તુલસીના પાન જ નહીં તેના માંજર પણ શરીરને રાખે છે સ્વસ્થ…

તુલસી એક ઔષધીય છોડ છે, જેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગે લોકો તુલસીના પાનનો જ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આજે તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસીના માંજર કેવી રીતે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે.

આયુર્વેદમાં તુલસીના માંજરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેના ઉપયોગથી અનેક તકલીફો દૂર કરી શકાય છે. તુલસીના માંજરમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર અને આયર્ન હોય છે. તો ચાલો જાણો તુલસીના બીજથી કઈ કઈ સમસ્યાઓને દૂર કરી શકાય છે.

સોજો ઉતારવામાં

તુલસીના માંજરમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરના કોઈપણ ભાગમાં આવેલા સોજાને દૂર કરી શકે છે. માંજરનો ઉપયોગ ડાયેરિયામાં પણ કરી શકાય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે

તુલસીના છોડમાં ફ્લેવોનોઈડ અને ફેનોલિક તત્વ હોય છે જે શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેના માંજરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે સ્નાયૂને સ્વસ્થ રાખી અને ક્ષતિગ્રસ્ત સ્નાયૂને મજબૂત બનાવે છે.

પાચન શક્તિ વધારવામાં ઉપયોગ

તુલસીના માંજર પેટમાં જિલેટનયુક્ત પરત બનાવે છે જે પાચન ક્ષમતાને મજબૂત બનાવે છે. તેમાં ફાયબરનું પ્રમાણ પણ વધારે હોય છે જે પાચનશક્તિ સુધારે છે.

હૃદયને સ્વસ્થ બનાવે છે.

તુલસીના માંજર શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખે છે. જેનાથી હાઈ બી.પી. અને સ્ટ્રેસ ઘટે છે. તેનાં બીથી લિપિડ સ્તર વધે છે અને હૃદયની સુરક્ષા વધે છે.

શરદી-ઉધરસ મટે છે

માંજરનો ઉપયોગ કરવાથી શરદી-ખાંસી પણ દૂર થાય છે કારણ કે તેમાં એન્ટી સ્પૈસમોડિક ગુણ હોય છે. જે ઉધરસ અને શરદી જેવી બીમારીમાં રાહત આપે છે. આ સાથે જે તેનું સેવન કરવાથી તાવ પણ મટે છે.

વજન ઘટે છે

તુલસીના બીમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને તેનાથી ભૂખ પણ દૂર થાય છે. એટલા માટે તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ કરી શકાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને સવાસ્થ્ય સંબંધિત પોસ્ટ વાંચો ફક્ત આપણા પેજ પર.

Comments

comments


4,412 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 8 =