એક યુવક પ્રેમ કરે છે તેનાથી ૧૦ વર્ષ મોટી યુવતીને, શું નિર્ણય હશે માતા પિતાનો…

પરિવર્તન

એક કપ ચાની ચુસકી સાથે બધાં વાતોમાં તલ્લીન હતાં. વચ્ચે વચ્ચે જોરજોરથી હસીને એકબીજાને તાળીઓ આપીને વાતાવરણને વધારે સુંદર બનાવી રહ્યાં હતાં. આ ટોળામાં બેઠેલ સૌ મન મૂકીને હસી રહ્યાં હતાં. પરંતુ એમાં જ સૌની વચ્ચે બેઠેલ આશાના ચહેરા પર બિલકુલ હાસ્ય ન હતું. એ બેઠી ભલે હોય અહિયાં પણ એનું મન તો ક્યાંક બીજે જ અટવાયું હતું.

ઘણીવારથી આશાના હાવભાવનું નિરીક્ષણ આશિષ કરી રહ્યો હતો. પણ પૂછવું તો કેમ પૂછવું ? એ જ વિચાર આશિષમાં મનમાં આવ્યા કરતો હતો.અચાનક જ આશિષે આશાને પૂછી જ લીધું, “શું થયું ? ચાનો ટેસ્ટ પસંદ ન આવ્યો ?”

વિચારોનાં વમળમાં ક્યાંક અટવાઈ ગયેલી આશાએ હળવેથી જવાબ આપ્યો, “ચા તો બેસ્ટ છે ને ચાનો ટેસ્ટ સુપર છે. હું બીજો કપ મંગાવવાનું જ વિચારી રહી છું.”

“અચ્છા, તો એમ વાત છે. આ તો હજી આપણે સંબંધી બન્યાં જ નથી. બોલો તો પણ અમને તમારી કેટલી ચિંતા છે. બસ એકવાર મારો ભાઈ અને તમારી બહેન એકબીજાને પસંદ કરી લે એટલે જોવો અમે તમારું કેટલું ધ્યાન રાખીશું.” આશિષે ચાનો કપ આપતાં આપતાં હસીમજાકનાં મૂડ સાથે બોલ્યો.

આશા કશું બોલ્યાં વગર ચાનો કપ લઈને ચૂપચાપ ચા પીવા લાગી. ત્યાં અચાનક જ તેની નજર હીંચકા પર પડે છે. એ હીંચકો જોઈને એનું મન કાબુમાં નથી રાખી શકતી. એ ત્યાંથી ઊઠીને હીંચકા પર બેસીને મોજથી ચા પીવા લાગે છે.

ત્યાં જ સૂરજના મમ્મીએ આશા તરફ નજર કરી આશાના મમ્મી, પપ્પાને કહ્યું, “તમારી મોટી દીકરી આશા એનામાં જ મશગૂલ રહે છે નહીં ? એનું જીવન મસ્તરામ છે. શું તમારી નાની દીકરી સંધ્યા પણ આશા જેવાં જ નેચરની છે ? ને એમઇ સંભાળ્યું હતું કે…”

સુરજના મમ્મીની વાત કાપતા જ સંધ્યા બોલી, “આંટી દીદીની આપવીતી પ્લીઝ યાદ ન કરાવશો ! દીદી એ બધું ભૂલી માંડ એની જિંદગી જીવતાં શીખ્યા છે. અને રહી વાત મારી તો હું એકદમ સ્પષ્ટવક્તા છું. હું ખોટું સહન તો ન કરું ને કોઈને ખોટું સહન કરવાં પણ નથી દેતી.”

“મારો સૂરજ જેવું મને તારા વિશે કહેતો એવી જ તું છે. મને તો આવી જ વહુ ગમે ! મારા તરફથી તો હા જ છે. હવે તમારે વિચારવાનું વેવાઈ.” સંધ્યાનાં મીઠડાં લેતાં લેતાં ને વટથી બોલ્યાં સૂરજના મમ્મી.

સગાઈ નક્કી થાય છે ને ઘડિયાં લગ્ન પણ લેવાય છે. આશિષ સૂરજનો નાનો ભાઈ એટલે વારેવારે એને આશાનાં ઘરે આવવાનું થતું જ. આશાને કવિતાઓ લખવી ખૂબ ગમતી એટલે એ આખો દિવસ કવિતા જ વાંચ્યા કરતી. ને લખ્યાં કરતી.

એક દિવસ અચાનક જ આશિષ આશાનાં રૂમમાં જાય છે. જઈને જોવે છે તો આખો રૂમ વ્હાઇટ કલરનો જ, વોલ કલર વ્હાઇટ , બેડ શીટ વ્હાઈટ ,બારીનાં પડદાં વ્હાઇટ, રૂમનું બધું ફર્નિચર વ્હાઇટ.. જે ડિઝાઇન આખા રૂમની હતી એવી કોઈ ફાઇવ સ્ટાર હોટેલની પણ નહી હોય .

આશિષને જોતાં જ આશાએ મીઠાં શબ્દોમાં આવકાર આપ્યો, “ આવને આશિષ , શું જોઈ રહ્યો છે ? મારા રૂમમાં કશું જોવા જેવુ નથી, “

“વ્હાઇટ કલરના ડ્રેસમાં સજ્જ લાંબા કાળાને ને ભરાવદાર રેશમી ખુલ્લાં વાળ ને ગુલાબી ગુલાબી હોઠ, મોટી મોટી આકર્ષક આંખો, આંખો પર બાણાકાર કાળી ને ઘટ્ટ ભ્રમર. આવું રૂપ તો મે આજ સુધી કોઈનું નથી જોયું. અહા….”

“શું વિચારી રહ્યો છે આશિષ…હું ક્યારનીય તને કશું જણાવી રહી છું. એ તું સાંભળે છે કે નહી ? “, પોતાની બુક્સને હાથમાં લેતાં આશિષ સામે છ્ણકો કર્યો.

આશિષ એકદમ ચૌકી જાય છે ને વિચારોમાંથી બહાર આવી આશા સામું જોતાં કાનને પકડી બોલ્યો, “ સોરી જી “
“ઓ.કે “
“આશા આ કોની બુક છે. ?”
“ આ કવિ કલાપીની બુક છે. જોં આ મારી પોતાની નાની એવી લાઈબ્રેરી છે. “, પડદો ઊંચો કરી આશાએ બધી જ બુક્સ આશિષને બતાવે છે.

“આટલી નાની ઉમરમાં તું આટલું બધું વાંચન કરે છે ? અને આવું એકાંત ભર્યું જીવન કેમ તને ગમે છે ? અત્યારે તો લાઈફ એન્જોય કરવાની હોય ને એની જગ્યાએ તું ? “

“હા, સાચું કહ્યું તે પણ મારા નસીબમાં છે જ નહી …એ લાઈફ “

“તું ખોટું વિચારી રહી છે. “

“પ્લીઝ, તું મને મારો ભૂતકાળ યાદ ન કરાવીશ! , હું માંડ જીવતાં શીખી છું. સંધ્યા, સુરજ તો કશું એન્જોય નથી કરતાં ..એટલું અમે બંને કરતાં હતાં…:, આટલું તો આશા માંડ માંડ બોલી શકી ને ત્યાં તો આસુઓની ધારા વહેવા લાગી. કેમ હું ભૂલી શકું એ પળ …કેમ હું ભૂલી શકું મારા જીવનનાં જોયેલાં સાથે જીવવાનાં એ સ્વપનાઓને, કેમ હું ભૂલી શકું જ્યારે અમરને હું જ મારા હાથેઅમરનીલાશને હું હોસ્પિટલથી છેક ઘર સુધી એકલી લાવી હતી. એ પણ જાતે કાર ડ્રાઈવ કરીને.. કેમ ભૂલી શકું કે મે જ બધાને કોલ કરીને અમરનાં મૃત્યુનાં સમાચાર આપ્યાં હતાં. કેમ ભૂલી શકું એ પળ કે જેનાં નામનું હું પાનેતર પહેરવાની હતી એનું કફન મારે જ લેવાં જવું પડ્યું હતું…’
છેલ્લાં શબ્દો બોલ્યાં ન બોલ્યાં ત્યાં જ આશા જમીન પર બેભાન થઈને ઢળી પડે છે.

આશિષ તો થોડીવાર માટે ગભરાઈ જ જાય છે. ઘરમાં કોઈ જ ન હતું…એક કામવાળી બાઈ સિવાય…બધાં શોપિંગ કરવાં ગયાં હતાં ને આશિષને આશાને લઈને જવાનું હતું..એ સ્થળ પર.વિચાર્યું પણ ન હતું કે આવું થઈ શકે છે . ફટાફટ કામવાળી બાઈને અવાજ કયૉ,

“માસી….આશાને કશું થઈ ગયું છે..જલ્દી બામ લાવો ને ફટાફટ આવો કામ પડતું મૂકી “

જેવાં માસી બામ લઈને આવે છે કે તરત જ આશિષ આશાના હાથ , પગ અને છાતીમાં બામ લગાવે છે. ને સૂરજને આશાની સ્થિતીની જાણ કરી બધાને ફટાફટ ઘરે આવી જવા જણાવી દે છે.

આ બાજુ બે ભાન આશાને જોઈને આશાની સ્થિતી પર દયા આવે છે. ને એ મનોમન નક્કી કરે છે કે “ હું જેને દિલથી પ્રેમ કરું છું. એને આ સ્થિતિમાં તો નહી જ જીવવા દઉં, ને મનોમન નક્કી કર્યું કે હું આશા સાથે લગ્ન કરીશ. ને એને હું આખી જીંદગીની ખુશી આપીશ.
સંધ્યા, સૂરજ, ને આશાના મમ્મી , પપ્પા ને સૂરજના મમ્મી પપ્પા આવી પહોંચે છે. આશા હજી પણ એ જ અવસ્થામાં છે. બધાને આશાની ખૂબ ચિંતા થવા લાગે છે. સંધ્યા તો આશાને જોઈને રડવા જ લાગે છે. ડોક્ટર પણ આવી જાય છે. ચેક કરે છે, એક ઈંજેકશન અને બે ત્રણ ટેબ્લેટ આપી જતા રહે છે.

બે કલાક થયા હજી આશાને કોઈ જ ભાન નહોતું આવ્યું. ત્યારે આશિષ બધાંની સામે આશાનો હાથ કાયમ માટે માંગી લે છે.

બધાને આશ્ચર્ય થાય છે. આશિષ આશા કરતાં દસ વર્ષ નાનો હતો. આશાના પપ્પા થોડા સંકોચ સાથે બોલ્યાં, “પણ…”

ત્યાં જ આશિષ અને સૂરજના મમ્મી બોલ્યાં, “વેવાઈ હવે જમાનો બદલાઈ ગયો છે. પરિવર્તન સમય ને સંજોગ પ્રમાણે લાવવું જ પડે… અમને કોઈ વાંધો નથી. વિશ્વાસ રાખો હું દીકરા આપી દીકરી લઈ રહી છું.”
ત્યાં જ આશાને પણ ભાન આવે છે. આશા આ બધું જ સાંભળી રહી હતી… આશા કશું ન બોલી… ‘હા’ કે ‘ના’ …માત્ર એણે આશિષના મમ્મીને પગે લાગીને પોતાની ઇચ્છા જણાવી દીધી.

||અસ્તુ ||

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

અદ્ભુત નિર્ણય એ યુવતી અને યુવકના માતા પિતા દ્વારા.

Comments

comments


3,999 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 56