અહી આપણે ઇન્ડોનેશિયાને દુનિયાની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાથી એક કહી શકીએ છીએ અને અહી જંગલથી લઇને સમુદ્ર કિનારા અને પ્રાચીન મંદિર સુધી પણ ઇન્ડોનેશિયામા ઘણા બધા ફરવાલાયક ઘણા સ્થળો આવેલા છે અને અપણા ભારતીઓનુ ફેવરીટ માંથી એક બાલી છે તે ત્યાના મંદિરો અને શાનદાર સમુદ્ર તટના અને બીચના કારણે ભારતીય ટૂરિસ્ટનુ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યુ છે માટે આ દેશમાં ફરવા જવા માટે તમારે થોડાક જ પૈસામાં તમે સારા ડેસ્ટીનેસન માં ફરી શકશો.
અહી છે ભારતીય કરન્સીની એટલેકે રૂપિયાની વધારે કિંમત
આપને જેમ ભારતીય કરન્સી રૂપિયો છે તેમ ઈન્ડોનેશિયાની કરન્સી ઈન્ડોનેશિયન રુપૈયા છે અને અહિ ભારતીય એક રૂપિયાની કિંમત ૨૦૬ જેટલી ઈન્ડોનેશિયન રૂપૈયા છે અને આ કિંમતના આધારે જો તમારી પાસે ૫૦૦૦ છે તો તેની કિંમત અહીં ૧૦ લાખ રૂપિયા ગણાય છે આથી તમે ઓછા ખર્ચામા પણ ફરવાની મજા લઈ શકો છો અને જો તમે ઈન્ડોનેશિયાથી શોપિંગ કરવા ઈચ્છો છો તો તમને ઓછી કિંમતમા પણ વધારે સામાન ખરીદી શકો છો અને આ ઉપરાંત અનેક જગ્યાઓ ફરવાલાયક છે.
બાલી
ઇન્ડોનેશિયાનુ નામ આવતા જ સૌથી પહેલા બાલીનુ નામ યાદ આવે છે કારણ કે જો તમને આર્ટ અને કલ્ચર પસંદ છે તો તમારે એકવખત બાલીની મુલાકાત જરૂરથી લેવી જોઇએ કેમેક અહીયા તમને સાનૂર બીચ અને તુલાંબે બહુ ખાસ લાગશે આ અહીનો મેઈન પોઈન્ટ માનવામા આવે છે. અહી મંદિર પેઈન્ટિંગ ઉપરાંત તમે એડવેન્ચર સ્પોર્ટ્સની પણ મજા લઈ શકો છો.
જાકાર્તા
જો તમારે અવનવા સ્વાદની મજા માણવી હોય એટલેકે ખાણીપીણીના શોખીન છો તો જાકાર્તા તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે અને તમે જાકાર્તામા અવનવી જગ્યાએ ફરવાની મજા ઉપરાંત સ્વાદિષ્ટ ફૂડની પણ મજા માણી શકો છો આ તેમના માટે ઘણું ફેમસ સાબિત થાય છે.
કુતા
આ સિવાય જો તમને નાઇટલાઇફનો શોખ હોય તો તમે કુતા જઇ શકો છો કારણ કે અહીંયાની નાઇટલાઇફ સાથે તમને અનેક બચી એવા પણ જોવા મળશે જ્યા તમે મનભરીને મસ્તી કરી શકશો માટે અહીપણ જવા જેવું તો ખરી જ.
ડેનપાસર
જો તમને મંદિર અને મ્યૂઝિયમ જોવાનો શોખ હોય તો તમારા ડેનપાસર ઉત્તમ સ્થળ સાબિત થાય સકે છે અને તમને આ જગ્યાએ અનેક પ્રાચીન મંદિર અને મ્યૂઝિયમ જોવા મળશે અને અહિં તમે તમારો ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો