રૂપિયાની સરખામણીએ ડોલરની વધતી કિંમતોએ એક તરફ ટ્રાવેલ એજન્ટોને ચિંતામાં મૂક્યા છે, તો બીજી તરફ વેકેશનમાં પ્રવાસ પર જતાં લોકોની પણ મજા બગડી રહી છે. દિવાળી વેકેશનમાં ખાસ કરીને યુરોપ, યુએસ જેવા સ્થળોએ ફરનારા પ્રવાસીઓએ હાલ તેમના ડેસ્ટિનેશન બદલીને થાઇલેન્ડ, સિંગાપોર અને મલેશિયા કરી લીધા છે. કેમ કે યુરોપ કે યુએસની સરખામણીમાં અહીં તેમનું બજેટ સંતુલિત રહે છે.
યુએસ કે યુરોપના પ્રવાસે જતાં પર્યટકોએ ડોલરમાં નાણાંની ચુકવણી કરવાની રહે છે. અત્યારે ડોલર રૂપિયાની સરખામણીમાં ખાસ્સો ઉપર જતો રહ્યો હોવાથી પ્રવાસીઓના ખર્ચ પર તેની સીધી અસર પડી રહી છે. તેથી અનેક પ્રવાસીઓએ યુરોપના ટૂર માંડી વાળીને ફાર ઇસ્ટના પેકેજ પસંદ કરતાં હોય છે અથવા વિદેશ પ્રવાસ જવાનું માંડી વાળતા હોય છે. પરંતુ એવા અન્ય ઘણા દેશો છે જેમની કરન્સી સામે ભારતનો રૂપિયો ખૂબ જ મજબૂત છે. તેથી મન મૂકીને ખર્ચ કરવા સાથે ફરવાલાયક અને જોવાલાયક સ્થળોનો પ્રવાસ તમને રોમાંચિત કરી મૂકશે. અમે તમને અહીં એવા દેશો વિશે જણાવીએ છીએ જેમના ચલણ ભારતીય રૂપિયા સામે સાવ પામર છે, જ્યાં પ્રવાસ કરતાં સમયે તમે તમારી જાતને સુપર રીચનો અનુભવ કરાવી શકશો.
કમ્બોડિયા
જે રીતે ડોલર સામે રૂપિયો ઘૂંટણિયે છે તેમ વિરૂદ્ધ કમ્બોડિયાનું ચલણ રીયલ ભારતીય રૂપિયા સામે 0.015 છે. એટલે કે આપણા 15 રૂપિયા સામે તેમના 1000 રીયલ થાય. આ રીયલ દ્વારા તમે અહીં ખૂબ સસ્તામાં પ્રવાસની મજા લઈ શકો છો. કમ્બોડિયા જેને પહલે કંપૂચિયાના નામે ઓળખવામાં આવતો હતો, તે અગ્નિ એશિયામાં આવેલો એક મુખ્ય દેશ છે. નામપેન્હ આ રાજતંત્રીય દેશનું સૌથી મોટું શહેર તથા આની રાજધાની છે. ઈ. સ. ૨૦૦૭માં અહીં કેવળ અંગકોરવાટ મંદિરે આવનારા વિદેશી પર્યટકોની સંખ્યા ૪૦ લાખથી પણ વધુ હતી. એવું કહેવાય છે કે જો આપ કમ્બોડિયા ફરવા માટે ગયા હોય અને જો આપ અંગકોરવાટના ઐતિહાસિક મંદિર, પ્રાચીન ખ્મેર સામ્રાજ્યની મુલાકાત ન લીધી હોય તો આપની એ મુલાકાત અધુરી રહી ગણાય, નવમી અને ૧૩મી સદીમાં વચ્ચે બંધાયેલા ૧૦૦ કરતાં વધુ મંદિરો શોધી કાઢવામાં આવ્યા છે એટલુજ નહિ આ પ્રાચીન સભ્યતા, પ્રાચીન સંસ્કૃતિ અને તેના સમયના સૌથી મોટા શહેરો માંના એક ગણાય છે. અંગકોર વાટ અત્યાર સુધીમાં બંધાયેલા સૌથી મોટું ધાર્મિક સ્મારક છે.
ઝિમ્બાબ્વે
ઝિમ્બાબ્વેનું સત્તાવાર ચલણ અમેરિકન ડોલર છે. પરંતુ આ દેશમાં ફુગાવાના કારણે ફૂડ અને લોકલ પર્યટન સ્થળ જોવાનું ખૂબ જ સસ્તું છે. તેથી તેનો લાભ લઇને તમે અહીં પ્રવાસ માટેનું આયોજન કરી શકો છો. ઝિમ્બાબ્વેની રાજધાની હરારે છે જ્યાં તમે શોપિંગ અને નાઇટ લાઇફની મજા માણી શકો છો. તમે આફ્રિકામાં હોવ અને વાઇલ્ડલાઇફની વાત ન થાય તે શક્ય નથી. તમે અહીં વાઇલ્ડ લાફઇની પણ મજા લઈ શકો છો. તમે અહીં ઝિમ્બાબ્વેના નેશનલ પાર્ક જેમ કે વિક્યોરીઆ ફોલ્સ, મના પૂલની સફાની મજા માણી શકો છો. અહીં તમને બોર્ડિંગ, ફૂડ અને હરવા ફરવા માટે પરિવહન ખૂબ જ સસ્તામાં મળી જશે.
પેરાગ્વે
પેરાગ્વેનું ચલણ ગુરાની સામે ભારતીય રૂપિયો ઘણો જ મજબૂત છે. એક ગુરાની માટે 0.013 રૂપિયાની જરૂર પડે. એટલે કે 1000 ગુરાની બરાબર આપણા 13 રૂપિયા. અહીં તમે ગુરાની સંસ્કૃતિ, ફુટબોલ અને દક્ષિણ અમેરિકન ફૂડનો આનંદ સસ્તામાં માણી શકો છો. અહીં તમે કાર્નિવલ ઓફ કેપિટલના નામે વિખ્યાત એન્કાર્નેશીયનની મુલાકાત લઈ શકો છો. આ શહેરમાં સૌથી આકર્ષક ફરવાલાયક સ્થળમાં અહીંની રીવર બીચ છે. અહીં તમે યૂનેસ્કો દ્વારા જાહેર કરેલ હેરીટેજ સાઇટ Trinidad and Jesusની મુલાકાત લઈ શકો છો. ભારતથી પેરાગ્વે સુધીની ફ્લાઇટની ટિકિટ અંદાજે 1 લાખ રૂપિયા છે પરંતુ એક વખત ત્યાં પહોંચ્યા બાદ તમે સસ્તામાં પ્રવાસનો આનંદ માણી શકો છો. ઉપરાંત તમે એડવાન્સમાં ફ્લાઇટની ટિકિટ બુક કરાવો તો સસ્તામાં ટિકિટ મળી જશે.
કોલંબિયા
કોલંબિયાનું ચલણ પેસો છે જે ભારતના રૂપિયા સામે ઘણો નબળો છે. એક પેસો ખરીદવા માટે તમારે માત્ર 0.024 રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે કે 1000 પેસા બરાબર આપણા 24 રૂપિયા. પ્રદેશનો સૌથી પ્રખ્યાત બગીચો, ફિનલે પાર્ક છે, તેમાં તહેવારોથી માંડી રાજકીય રેલીઓ અને રોડ રેસથી માંડીને ઇસ્ટર સનરાઇઝ સર્વિસના કાર્યક્રમો યોજાય છે. કોલંબિયાના સૌથી શ્રેષ્ઠ સ્થળોમાંનું એક રિવરબેન્ક ઝૂ અને ગાર્ડન છે. રિવરબેન્ક ઝૂ સલુદા નદીના કિનારે સ્થિત 2000 જેટલાં પ્રાણીઓને કુદરતી રહેઠાણ પૂરું પાડતું અભ્યારણ છે. નદીના પેલે પાર, ૭૦-એકર (૨,૮૦,૦૦૦ મીટ૨) વનસ્પતિના બગીચા આવેલા છે, જે બગીચા, જંગલપ્રદેશ, વનસ્પતિના એકત્રિકરણ સ્થળ અને નષ્ટ પામેલા અવશેષોનું સંગ્રહસ્થાન છે. રિવરબેન્ક અમેરિકાના સૌથી શ્રેષ્ઠ પ્રાણીસંગ્રહાલયોમાં અગ્રીમ મનાય છે અને જે દક્ષિણ-પૂર્વનું પ્રમુખ પ્રવાસન આર્કષણનું કેન્દ્ર છે. આ પ્રાણીસંગ્રહાલયે 2009ના વર્ષમાં 10 લાખથી વધુ પ્રવાસીઓને આર્કષ્યા હતાં.
શ્રીલંકા
શ્રીલંકન રૂપિયાની કિંમત ભારતના 0.46 રૂપિયા બરાબર છે. એટલે કે 100 શ્રીલંકન રૂપિયા બરાબર આપણા 46 રૂપિયા થાય. શ્રીલંકા એક પ્રગતિશીલ અને આધુનિક અર્થતંત્ર ધરાવે છે અને દક્ષિણ એશિયામાં તેની માથાદીઠ આવક સૌથી વધારે છે. ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે. આ દેશમાં સૌથી મુખ્ય આવક ટુરિઝમ ક્ષેત્રે એટલે કે પ્રવાસ દ્વારા થાય છે. યુરોપથી મોટી સંખ્યામાં મુસાફરો અહીં જોવા મળે છે.
ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયન એક રૂપિયાની કિંમત બરાબર ભારતના 0.0048 રૂપિયા થાય છે. એટલે કે 10,000 ઇન્ડોનેશિયન રૂપિયા બરાબર ભારતના 48 રૂપિયા. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ડોનેશિયા પ્રવાસન હોટ સ્પોટમાં સર્વવ્યાપી છે, ખાસ કરીને બીચ વિસ્તારોમાં & પર્વની ઉજવણી. અહીંના ટ્રોપિકલ જંગલો ઘણા પ્રકારના વૃક્ષો અને જીવ જંતુઓથી સમૃદ્ધ છે તેથી પ્રકૃતિ પ્રેમીઓને અહીં રસરૂચી દાખવે છે. મંદિર, વિશાળ મસ્જિદ અને આધુનિક સુવિધાઓની સાથે ઇન્ડોનેશિયામાં પર્યટકો માટે ઘણાં વિકલ્પો છે