ટેલિવિઝનના ટચુકડા પડદા પર ભારે ધૂમ મચાવનાર અને લગભગ એક દાયકા સુધી લાખો કરોડો લોકોના દિલ પર રાજ કરનારી સિરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ આજે કોને યાદ છે એવું પૂછવું પણ અયોગ્ય લાગે છે. ગુજરાતી પુષ્ટભૂમિ પર બનેલી આ સિરિયલ માત્ર ગુજરાતી ઓના જ નહીં પરંતુ તમામ ભાષાના દર્શકોના મન જીતી લીધાં હતાં.
સિરિયલની સાથે તેના કલાકારોને પણ એટલી જ પ્રસિદ્ધિ મળી હતી. જેથી આજે સિરિયલ બંધ થયાને દસ વર્ષ વીતી ગયા હોવા છતાં તેના કલાકારો આજે પણ તે સિરિયલના પાત્રના નામથી જ ઓળખાય છે. આજે પણ તુલસીનું નામ કે પછી મિહિરનું નામ અન્ય કોઈ સિરિયલ અથવા ફિલ્મમાં સાંભળવા મળે તો સૌ પ્રથમ આંખની સામે સ્મૃતિ ઈરાની અને રોનીત રોય અને અમર ઉપાધ્યાયનો ચહેરો આવી જાય છે. બરોબર ને ! તો ચાલો તો જોઈએ આજે આપણાં આ ફેવરિટ કલાકારો કેવા લાગે છે.
સ્મૃતિ ઈરાની :
‘સાસ બહુ’ની સિરિયલનું નામ આવે ને તુલસી ઉફ્ફ સ્મૃતિ ઈરાની યાદ નહિ આવે એવું કેમ બને ? આ સિરિયલે સ્મૃતિને એટલી બધી પ્રસિદ્ધિ આપી છે કે આજે તેઓ મહત્વનું સરકારી ખાતું સાંભળી રહ્યા છે અને બે સંતાનોની માતા છે આજની તુલસી અને ભૂતકાળની તુલસીમાં જમીન આસમાનનો ફેરફાર ઊડીને આંખે વળગે છે.
રોનીત રૉય :
મિહિરના પાત્રથી ઘર ઘરમાં જાણીતા બનેલ રોનીત રૉયે પણ સ્મૃતિ ઈરાનીની જેમ જ ઘણા પ્રખ્યાત છે. જોકે તેમણે હજી સુધી શરીર પર ચરબીના થર જામવા દીધા નથી જેથી દસ વર્ષના દાયકામાં તેમનામાં ઝાઝો ફરફ દેખાઈ દેતો નથી.
અમર ઉપાધ્યાય :
સીરિયલમાં જેના મૃત્યુના એપિસોડ એ સિરિયલની સાથે સ્ટારપ્લસનું રેટીંગ પણ જબ્બર વધારી દીધું હતું. આજે તેના ચહેરા પર તેની વધી રહેલી ઉંમરની ઝાંકી જોવા મળે છે.
મૉની રૉય :
સાસ બહુમાં ‘ક્રિષ્નાતુલસી’નું પાત્ર ભજવનારી મૉનીરૉય આજે બૉલીવુડની હિરોઈન બની ગઈ છે આજની મૉની રૉય અને ૧૦ વર્ષ પહેલાંની મૉનીરૉયમાં શું ફરફ છે તે તમે જોઈ જ શકો છો.
રિવા બબ્બર :
દામિનીનું પાત્ર ભજવનાર અને ભારે લોકપ્રિયતા મેળવનાર રિવા બબ્બર આજે પણ એટલી જ સુંદર લાગે છે પરંતુ વજનમાં ઘણો ફરક પડી ગયો છે.
પુલકિત સમ્રાટ :
‘સાસ બહુ’ના આખરી કેટલાક એપિસોડમાં જોવા મળેલો પુલકિત તેના ક્યૂટલુકના લીધે ઘણો ફેમસ થયો છે. દસ વર્ષમાં પુલકિત વધુ હેન્ડસમ થઈ ગયો હોય એવું લાગે છે.
હન્સીકા મોટવાની :
સિરિયલ ચિરાગ અને પ્રાજકતાની પુત્રી બનેલી ક્યૂટ અને સ્વીટ હન્સીકા મોટવાની આજે સાઉથની હિરોઇન બની ગઈ છે. તુમ બિન જેવી અનેક હિન્દી ફિલ્મોમાં પણ એણે કામ કર્યું છે.
મન્દીરા બેદી :
સિરિયલમાં જેટલા મિહિર અને તુલસીના પાત્રને પ્રસિદ્ધિ મળી હતી તેટલી જ પ્રસિદ્ધિ મન્દીરા બેદીને પણ મળી છે જોકે તેના આવેલો ફેરફાર આંખે ઊડીને વળગે એવો છે.
કરિશ્મા તન્ના :
ભોળી અને નાદાન ઇન્દુનું પાત્ર ભજવનારી કરિશ્મા તન્ના સંજુ ફિલ્મમાં ચમક્યા બાદ આજે લોકપ્રિયતાના શિખરે પહોંચી ગઈ છે. દસ વર્ષના ગાળામાં કરિશ્મા તન્નાના લુકમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે.
લેખક : દર્શિની વશી
તમને સૌથી વધુ કયું પાત્ર ગમતું હતું? કોમેન્ટમાં જણાવો.