* સુંદર દેખાવું તો બધાને જ ગમે. સુંદર દેખાવવા માટે તમે રોજ રોજ પાર્લર તો ન જ જઈ શકો. તેથી સુંદર દેખાવવા તમે ઘરે પણ બ્યુટી ટીપ્સ વાપરી શકો છો.
* ન્હાતા પહેલા જો થોડા ગરમ ઓલીવ ઓઈલથી માલીશ કરવામાં આવે તો ત્વચા સુંદર, ચમકદાર અને સ્વચ્છ રહે છે.
* જો માથામાં ડેન્ડ્રફ હોય તો જે તેલથી તમે માથામાં માલીશ કરો તેમાં લીંબુનો રસ નાખવો અને વાળની માલીશ કરવી. આમ કરવાથી માથામાં રહેલ ખોડો દુર થાય છે.
* આંબળાના જ્યુસમાં મુલતાની માટી મેળવીને માથાના વાળમાં લગાવવાથી તે પ્રાકૃતિક કંડીશનરની જેમ મદદ કરે છે.
* જો તમને આંખોની બહાર કાળા કુંડાળા પડવા લાગે તો તે જગ્યાએ ચણાના લોટમાં ક્રશ કરેલ સંતરાની છાલ મેળવીને લગાવવાથી તમને લાભ થશે.
* બટાટાની છાલને મિક્સરમાં પીસી ૧૫ થી ૨૦ મિનીટ ચહેરા પર લગાવીને ઘોવો. પછી થોડા ગરમ પાણીથી ચહેરો ધોઈ લેવો. જો તમારી પાસે બટાટાની છાલ ન હોય તો તમે બટાટાની સ્લાઈસ કરીને પણ ચહેરા પર ઘસી શકો છો. આમ કરવાથી તમારો ચહેરો ગોરો બનશે.
* જો તમારા નાજુક હોંઠો કાળા પડી જતા હોય તો તમે સુવો ત્યારે હોઠે દૂધ લગાવીને સુવું. આમ કરવાથી હોંઠ ગુલાબી બનશે.
* ઘણા લોકોના મોઢા પર અન્વોન્ટેડ હેર હોય છે. તેથી ચણાના લોટમાં લીંબુનો રસ, મલાઈ અને ચંદનનો પાવડર મેળવી ફેસપેક બનાવીને ચહેરા પર લગાવો. આમ કરવાથી ચહેરા પર પ્રાકૃતિક ગ્લો આવશે.
* ગ્રીન ટી થી ઘણા ફાયદો થાય છે. આના સેવનથી સ્કીન કેન્સર દુર થાય છે. આમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. તેથી આનું સેવન કરી શકો છો.
* ચહેરા પર લીંબુનો રસ લગાવી ઘસવું. આનાથી ફેસની કરચલીઓ દુર થશે.
* ગુલાબ જળ અને મુલતાની માટીનું ફેસપેક રોજ ચહેરા પર લગાવવાથી ચહેરામાં નીખાર આવશે. આની કોઈ સાઈડ ઈફેક્ટસ નથી. આનાથી ફેસ પર નેચરલ ગ્લો આવશે.
* વૈસેલીન લગાવીને આઇબ્રો ને મોટા કરી શકાય છે. આ સિવાય નારીયેલ તેલને નેણ પર લગાવવાથી વાળ જલ્દીથી વધવા લાગશે.
* હાથોની મસાજ કરવા માટે પાણીમાં સાબુ નાખી હલાવવું જેથી ફીણ વળશે. બાદમાં સાબુ કાઢી નાખવો. હવે ફીણ વાળા આ પાણીમાં લીંબુના ટીપા નાખવા. પછી આમાં હાથ બોળી રાખવા. આમ કરવાથી હાથની મસાજ થશે.