આપણે રોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે, તેના પર લાગેલા અલગ અલગ રંગોનો ઉપયોગ શું થાય છે. તેનું ટૂથપેસ્ટ સાથે શું કનેક્શન હોય છે. આજે અમે તમને બતાવીશું કે, આ પટ્ટીઓ ટૂથપેસ્ટની ખૂબીઓ અને ખામીઓ બંને વિશે જણાવે છે.
ટૂથપેસ્ટ જેટલા આપણા દાંત સાફ કરવામાં કામમાં આવ છે, તેનાથી અનેકગણું વધારે નુકશાન પણ પહોંચાડે છે. નિયમો મુજબ, તમામ કંપનીઓને તેમની ટૂથપેસ્ટમાં ઉપયોગમાં લેવાતા પદાર્થો વિશે બતાવવું અનિવાર્ય છે. પરંતુ ગ્રાહકોને ગુમરાહ કરવા માટે આ પદાર્થો માટે કોડનો ઉપયોગ કરે છે. તેથી તેના માટે અલગ અલગ રંગની પટ્ટીઓ ટૂથપેસ્ટ ટ્યુબ પર લગાવવામાં આવે છે.
જ્યારે તમે ટૂથપેસ્ટ ખરીદો છો, તો પેકના નીચલા હિસ્સા પર તમને અલગ અલગ રંગની પટ્ટીઓ દેખાય છે. માર્કેટમાં તમને લાલ, કાળા, લીલા તથા બ્લ્યૂ રંગની પટ્ટીવાળા ટૂથપેસ્ટ મળી રહેશે. પરંતુ તમને અંદાજ નહિ હોય કે તેના અલગ અલગ પટ્ટીઓનો મતલબ શું થાય છે.
કાળા રંગની પટ્ટી
તેના કાળા રંગની પાછળ ટૂથપેસ્ટના અનેક રહસ્ય છુપાયેલા હોય છે. જે ટૂથપેસ્ટ કંપની પેસ્ટમાં સૌથી વધુ કેમિકલનો ઉપયોગ કરે છે, તે પોતાના પેકના નીચે કાળા રંગની પટ્ટીનો ઉપયોગ કરે છે. આવા ટૂથપેસ્ટના ઉપયોગથી બચવું જોઈએ.
બ્લ્યૂ રંગનું ટૂથપેસ્ટ વધુ સુરક્ષિત છે
જે ટૂથપેસ્ટ પર બ્લ્યૂ રંગનું માર્ક બનેલું છે, તે ટૂથપેસ્ટ તમારા માટે બહુ જ સુરક્ષિત હોય છે. આ ટૂથપેસ્ટમાં પ્રાકૃતિક ચીજોની સાથે સાથે મેડિકેશનવાળા તત્વો પણ રહેલા હોય છે. આ પેસ્ટ તમારા દાંતોને સાફ અને ચમકદાર રાખવાની સાથે મોઢાની અલગ અલગ બીમારીઓમાં પણ કારગર નીવડે છે.
લીલા રંગની પટ્ટીનો આ મતલબ થાય છે
જે ટૂથપેસ્ટ પર લીલા રંગની પટ્ટી બનેલી હોય છે, તે આપણા સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. લીલા રંગની પટ્ટીનો મતલબ છે કે તમારી પેસ્ટમાં માત્ર પ્રાકૃતિક અથવા હર્બલ તત્ત્વોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે હેલ્થ માટે પૂરી રીતે સુરક્ષિત છે.
લાલ રંગની પટ્ટીનો મતલબ
તમે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો, તેની નીચલા હિસ્સામાં જો લાલ રંગની પટ્ટી બનેલી છે, તો તેને મતલબ એ છે કે તેમાં કેમિકલ છે. પરંતુ તેને કાળા રંગની પેસ્ટથી થોડી સારી માનવામાં આવે છે. કેમ કે, કેમિકલની સાથે જ તેમાં પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે.
ટૂથપેસ્ટમાં હોય છે આવા કેમિકલ
ટૂથપેસ્ટમાં અનેક પ્રકારના કેમિકલ હોય છે. જેમ કે, ફ્લોરાઈડ, ડિટરજન્ટ, સોર્બિટોલ, બેકિંગ સોડા, પોટેશિયમ નાઈટ્રેટ, કેલ્શિયમ, ડાઈ કેલ્શિયમ ફોસ્ફેટ ઉપરાંત તેમાં અન્ય કેમિકલ હોય છે.