તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…

  • મેષ (30 ઑગસ્ટ, 2018)મેષ

જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

  • લકી સંખ્યા: 5
  • વૃષભ (30 ઑગસ્ટ, 2018)વૃષભ

સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. સાજા થવાનો એ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે. તેઓ અપાર ખુશીનું માધ્યમ છે. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રૉમેન્ટિક સાંજ જોવાય છે. તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રૉજેક્ટને બરબાદ કરી મુકશો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.

  • લકી સંખ્યા: 4
  • મિથુન (30 ઑગસ્ટ, 2018)મિથુન

સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. વધુ મોડું કર્યા વિના તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ કેમ કે એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી-ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશ અને તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

  • લકી સંખ્યા: 2
  • કર્ક (30 ઑગસ્ટ, 2018)કર્ક

નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે. તમારા ચેત્તાતંત્રને કાયર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે. તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે. આનાથી તમને કોઈ લાભ થવાનો નથી. તમારી ટેવ બદલવી એમાં જ સાર છે. તમારા પ્રિયપાત્રની ગેરહાજરી તમારા દિલને ભીનું કરી શકે છે. થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો-તમારા સહકર્મચારી-સાથી કદાચ તમારી મદદે આવશે-પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

  • લકી સંખ્યા: 6
  • સિંહ (30 ઑગસ્ટ, 2018)સિંહ

વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. તમારૂં વ્યગ્ર વર્તન તમારા ભાઈનો મૂડ બગાડી શકે છે. પ્રેમનું બંધન જાળવી રાખવા તમારે એકમેક માટે માન તથા વિશ્વાસ વિકસાવવાની જરૂર છે. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઊઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. આજે તમારૂં વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે-પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતાં. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.

  • લકી સંખ્યા: 4
  • કન્યા (30 ઑગસ્ટ, 2018)કન્યા

શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે. તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈપણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો. પૂરતો આરામ લેવાનું યાદ રાખજો. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા. તમારૂં પ્રેમ જીવન વસંતના વૃક્ષનાં પાંદડાં સમાન રહેશે. નવા કામ પૂરાં કરવામાં સ્ત્રી સહકર્મચારીઓ મદદરૂપ થશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

  • લકી સંખ્યા: 2
  • તુલા (30 ઑગસ્ટ, 2018)તુલા

તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. મિત્રો સહકાર આપશે પણ તમારા જીવનસાથી સાથે મતભેદને કારણે સર્જાતી નાનકડી સમસ્યા તમારા ઘરની શાંતિને અસર પડોંચાડી શકે છે. પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. નવું સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો.

  • લકી સંખ્યા: 5
  • વૃશ્ચિક (30 ઑગસ્ટ, 2018)વૃષિક

આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો. આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. તમારા ગરમ મિજાજને કારણે કામના સ્થળે તમારા વિકાસ પર આજે પ્રતિકૂળ અસર થઈ શકે છે, ધીરજ ગુમાવતા નહીં. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.

  • લકી સંખ્યા: 7
  • ધનુ (30 ઑગસ્ટ, 2018)ધન

ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફૂલ્લતા લાવશે. તમારૂં પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે, દરેક ક્ષણને માણો. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો.

  • લકી સંખ્યા: 4
  • મકર (30 ઑગસ્ટ, 2018)મકર

તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં ખાસ કરીને શરાબ ટાળજો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુશાલ કરી મુકશે. બહેનથી દૂર થવાના વિચારમાત્રથી તમને દુઃખની લાગણી થવાની શક્યતા છે. તમારે ભવિષ્યની ચિંતા વિના વતર્તમાનને માણવાની જરૂર છે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

  • લકી સંખ્યા: 4
  • કુંભ (30 ઑગસ્ટ, 2018)કુંભ

બહાર જવું-પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા ઉડાઉ સ્વભાવની પરિવાર ટીકા કરશે. તમારે ભવિષ્ય માટે નાણાં બચાવવા જોઈએ અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. નવા વિચારો ઉત્પાદક હશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે, તમારી જીવનસંગિની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે.

  • લકી સંખ્યા: 1
  • મીન (30 ઑગસ્ટ, 2018)મીન

તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મુકશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ. પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ. હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે- આમ છતાં, સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા.

  • લકી સંખ્યા: 8

વાંચો આજે જે વ્યક્તિઓનો જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે…

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

ઑગસ્ટ 30, 2018 – ઑક્ટોબર 20, 2018

બુધ તમારા ભાવ સંખ્યા 12 માં છે .આ સમય તમારી માટે બહુ સંતોષજનક નથી. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયાસોમાં નિષ્ફળતા તમારી હતાશા વધારી મુકશે. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. તમે બિનજરૂરી ખર્ચ કરશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને હેરાન કરશે. ખાસ કરીને વૃદ્ધોને મોતિયો તથા કફને લગતી સમસ્યાઓ નડશે.

ઑક્ટોબર 20, 2018 – નવેમ્બર 11, 2018

કેતુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. તમે ઉદાર બનશો અને લોકોને મદદ કરશો. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે, તેનાથી લાભ થવાની શક્યતા છે. જો તમે નોકરિયાત હો તો, નોકરીના સ્થળે તમારી પરિસ્થિતિમાં સુધારો થશે.

નવેમ્બર 11, 2018 – જાન્યુઆરી 11, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 2 માં છે .કોઈ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તથા સટ્ટાકીય પ્રવૃત્તિમાં ભાગ્ય તમારા પક્ષે રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિની શક્યતા છે. આ સમયગાળો તમારી માટે શ્રેષ્ઠતમ પુરવાર થઈ શકે છે, શરત એટલી કે તમે એ માટે મહેનત કરવા તૈયાર હો. તમે કેટલીક મિલકત મેળવશો તથા સમજદારીભર્યું રોકાણ કરશો. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથે મળશે. પરિવારિક તરફથી મળતા સહકારમાં વધારો જોવા મળશે. સ્વાદિષ્ટ ભોજન માટેનો ટેસ્ટ વિકસાવશો. ઘરમાં સ્નેહ મિલનની શક્યતા છે.

જાન્યુઆરી 11, 2019 – જાન્યુઆરી 29, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

જાન્યુઆરી 29, 2019 – ફેબ્રુઆરી 28, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 8 માં છે .વ્યવસાય અથવા નવા સાહસ અંગે કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. જોખમ લેવાનું સદંતર ટાળજો, કેમ કે આ તમારી માટે અનુકુળ સમય નથી. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય તમારી અકળામણ વધારી મુકશે. સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું અન્યથા તેનાથી આર્થિક નુકસાનની શક્યતા છે. પ્રતિસ્પર્ધીઓ તમારી માટે વ્યક્તિગત તથા વ્યાવસાયિક મોરચે સમસ્યાઓ ઊભી કરવાનો પ્રયાસ કરશે. પાણીથી દૂર રહેજો કેમ કે ડૂબવાનો ભય છે. શરદી તથા તાવ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ લાવશે.

ફેબ્રુઆરી 28, 2019 – માર્ચ 22, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 6 માં છે .આ તમારી માટે સુંદર તબક્કો છે, તેનો ફાયદો લેવાનો પ્રયાસ કરજો. તમારી તમામ તાણ અને મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે. પારિવારિક તથા વ્યાવસાયિક વતાવરણ તમારી તરફેણમાં રહેશે. વાહન હંકારતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું. તમારા શત્રુઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે કેમ કે તમે તેમને કચડી નાખવની માનસિક સ્થિતિમાં છો. તમે બહાદુર વ્યક્તિ તરીકે સામે આવશો અને વ્યવસાયમાં વિશેષ યોગ્યતા પણ મેળવશો.

માર્ચ 22, 2019 – મે 15, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .આ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી છે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.

મે 15, 2019 – જુલાઈ 03, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 3 માં છે .તમારી ભૌતિક જરૂરિયાતોને સંતોષવા તથા તમારી અંગત સુરક્ષાની રચના કરવા માટે અન્યો તરફથી સારી મદદ મળશે અથવા તેમના પ્રભાવને કારણે તમે એ દિશામાં આગળ વધી શકશો. નાણાં ચોક્કસ જ તમારી દિશામાં આવશે અને તમારી અંગત માન્યતાઓ, સપનાં તથા ફિલસૂફી પર ઊંડી છાપ છોડશે. તમારી યોગ્યતાને સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ તરફથી માન્યતા તથા સરાહના મળશે. તમારો સ્વભાવ મૈત્રીભર્યો છે અને વિવિધ સામાજિક પરિપ્રેક્ષ્યમાં તમને સમૂહમાં કામ કરવું આસાન જણાશે, સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓને કારણે તમે થોડા ખિન્ન રહેશો. બાહ્ય ફેરફાર કરતાં વ્યક્તિગત પરિવર્તનો વધુ અસરકારક છે.

જુલાઈ 03, 2019 – ઑગસ્ટ 30, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 5 માં છે .નોકરીને લગતી બાબતો સરેરાશથી ઓછી તથા સદંતરપણે સંતોષકારક કહી શકાય એવી નહીં હોય. આ સમયગાળામાં કાર્યસ્થળનો માહોલ વ્યગ્ર તથા તાણ હેઠળ રહેશે. જોખમ લેવાની વૃત્તિને સંપૂર્ણપણે દબાવવી જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારે મહત્વની પ્રવૃત્તિઓ ટાળવી જોઇએ. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષે તમે કેટલાક પડકારોમાં અંતરાયોનો અનુભવ કરશો. અનિશ્ચતતા તથા કેટલીક બાબતોમાં મૂંઝવણ પ્રવર્તશે. તમારા પોતાના લોકો તરફથી પીઠબળનો સંપૂર્ણ અભાવ જોશો. તમારી સામે કાનૂની પગલાં લેવાય એવી શક્યતા પણ છે. તમારી પ્રિય વ્યક્તિની તબિયત ચિંતા કરાવી શકે છે. આ સમયગાળામાં સંતાનપ્રાપ્તિની બાબતમાં સમસ્યાઓ પેદા થશે. આ સમયગાળામાં ધીરજ રાખવી તથા પરિવર્તન ટાળવું

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશિભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

Comments

comments


4,411 views

Leave a Reply

Your email address will not be published.


8 − = 4