તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…

  • મેષ (29 ઑગસ્ટ, 2018)મેષ

સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. તમારા નિર્ણયોમાં માતા-પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

  • લકી સંખ્યા: 2
  • વૃષભ (29 ઑગસ્ટ, 2018)વૃષભ

તમારા પરિવાર માટે તમે તમારી ખુશીનું બલિદાન આપશો. પણ તમારૂં બલિદાન કોઈક હિત કે અપેક્ષાથી પર હોવું જોઈએ. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. બિનજરૂરી દલીલો પરિવારમાં તાણ સર્જી શકે છે. યાદ રાખો દલીલો દ્વારા મેળવાયેલો કોઈપણ વિજય ખરા અર્થમાં વિજય નથી. શક્ય હોય ત્યાં સુધી તમારી તાકર્કિક શક્તિનો ઉપયોગ કરી તેને ટાળો. તમારા વડીલોની વાત સાંભળો તથા સમસ્યા ઉકેલવા શાંતિથી વિચારો. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂરૂ નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

  • લકી સંખ્યા: 2
  • મિથુન (29 ઑગસ્ટ, 2018)મિથુન

ગર્ભવતી મહિલાઓ તેમના સ્વાસ્થ્યની વધુ તકેદારી રાખે. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમારા જીવનસાથી પ્રત્યે તમારૂં બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે. વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટવક્તા અને લાગણીશીલ બનતા નહીં-તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે.

  • લકી સંખ્યા: 9
  • કર્ક (29 ઑગસ્ટ, 2018)કર્ક

પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારા પરિવાર માટે કોઈક સારા તથા અર્થપૂર્ણ કાર્યમાં જોખમ લો. ગભરાતા નહીં કેમ કે વેડફાયેલી તક કદાચ પાછી ન પણ આવે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

  • લકી સંખ્યા: 3
  • સિંહ (29 ઑગસ્ટ, 2018)સિંહ

સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. તમારો રૉમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

  • લકી સંખ્યા: 2
  • કન્યા (29 ઑગસ્ટ, 2018)કન્યા

માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમે ખરીદી કરવા બહાર નીકળો એવી શક્યતા છે-પણ તમે જો મહત્વની ન હોય એવી વસ્તુઓ પાછળ ખર્ચ કરશો તો તમે તમારા સાથીનો મૂડ ગંભીરપણે બગાડી મુકશો. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે.

  • લકી સંખ્યા: 9
  • તુલા (29 ઑગસ્ટ, 2018)તુલા

જરૂરર પડે તો પ્રતિબંધક દવા લો. કેમ કે તમારી રોગપ્રતિકારક શક્તિ નીચી છે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. બાળકો તમારૂં ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. આજે તમે કામના સ્થળે તમારો પિત્તો ગુમાવી શકો છો. આથી તૈયાર રહેજો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે. અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો.

  • લકી સંખ્યા: 2
  • વૃશ્ચિક (29 ઑગસ્ટ, 2018)વૃષિક

આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. કોઈપણ ભોગે ઘરની જવાબદારીઓ તરફ આંખ આડા કાન કરતા નહીં. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે. પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે. તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ. યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે, પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.

  • લકી સંખ્યા: 4
  • ધનુ (29 ઑગસ્ટ, 2018)ધન

તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. બાળકો સાથેનો ઝઘડો માનસિક તાણમાં વધારો કરશે-તમારી જાતને એક તબક્કા કરતાં વધુ ખેંચશો નહીં કેમ કે કેટલાક મુદ્દાને ન સ્પર્શો એ જ શ્રેષ્ઠ છે. તમારી લાગણીઓ અભિવ્યક્ત કરવાનું તમને કદાચ મુશ્કેલ લાગશે. આજે તમારા જીવનમાં પરદાની પાછળ તમારી જાણમાં હોય તેના કરતાં ઘણું વધારે બની રહ્યું હોવાનું જણાય છે-આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. લાગે છે કે આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ છે અને તમને એની જાણ થયા વિના નહીં રહે.

  • લકી સંખ્યા: 1
  • મકર (29 ઑગસ્ટ, 2018)મકર

આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. ઘરની જવાબદારીઓ તથા નાણાં માટે કકળાટ આજે તમારા વૈવાહિક જીવનને કલુષિત કરી શકે છે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે.

  • લકી સંખ્યા: 1
  • કુંભ (29 ઑગસ્ટ, 2018)કુંભ

તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે-સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે- તમારા વ્યકતિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

  • લકી સંખ્યા: 8
  • મીન (29 ઑગસ્ટ, 2018)મીન

તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. નાનકડા મતભેદો ઊભા થવાને કારણે રૉમાન્સ પર તેની અસર પડશે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. કેટલીક વાર ગુસ્સામાં તમે બધી જ બાબતો પર શંકા કરવા લાગો છો, જે ખોટું છે અને તમે તે જાણો છો. પણ આજે તમે તમારા વૈવાહિક બંધન પર જ શંકા કરશો.

  • લકી સંખ્યા: 6

વાંચો આજે જે વ્યક્તિઓનો જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે…

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

ઑગસ્ટ 29, 2018 – ઑક્ટોબર 26, 2018

શનિ તમારા ભાવ સંખ્યા 6 માં છે .તમે ઉર્જાથી છલોછલ છો અને આ બાબત ચોક્કસ જ તમને પીઠબળ આપનારા લોકોને તમારા જીવનમાં આકર્ષશે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે. આર્થિક રીતે તમારી માટે આ સરસ સમય છે. તમારા વ્યક્તિત્વમાં તથા કાર્યક્ષેત્રે તથા મિત્રો અને પરિવારમાં સુમેળ જાળવવાના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. તમે તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાનું શીખી રહ્યા છો તથા તમારી અંગત જરૂરિયાતો તથા તમારી જાત સાથે તાદાત્મ્ય સાધવાના મોટા લાભ તમને મળશે. નોકરીમાં તમારૂં સ્તર જરૂર સુધરશે. તમારા સહ-કર્મચારીઓ તથા નીચે કામ કરતા લોકો પાસેથી સંપૂર્ણ સહકાર મેળવશો. આ સમયગાળામાં તમે જમીન અથવા મશીનરી ખરીદશો. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેજો.

ઑક્ટોબર 26, 2018 – ડિસેમ્બર 16, 2018

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

ડિસેમ્બર 16, 2018 – જાન્યુઆરી 07, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 7 માં છે .આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળદાયી છે. માનસિક તાણ અને દબાણને કારણે આ સમયગાળામાં તમારે સહન કરવાનું આવશે. તમારી વ્યાવસાયિક ભાગીદારીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે આ સમયગાળો સારો નથી. મુસાફરી ફળદાયી નહીં નીવડે. જોખમ લેવાની વૃત્તિ પર સંપૂર્ણપણે અંકુશ રાખવું. તમારા નિકટજન અથવા પ્રિયપાત્ર સાથે તમારી તકરાર થઈ શકે છે, આથી આ પ્રકારની પરિસ્થિતિને ટાળવી. પ્રેમ તથા રોમાન્સ માટે આ સારો સમય નથી. પ્રેમ સંબંધ તથા અન્ય સંબંધોમાં તમારે બહુ સાવચેત રહેવું કેમ કે તેનાથી અપમાન થવાની તથા પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા છે.

જાન્યુઆરી 07, 2019 – માર્ચ 08, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 3 માં છે .લોકો તમારી તરફ આશાભરી નજરે જોશે તથા તમારી સલાહ લેવા આવશે. સમસ્યાઓ એની મેળે ઉકેલાવાની શરૂઆત થશે. આ આખો સમયગાળો તમારી માટે મોટી શક્યતાઓ અને ઊર્જાના તબક્કાનો રહેશે. સમય તમારી માટે સદભાગ્ય, કૌશલ્ય અને હિંમત લાવશે. ઉપરીઓ પાસેથી ભૌતિક લાભ તથા સ્વીકૃતિ મળશે. આથી નવા કામ હાથ ધરવા માટે તથા નવા સ્થળે જવા માટે આ સારો સમય છે. તમે અનેક લોકો સાથે સંકળાશો તથા સંપર્કોનો ઉપયોગ લેવડ-દેવડ બંનેમાં કરી શકશો. આ સમયગાળો તમારા ભાઈભાંડુઓ માટે ખુશી તથા સફળતા લાવશે.

માર્ચ 08, 2019 – માર્ચ 27, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

માર્ચ 27, 2019 – એપ્રિલ 26, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 9 માં છે .પારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારી પ્રર્વતશે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા માટે આ સારો સમય છે, સહકર્મચારીઓ પાસેથી કશુંક નવું શીખી શકશો. મિત્રો તથા વિદેશીઓ સાથેના સારા સંબંધો ફળદાયી સાબિત થશે. જમીન મેળવશો. તમારા હાથે સખાવતી પ્રવૃત્તિઓ થશે. તમારા સંતાનો પણ સફળતા પ્રાપ્ત કરશે અને તમારી માટે ખુશી લાવશે. સુંદર જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.

એપ્રિલ 26, 2019 – મે 17, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 7 માં છે .આ વર્ષમાં તમારે એક જ બાબત ટાળવી જોઈએ, અને તે છે વધારે પડતો આત્મવિશ્વાસ. ઘર માટે અથવા પરિવારના કોઈક સભ્યની તબિયતની સ્થિતિ પાછળ ખર્ચને કારણે નાણાં વ્યયનું પ્રમાણ વધારે રહેશે. પારિવારિક સંબંધો તરફના તમારા અભિગમમાં વધુ જવાબદાર બનવાનો પ્રયાસ કરજો. તમારી નબળાઈઓને લાભ અન્યો લે અને પછી તમને લાગણીશીલ રીતે છિન્નભિન્ન કરી નાખે તેવી શક્યતા છે. જીવનસાથી સાથે અથવા પ્રેમ જીવનમાં સમસ્યાઓને કારણે વિસંવાદિતા સર્જાવાની શક્યતા છે. મુસાફરી ફળદાયી પુરવાર નહીં થાય એટલું જ નહીં તે નુકસાનમાં પરિણમશે.

મે 17, 2019 – જુલાઈ 11, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 1 માં છે .તમે નવા ક્ષેત્રમાં કામ કરશો તો તે નુકસાનકારક સાબિત થશે, કેમ કે તેમાં ખર્ચ સાતત્યપણે વધશે, જે સીધા લાભમાં નહીં પરિણમે અથવા તેમં લાંબા ગાળે કશું જ પ્રાપ્ત નહીં થાય. શત્રુઓ તરફથી તકલીફ થશે અને કોર્ટ-કચેરીથી પરેશાન થશો. તમારા વર્તમાન કામને જાળવી રાખી શકશો તથા તમારા દૃષ્ટિકોણમાં સ્થિર અને લો-પ્રોફાઈલ રહી શકશો. મધ્યમ તથા લાંબા ગાળાની યોજના શરૂ કરો. આંખને લગતી સમસ્યા થશે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેની તમારી મિત્રતા સુમેળભરી નહીં હોય. ઝડપથી નાણાં બનાવવાની યોજનાઓમાં રોકાણ કરતા પૂર્વે પૂરેપૂરી તકેદારી લેજો. તમારા ગર્લ-બોયફ્રેન્ડને સમસ્યા થઈ શકે છે.

જુલાઈ 11, 2019 – ઑગસ્ટ 29, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 4 માં છે .પરિવાર સાથે ઊંડા તાદાત્મય અને લાગણીશીલ જોડાણની ઈચ્છા તમે ધરાવો છો, આ બાબત તમે તમારા માતા-પિતા પાસેથી શીખ્યા છો. પારિવારિક જીવનમાં સુસંવાદિતાની ખાતરી છે. ઉચ્ચ વ્યક્તિગત મૂલ્યો તથા આદર્શવાદી હોવું, એ કેટલાંક કારણો છે જેને કારણે અન્યો તરફથી તમને ભેટો તથા આશીર્વાદ મળી રહ્યા છે. તમારી ઉર્જા તમારા વ્યક્તિગત સંબંધો તથા ભાગીદારીને મળી રહી છે. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ સાથે તમે સંપર્કમાં આવશો. તમારી પ્રતિષ્ઠા અને માનમં વધારો થશે, તમે તમારૂં વાહન નફા માટે અથવા વધુ સારૂં વાહન ખરીદવા માટે વેચશો.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

Comments

comments


4,313 views

Leave a Reply

Your email address will not be published.


− 6 = 1