તેમાં કોઈ બે મત નથી કે બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સારા ડાન્સરમાંથી એક છે. એક્ટિંગની સાથે સાથે પોતાની ડાંસિંગ સ્કિલ્સથી ટાઈગર ઓડિયંસને પણ આશ્ચર્યમાં મુકી દે છે. હંમેશા ટાઈગર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ડાંસિગ વીડિયો અપલોડ કરતા હોય છે, જે વાયુવેગે વાયરલ થાય છે. શુક્રવારે તેમને હોલિવૂડ સિંગર જસ્ટિન બીબરના ગીત પર એવો જાન્સ કર્યો છે, જેને જોઈને તમે ટાઈગરની અદાઓ પર ફિદા થઈ જશો.
https://www.instagram.com/p/BmQWGNeHcwJ/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
ટાઈગર પોતાના લેટેસ્ટ વીડિયોમાં સિંગર જસ્ટિન બીબરના વર્ષ 2015ના સુપરહિટ ગીત ‘Where Are U Now’ પર ડાન્સ કરી રહ્યો છે. ગીતમાં ટાઈગર પહેલા શર્ટલેસ અવતારમાં પોતાની બોડી બતાવી રહ્યો છે. તેના પછીના સીનમાં તે ટી-શર્ટ પહેરતો જોવા મળે છે. આમ તો આ વીડિયોમાં ટાઈગરે ઘણા આઉટફિટ બદલ્યા છે. તેમ છતા તેના ડાન્સ પરથી એક સેંકન્ડ માટે પણ તમે નજર હટાવી નહી શકાય.
https://www.instagram.com/p/BlkX8gaDtiu/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
અભિનેતાએ આ વીડિયો બે દિવસ પહેલા અપલોડ કર્યો હતો. અને અત્યાર સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર 16 લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. ટાઈગર હંમેશા બોલિવૂડ અથવા હોલિવૂડ ગીત પર ડાન્સ કરતો પોતાનો વીડિયો શેર કરે છે. જેના દ્વારા તેમના ફેન્સ તેમની ડાન્સિંગ સ્કિલ જોઈ શકે છે તેથી અત્યારે બધા ટાઈગરના ડાન્સને બહુ પસંદ કરી રહ્યા છે.
https://www.instagram.com/p/Bkz-xH7HXQ3/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
ટાઈગર શ્રોફે હાલમાં ધર્મા પ્રોડક્શનની આવનારી ફિલ્મ સ્ટૂડંન્ટ ઓફ ધ યર 2 નું શૂટિંગ દહેરાદૂનમાં પૂરુ કર્યું છે. ફિલ્મનું ડિરેક્શન પુનીત મલ્હોત્રાએ કર્યું છે. તે 2012માં આવેલી કરણ જોહરની ફિલ્મની સીક્વલ છે. સ્ટૂડન્ટ ઓફ ધ યર 2 માં ચંકી પાંડેની દીકરી અનન્નયા પાંડે સિવાય તારા સુતારિયા જોવા મળશે. અનન્યાને હંમેશા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સાથે જોવા મળે છે. અનન્યા પાંડે, સુહાના ખાન અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ છે.
લેખન સંકલન- પ્રિયંકા પંચાલ