થાઈરોઇડ વિષે A થી લઈને Z સુધીની સંપૂર્ણ માહિતી અને આયુર્વેદિક ઈલાજ…

આજકાલ દોડધામ વાળા જીવન માં આ સમસ્યા સામાન્ય એવી થી ગઈ છે, અને એલોપેથી માં તેનો ઈલાજ પણ નથી, બસ જીવન આખું દવાઓ પીતા રહો અને આરામ જરા પણ નહી. થાઈરોઈડ માનવ શરીરમાં મળી આવતા એન્ડોક્રાઈન ગ્લેન્ડ માંથી એક છે.થાઈરોઈડ ગ્રંથી ગરદનમાં શ્વાસ નળીની ઉપર અને સ્વર યંત્રની બન્ને તરફ બે ભાગમાં બનેલી હોય છે.

તેનો આકાર તિતલી જેવો હોય છે. તે થાઈરોકસીન નામના હાર્મોન માંથી બને છે જેનાથી શરીરની ઉર્જા ઘટે છે, પ્રોટીન ઉત્પાદન અને બીજા હાર્મોન દ્વારા થતી સંવેદનશીલતા નિયંત્રિત થાય છે. આ ગ્રંથી ઉર્જા અને પાચનની મુખ્ય ગ્રંથી છે. તે એક જાતની માસ્ટર લીવર જેવું છે. જે એવા જીન્સ નો સ્ત્રાવ કરે છે. જેથી કોશિકાઓ પોતાનું કાર્ય સારી રીતે કરે છે.

જો આ ગ્રંથીનું સારી રીતે કામ ન કરે તો આના કારણે ઘણી જાતની મુશ્કેલીઓ ઉભી થાય છે. થાઈરોઈડને સાઈલેંટ કિલર ગણવામાં આવે છે, કેમ કે તેના લક્ષણો વ્યક્તિને ધીમે-ધીમે ખબર પડે છે અને જ્યારે આ બીમારીનું નિદાન થાય છે. ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. ઈમ્યુન સિસ્ટમમાં ગડબડથી શરૂઆત થાય છે. પણ મોટાભાગના એન્ટી શરીર ટેસ્ટ નથી કરતા જેથી ઓટો ઈમ્યુનિટી જોવા મળે છે.

આ ગ્રંથી શરીરમાં મેટાબોલીજ્મ ને નિયંત્રિત કરે છે. એટલે કે જે ભોજન આપણે ખાઈએ છીએ તે ઉર્જા માં બદલવાનુ કામ કરે છે. તે ઉપરાંત તે હ્રદય, માંસપેશીઓ, હાડકા અને કોલેસ્ટ્રોલને પણ અસર કરે છે. સામાન્ય રીતે શરૂઆતના સમયમાં થાઈરોઈડના કોઈપણ લક્ષણની ખબર સરળતાથી નથી પકડાતા, કેમ કે ગરદનમાં નાની એવી ગાંઠ સામાન્ય ગણવામાં આવે છે અને જ્યાં સુધી તેને ગંભીરતાથી લેવામાં આવે છે, ત્યાં સુધી તે ગંભીર સ્વરૂપ લઇ લે છે.

જાણો થાઇરોડ થવાના કારણો:

૧) થાઈરોઈડ તે માત્ર એક વધેલા ગ્રંથી ખેંગા છે, જેમાં થાઈરોઈડ હાર્મોન બનાવવાની ક્ષમતા ઓછી થઇ જાય છે
૨) ઘન સોયા પ્રોટીન, કેપ્સ્યુલ, અને પાવડર ના સ્વરૂપમાં સોયા ઉત્પાદનોની જરૂર થી વધુ ઉપયોગ થી પણ થાઈરોઈડ થવાના કારણો હોઈ શકે છે.
૩) ઘણી વખત મેડીકલ ની કે પછી વિદેશી દવાઓની આડ અસર ને લીધે પણ થાઈરોઈડ થાય છે.
૪) થાઈરોઈડ ની સમસ્યા પીટ્યુટરી ગ્લેન્ડ ને કારણે પણ થાય છે કેમ કે તે થાઈરોઈડ ગ્રંથી હાર્મોન ના ઉત્પાદન કરતા સાવધ નથી કરી શકતી.
૫) ભોજનમાં આયોડીન નમક ની ઓછત કે વધુ ઉપયોગ થી પણ થાઈરોઈડ ની સમસ્યા ઉત્પન્ન થાય છે.
૬) જયારે માનવ શરીર માં તનાવ નું માપ વધે છે તો તેની તરત અસર થાઈરોઈડ ગ્લેન્ડ ઉપરજ પડે છે. તે ગ્રંથી હાર્મોન્સ ના સ્ત્રાવ ને વધારી દે છે. જો તમારા કુટુંબમાં કોઈને થાઈરોઈડ ની સમસ્યા હોય તો તમને થાઈરોઈડ થવાની શક્યતા વધુ રહે છે. આ થાઈરોઈડનું સૌથી ખાસ કારણ છે કેમકે આ એક વારસા પેટે આવે છે.


૭) ગેસ પણ થાઈરોઈડ નું સૌથી મોટું કારણ છે. તેથી આ ગ્રંથી માંથી થાઈરોઈડ હાર્મોન્સ નો સ્ત્રાવ ઘણો વધી જાય છે. ગેવ્સ રોગ મોટાભાગે ૨૦-૪૦ ની ઉંમર વચ્ચે જ મહિલાઓ ને અસર કરે છે, કેમ કે ગેવ્સ રોગ વારસાગત કારણો સાથે જોડાયેલ વારસાગત વિકાર છે, તેથી થાઈરોઈડ રોગ એક જ કુટુંબ માં ઘણા લોકોને અસર કરી શકે છે.
૮) થાઈરોઈડ ના આગળ ના કારણો છે ગર્ભાવસ્થા, જેમાં પ્રસુતિ નો સમય પણ જોડાયેલ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રી ના જીવનમાં એવો સમય હોય છે કે જયારે તેના આખા શરીર માં મોટા એવાં ફેરફાર થાય છે, અને તે તનાવ યુક્ત રહે છે.
૯) સ્ત્રીઓ માં થતી રજો નિવૃત્તિ પણ થાઈરોઈડ નું કારણ છે. કેમ કે રજોનિવૃત્તિ ના સમયે પણ એક સ્ત્રીમાં ઘણા પ્રકારના હાર્મોનલ ફેરફાર થતા હોય છે. જે ઘણી વખત થાઈરોઈડનું કારણ બની શકે છે.

થાઈરોઈડના લક્ષણો
૧) કબજીયાત
થાઈરોઈડ થી કબજિયાત ની સમસ્યા ઉત્ત્પન્ન થઇ જાય છે. ખાવા નું પચાવવામાં તકલીફ થાય છે. સાથે જ ખાવાનું સરળતાથી ગળાથી નીચે પણ નથી ઉતરતું. શરીરના વજન ઉપર પણ આડ-અસર થાય છે.

૨) થોડા થોડા સમયે હાથ તથા પગ ઠંડા પડી જવા
માનવ શરીરનું તાપમાન સામાન્ય એટલે ૯૮.૪ ડીગ્રી ફોરનહાઈટ હોવા છતાં પણ તેના હાથ પગ હંમેશા ઠંડા રહે છે.

૩) પ્રતિરોધક શક્તિ નબળી પડી જવી
થાઈરોઈડ થવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી થઇ જાય છે. ઈમ્યુન સીસ્ટમ નબળી થવાને કારણે ઘણી બીમારીઓનુ ઘર બની જાય છે.

૪) થાક
આ તકલીફ થી પીડાતો માણસ જલ્દી થાકી જાય છે. તેનું શરીર સુસ્ત રહે છે. તે આળસુ થઇ જાય છે અને શરીરની ઉર્જા ની ઉણપ થાય છે.

૫) ત્વચાનુ સુકાવુ:
આના થી પીડિત વ્યક્તિની ત્વચા સુકાવા લાગે છે. ત્વચામાં સુકાપણું આવી જાય છે. ત્વચાના ઉપરના ભાગના સેલ્સ ની ક્ષતિ થવા લાગે છે જેથી ત્વચા રૂખી-સુકી થઇ જાય છે.

૬) તાવ આવવો
આ રોગ ને લીધે માણસ ને તાવ આવવા માંડે છે અને આ તાવ સામાન્ય તાવ થી જુદો હોય છે અને તે ઠીક પણ નથી થતો.

૭) ડીપ્રેશન
આ રોગ થી માણસ હંમેશા ડીપ્રેશન માં રહેવા લાગે છે. તેનું કોઈ કામમાં મન નથી લાગતું, મગજ ની સમજવા કે વિચારવાની શક્તિ ક્ષિણ થઇ જાય છે અને તેથી યાદશક્તિ પણ નબળી થઇ જાય છે.

૮) વાળ ખરવા
આ રોગ થવા થી માણસના વાળ ખરવા લાગે છે અને ટાલીયાપણું આવી જાય છે. સાથે-સાથે તેની ભ્રમરના વાળ પણ ખરવા માંડે છે.

૯) માંસપેશીઓ અને સાંધામા દુ:ખાવો
આ રોગ થી આપળી માંસપેશીઓ અને સાંધા માં દુ:ખાવાથાય છે તેમજ શરીર નબળું થતું જાય છે.એ પણ આ રોગ ના સામાન્ય લક્ષણ હોઈ શકે છે.

૧૦) શારીરિક અને માનસિક વિકાસ
શારીરિક અને માનસિક વિકાસ માં પણ અવરોધ રૂપ બને છે આ રોગ. જો તમને આવા કોઈપણ લક્ષણ જોવા મળે છે તો તમે તમારા ચિકિસ્તક નો સંપર્ક કરો તમને થાઈરોઈડ ની સમસ્યા હોય શકે છે.

વધુ અસરકારક ઘરેલું ઉપાય
૧) સવારે ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવો, ઘર માંજ ઘઉં ના જવારાનું જ્યુસ કાઢીને પીવો, ત્યાર પછી એક ગ્લાસ પાણીમાં દરરોજ ૩૦ મિ.લી કુંવારપાઠા નુ જ્યુસ અને ૨ ટીપા તુલસી ના પાન નાખીને પીવો, જેમાં ફાઈબર નુ પ્રમાણ વધુ હોય, માત્ર કોરું પાણી ન હોય. બજારમાં આજકાલ પંચ તુલસી ઘણી આવી રહેલ છે. આ બધું કરવાના અડધા કલાક સુધી કાંઈ જ ખાવું-પીવું નહિ, તે સમયે તમારે માત્ર પ્રાણાયામ કરવો.

૨) અખરોટ અને બદામ છે ફાયદાકારક
અખરોટ અને બદામ માં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે. જે આ રોગની સમસ્યા ના ઉપચાર માં ફાયદાકારક સાબિત થાય છે. ૧ આખી અખરોટ માં ૫ માઈક્રો.ગ્રામ. સેલેનિયમ હોય છે. અખરોટ અને બદામ ના સેવન થી થાઈરોઈડ ના કારણે ગળા માં થતા સોજા માં પણ કેટલાક અંશે ઓછુ કરી શકાય છે. અખરોટ અને બદામ સૌથી વધુ ફાયદાકારક હાઈપોથોયરાઇડીજ્મ હોય છે.

તેની સાથે રાત્રે સુતા સમયે ગાયનું ગરમ દૂધ સાથે ૧ ચમચી અશ્વગંધા ચૂર્ણનું સેવન કરો. સાથે-સાથે પ્રાણાયામ કરવાના છે અને એમાય ઉજ્જાઈ પ્રાણાયામ કરો કે જે ગળાને સંકુચિત કરીને પૂરી તાકાત થી ઉપરથી શ્વાસ લેવાનો હોય છે


૩) સફેદ મીઠુ છે ઘણું નુકશાનકારક
આજકાલ જે બજાર માં સફેદ મીઠું આપણે ને આયોડીન ના નામ થી આપવામાં આવી રહેલ છે, ભલે તે કેટલી પણ મોટી કંપની હોય, માત્ર સામાન્ય માણસ ને મુર્ખ બનાવવા માટે છે. મીઠું માત્ર સિંધા કે કાળું જ ઉપયોગ કરો.

૪) કાળા મરી
આ રોગ માટે કાળા મરીનો ઉપયોગ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. કાળા મરીને યથા સંભવ નિયમિત ઉપયોગ ભલે તે કોઈપણ પ્રકાર ના હોય પણ તેનો ઉપયોગ કરવાથી આ રોગ માં લાભ થાય છે.

૫) અળસી પણ છે લાભકારક
એક ચમચી અળસી ને થોડા કરકરું વાટી ને દહીંમાં નાખીને તેની સાથે તુલસીના પાન નાખીને ખાવાથી પણ ફાયદો થાય છે.

Comments

comments


4,694 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 12