલી ટ્રિપે બંનેની અંદર એવી આગ ભરી દીધી હતી, જેના લીધે બંને બહેનોએ વિકેન્ડ પર દેશના ખૂણે ખૂણે છુપાયેલ ટ્રેક પર જવાનું શરુ કરી દીધું અને આ સિલસિલો આજ સુધી ચાલુ છે.
પ્રાચી કહે છે કે, મને લાગે છે કે, ટ્રાવેલ કરવું મારા જિન્સમાં છે, ફરવાથી મને શાંતિ મળે છે. જ્યારે પણ હું દિલ્હીમાં તણાવ અનુભવું છું, તો તરત મારી બેગઝ ભરું છું અને નીકળી પડું છું.
અનેકવાર બંનેને એડવેન્ચર ટ્રિપમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. થોડાં વર્ષો પહેલાં પ્રાચી હિમાલયમાં ટ્રેકિંગ દરમિયાન હિમસ્ખલનમાં ફસાઈ ગઈ હતી. તો એકવાર બંને મોન્સૂનમાં હિમાલયન નેશનલ પાર્કમાં ટ્રેકિંગ સમયે રસ્તો ભટકી ગઈ હતી. જ્યાં લોકો આવી મુશ્કેલીઓમાં ફસાયા બાદ ફરવાથી તોબા કરી લે છે, ત્યાં બંને બહેનોનનું જુનૂન વધતું જ ગયું.
પ્રાચી કહે છે, “ટ્રાવેલિમગ તમને ઘણું બધું શીખવાડે છે. તમે વિનમ્ર અને શાંત થઈ જાઓ છો. સોલો ટ્રાવેલિંગથી તમે નવા લોકોને મળો છો અને આત્મનિરીક્ષણ કરવાનો મોકો મેળવો છો.”
પ્રાચીએ કહ્યુ કે, જ્યારે પણ મને કોઈ જણાવે છે કે, તેઓ વિદેશ ફરવા જાય છે, તો મને એ સવાલ થાય છે કે તેઓ ત્યાં શુ કરવા જાય છે? હું તેમને જણાવું છું કે, આવો જ અનુભવ તમને ભારતમાં પણ મળી શકે છે. તો તેઓ મને હેરાનીથી જોવા લાગે છે. તેઓ લોકોને ખબર નથી કે, ભારતમાં કેટલીય જગ્યાઓ એક્સપ્લોર કરવા માટે છે.
‘ઘૂમોફિરો સિસ્ટર્સ’ ટુરમાં લોકો હિમાલય ટ્રેકિંગ, કાન્હા નેશનલ પાર્કના જંગલોમાં ઓવરનાઈટ એડવેન્ચર્સ, રાફ્ટિંગ સહિત બહુજ એડવેન્ચર કરાવે છે.
તેમનું લક્ષ્ય વિશે તેઓ કહે છે, ભારતમાં રહેલા સુંદરતા બતાવવી અને ભારતીય મહિલાઓને એકલા ટ્રાવેલ કરવા પ્રેરિત કરવા એ જ અમારું લક્ષ્યાંક છે. ‘ઘૂમોફિરો સિસ્ટર્સ’નું કહેવું છે કે, એક મહિલા હોવાને નાતે તેઓ બીજી મહિલાઓ માટે કંઈક કરવા માગે છે. તે યુવતીઓને તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને તેમને આગળનું પગલું વધારવા માટે પ્રેરિત કરવા માગે છે.
કોમેન્ટમાં આ બંને બહેનોને શુભેચ્છા જરૂર આપજો.