આજના સુપર હેલ્થ-કોન્શિયસ જગતમાં તમારે જો વજન ઘટાડવું હોય તો તમને દોડવાની સલાહ આપવામાં આવે છે. તમે ઘણા બધા લોકોને, અલગ- અલગ ઉંમરના લોકોને પાર્કમાં જોગીંગ કરતાં જોતા હશો અને પોતાની જાતને ફીટ રાખતા જોતા હશો. અમેરિકન કાઉન્સીલ ઓફ એક્સરસાઇઝના જણાવ્યા પ્રમાણે 55 કીલો વજન ધરાવતી વ્યક્તિ દોડીને દર મિનીટે 11.4 કેલેરી બાળી શકે છે. પણ એવા ઘણા ઓછા લોકો છે જે નથી જાણતા કે દોડવા શિવાય પણ કેટલીક એવી એક્સરસાઇઝ પણ છે જે તેના કરતાં પણ વધારે કેલરી બાળી શકે છે.
આજના આ લેખમાં અમે તમને તેવી જ કેટલીક એક્સરસાઇઝ વિષે જણાવવાના છીએ જે તમારી ચરબી ઝડપથી બાળવામાં તમારી મદદ કરે છે.
- બાઇક સ્પ્રીન્ટ્સ (સાઇકલીંગ)
બાઇક સ્પ્રીન્ટ્સ એટલે કે પુરા વેગથી સાઇકલના પેડલ ઘુમાવવા. બાઇક સ્પ્રીન્ટ એ તમારી ચરબી ખુબ જ અસરકારક રીતે ઝડપથી બાળે છે. અહીં તમારો વર્કઆઉટ ટાઇમ ખુબ જ ઘટી જાય છે તેની સામે તમારી ચરબી વધારે બળે છે. વજન ઉતારવા માટે આ ખરેખર એક સારો વિકલ્પ છે. તેને તમે વિવિધ જૂથોમાં વહેંચી શકો છો જેમાં વાર્મ-અપ, લાઇટ પેડલીંગ અને સ્પ્રિન્ટીંગનો સમાવેશ થાય છે. જ્યારે તેને ઇન્ટરવલમાં કરવામાં આવે છે ત્યારે તે તમારા મેટાબોલીઝમ રેટને ઉંચુ કરે છે અને તમારી કેલેરી પણ બાળે છે.
- સ્વિમિંગ
આ ખરેખર એક ઉત્તમ એક્સરસાઇઝ છે. ખુબ જ ઓછા સમયમાં પેટની ચરબી બાળવા માટે આ એક ઉત્તમ વ્યાયામ છે. સ્વિમિંગમાં તમારે તમારા પગ, હાથ અને કોર બોડીનો ઉપોયગ કરવાનો હોય છે. તમે જે ફલાંગો ભરશો તે અસરકારક રીતે તમારી કેલરીમાં ઘટાડો કરશે. સામાન્ય રીતે, બટરફ્લાય અને બ્રેસ્ટ સ્ટ્રોકની સલાહ આપવામાં આવે છે.
- રોઇંગ (હલેસાવાળી નાવ ચલાવવી)
ઇનડોર રોઇંગ એક એવી એક્સરસાઇઝ છે જે તમારી પીઠ, ખભા અને હાથના સ્નાયુઓને ટોન કરે છે. પેટની ચરબી ઘટાડવા માટે આ એક ઉત્તમ વ્યાયામ છે કારણ કે આ વ્યાયામમાં તમારા સંપુર્ણ શરીરનો ઉપોયગ કરવામાં આવે છે અને તરત જ તમારી કેલરી બળવા લાગે છે. સામાન્ય રીતે 70 કીલોની વ્યક્તિ 30 મિનિટની એક્સરસાઇઝમાં 250 કેલરી બાળી શકે છે.
- બર્પીઝ
આ એક થકાવી નાખનારો વ્યાયામ છે અને આ એક્સરસાઇઝ લોકોમાં એટલી જાણીતી પણ નથી, પણ વાસ્તવમાં આ વ્યાયામ ઘણો અસરકારક છે. આ એક ફુલ બોડી એક્સરસાઇઝ છે, તે તમારી સહનશક્તિ વધારે છે. આ એક્સરસાઇઝમાં કેટલાક હલનચલનો હોય છે જે તમને ઘણાબધા લાભ આપે છે. બીજી વાત એ છે કે તેને તમે ગમે તે જગ્યાએ કરી શકો છો.
- દોરડા કુદવા
આ પણ એક સરળ વ્યાયામ છે. દોરડા પણ તમે ગમે ત્યાં કૂદી શકો છો. 100 દોરડા 13 કેલરી બાળી શકે છે. અને જો તમે નાનપણમાં દોરડા કુદ્યા હોય તો તમે 100 દોરડા તો સરળતાથી કૂદી શકો છો અને તેથી પણ વધારે કૂદી શકો છો. તે પણ માત્ર થોડીક જ મીનીટોમાં.
- બેટલીંગ રોપ્સ
ઘણા બધા લોકોએ હજુ સુધી આ એક્સરસાઇઝ અજમાવી નહીં હોય. આ એક્સરસાઇઝ સામાન્ય રીતે તમે જીમમાં કરી શકો છો. તે એક અત્યંત ઉર્જા માંગી લેતો વ્યાયામ છે. અને માટે જ તે ઘણીબધી કેલરી પણ બાળે છે. જો તમે ઝડપથી ચરબી બાળવા માગતા હોવ તો તમને આ એક્સરસાઇઝની સલાહ આપવામાં આવે છે.
- રોક ક્લાઇમ્બિંગ
રોક ક્લામ્બિંગ હવે તો તમને જીમમાં પણ જોવા મળે છે. કારણ કે તેના પણ ઘણા બધા ફાયદા છે. રોક ક્લાઇમ્બિંગમાં જે મુશ્કેલી, જે ઉગ્રતાની જરૂર પડે છે તે સીધી જ તમારી ચરબીને બાળે છે. તે તમારા શરીરના ઉપરના ભાગને મજબુત બનાવે છે અને તેમાં પગનો જે રીતે ઉપયોગ કરવામાં આવે છે તેમાં તમારા પગના સ્નાયુઓ પણ મજબુત બને છે. એક કલાકનું ક્લાઇમ્બ સેશન 700 કેલરી બાળી શકે છે.
- પગથિયા ચડવા
પગથિયા ચડવાનો વ્યાયામ કરવાથી તમારા હૃદયને લાભ થશે, તે તમારા શરીરના નિચેના ભાગને મજબુત બનાવશે અને તે ચરબી બાળવા માટેની ઉત્તમ એક્સરસાઇઝ છે. ઉપરાંત તમારે આ વ્યાયામમાં માત્ર પગથિયાની જ જરૂર પડે છે.
- ક્રોસ-ફીટ એક્સરસાઇઝીસ
ક્રોસ ફીટ એક્સરસાઇઝ રુટીન એક વિવિધ પ્રકારની એક્સરસાઇઝીસ છે. પણ તમારે તે બધી જ કરવાની જરૂર પડતી નથી પણ તમે તેમાંથી કેટલીક એક્સરસાઇઝને તમારી અનુકુળતા પ્રમાણે પસંદ કરી શકો છો. આ એક્સરસાઇઝ ચરબી તો બાળશે જ પણ તે તમારું બેલેન્સ, કોઓર્ડીનેશન, સ્ટેમીના અને સ્ટ્રેન્ગ્થ પણ સુધારશે.
- ડાન્સ-નૃત્ય
ડાન્સ એ ખુબ જ જાણીતી એક્સરસાઇઝ છે. ઘણા બધા જીમ ઝુમ્બા ક્લાસીસ ચલાવતા હોય છે તો કેટલાક ડાન્સ ફિટનેસ સ્ટુડિયો પણ હોય છે. નૃત્ય એ ચરબી તો બાળે જ છે પણ તે માત્ર તેટલા પુરતું જ મર્યાદીત નથી. મહત્ત્વની વાત એ છે કે તે તમારી ફ્લેક્સિબીલીટી અને બેલેન્સ સુધારે છે. વજન ઘટાડવા માટે આ એક બેસ્ટ એરોબિક વર્કઆઉટ છે. તે તમારી ઉર્જામાં પણ વધારો કરે છે.
ઉપર આપણે જોયું કે ચરબી દૂર કરવાના દોડવા ઉપરાંત પણ બીજા અસંખ્ય રસ્તાઓ છે. તો તમારી અનુકુળતા પ્રમાણે તેમાંથી એકની પસંદગી કરો અને આજથી જ સ્વસ્થતા તરફ કદમ ઉઠાવો.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક ઉપયોગી અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.