ઘરે જાતે જ બનાવતા શીખો ટેસ્ટી કસ્ટર્ડ ફ્લેવરના ટૂટી ફ્રુટી કુકીઝ…

બાળકો ની પસંદ ગમે તેટલી અલગ હોય પણ અમુક વાનગીઓ તો લગભગ દરેક ને પસંદ હોય જ છે… એમાંનું એક છે આ સ્વાદિષ્ટ ટૂટી ફ્રુટી કુકીઝ. તો ચાલો આજે ઘરે બનાવીએ આ સ્વાદિષ્ટ કુકીઝ..

નોંધ:

• આપ ચાહો તો કસ્ટર્ડ પાવડર ઉમેર્યા વિના પણ બનાવી શકો. મેંદા ના બદલે ઘઉં અથવા 50:50 લઈ ટ્રાય કરી શકાય.

સામગ્રી ::

  • 1 વાડકો મેંદો (અંદાજે size 225ml),
  •  2 ચમચી કસ્ટર્ડ પાવડર
  • 1/2 વાડકો unsalted બટર (અંદાજે 55gm)
  • 2/3 વાડકો ખાંડ નો ભૂકો
  • 1/2 વાડકો ટૂટી ફ્રુટી
  • 2 મોટી ચમચી સમારેલા કાજુ
  • 1 થી 2 ચમચી દૂધ
  • 1/2 ચમચી બેકિંગ પાવડર
  • 1 ચમચી વેનીલા એસેન્સ

રીત :

એક બાઉલ માં બટર અને ખાંડ નો ભૂકો લો. શરૂ કરતાં પહેલાં ધ્યાન રહે કે બધી જ સામગ્રી room temperature પર હોવી જોઈએ. પરફેક્ટ રિઝલ્ટ માટે એ ખૂબ જરૂરી છે.

બટર અને ખાંડ ને ફેંટો. આ મિશ્રણ એકદમ હળવું અને ફેલેલું થઈ જાય ત્યાં સુધી ફેંટો. આ પ્રક્રિયા બિસ્કિટ ને સોફ્ટ બનવવા માટે હોય છે.

બીજા બાઉલ માં મેંદો , કસ્ટર્ડ પાવડર અને બેકિંગ પાવડર ચાળો.. કેક હોય કે કુકીઝ , લોટ મિશ્રણ ચાળ્યા વગર લેવું નહીં. બેકિંગ માટે આ ખૂબ જરૂરી છે.

ત્યારબાદ લોટ ના મિશ્રણ માં ટૂટી ફ્રુટી અને કાજુ ના ટુકડા ઉમેરો.. બધું સરસ રીતે મિક્સ કરી લો. ટૂટી ફ્રુટી કદી પણ લોટ ના ઉમેર્યા વિના ઉમેરવી નહીં. નહીં તો બેક કરતી વખતે એ તળિયે ચોંટી જશે.

લોટ અને ટૂટી ફ્રુટી ના મિશ્રણ ને ફેટેલા બટર અને ખાંડ સાથે મિક્સ કરો. જરૂર હોય તો 1 ચમચી દૂધ ઉમેરો. 

હાથ થી સરસ લોટ જેવું તૈયાર કરો.હવે આ લોટ ને ગોળ આકાર આપી લાંબા log તૈયાર કરો અને પ્લાસ્ટિક માં ટાઈટ બાંધી લો. આ તૈયાર log ને ફ્રીઝ માં ઓછા માં ઓછી 4 થી 5 કલાક રાખો.

આમ કરવા થી લોટ એકદમ સરસ કઠણ થઈ જશે અને ટુકડ કરવા ખૂબ સરળ થઈ જશે. ત્યારબાદ બહાર કાઢી એકદમ sharp છરી થી એકસરખા માપ ના સ્લાઈસ કરો..

બેક ના કરો ત્યાં સુધી log ને ફ્રીઝ માં જ રહેવા દેવો. ઓવન ને 200C પર પ્રી હીટ કરો. કરેલ ટુકડા ને બેકિંગ ટ્રે માં ગોઠવો. ત્યારબાદ 180C પર 14 થી 15 મિનિટ માટે બેક કરો. સાઈડ્સ બ્રાઉન થાય એ 10 મિનિટ બાદ ચેક કરતા રેહવું.

કુકીઝ ને ઓછા માં ઓછું 1 થી 1.5 કલાક ઠંડી થવા દો. ગરમ કુકીઝ એકદમ સોફ્ટ હશે. ઠંડી થશે એમ ક્રિસ્પી બની જશે.

એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો. આશા છે પસંદ આવશે.

  • રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

Comments

comments


3,865 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 1