તારક મેહતા સીરીયલમા હવેથી આ પાંચ વ્યક્તિઓ ક્યારેય નહીં જોવા મળે, ચોથુ નામ છે આશ્ચર્યજનક…

૨૮ જુલાઈ ૨૦૧૮ ના રોજ આ લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને ત્યારે ૧૦ વર્ષ પૂરા થયા છે. આટલું જ નહીં આ સીરિયલે ૨૫૦૦ થી વધુ એપિસોડ પણ પુરા કર્યાં છે. આ ૧૦ વર્ષ મા ‘તારક મહેતા ‘મા ચાર પાત્રો સીરિયલ છોડી ને જતા રહ્યાં છે અને ‘ડૉ.હાથી’નું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદ નું ૯ જુલાઈ ૨૦૧૮ ના રોજ હ્રદય હુમલા થી નિધન થયું હતું. આ સીરિયલમા હવે આ પાંચ પાત્રો તમને ક્યારેય જોવા મળશે નહીં.

સીરિયલ મા વપરાતું નામઃ ડૉ. હંસરાજ હાથી

સાચુ નામઃ કવિ કુમાર આઝાદ

કેટલા સમય હતાં: ૨૦૦૯ થી ૨૦૧૮

આ સીરીયલ છોડવા પાછળ નુ કારણ:

૯ જુલાઈ ૨૦૧૮ ના રોજ ડૉ.હાથી નું પાત્ર ભજવતા કવિ કુમારને હ્રદય હુમલો આવવાથી મૃત્યું પામ્યાં હતા. તેમના નિધન બાદ થી પરિવાર ને જ નહીં પરંતુ સીરિયલ મા બીજા કામ કરવા વાળા ને પણ વધારે આઘાત લાગ્યો હતો.

સીરિયલ મા વપરાતું નામઃ રોશન સિંહ હરજીત સિંહ સોઢી(મિસ્ટર સોઢી)

સાચુ નામઃ લાડ સિંહ માન

કેટલો સમય હતોઃ ૨૦૧૩ થી ૨૦૧૪

આ સીરીયલ છોડવા પાછળ નુ કારણ:

સોઢી નું પાત્ર સવપ્રથમ ગુરૂચરણ સિંહ ભજવતો હતો તેની લોકપ્રિયતા વધતા તે સીરીયલ ના સેટ ઉપર મોડો આવતો હતો. આ વાતથી સીરીયલ બનાવનારા કંટાળી ગયા હતા અને તેને સીરીયલ માંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ લાડ સિંહ માન ને લેવામાં આવ્યો હતો પરંતુ થોડા સમય કામ કર્યા બાદ અમુક કારણોસર તેણે પણ આ સીરીયલ માંથી દુર થવાનો નિશ્ચય કરી લીધો હતો.

સીરિયલ મા વપરાતું નામઃ રોશનકૌર સિંહ સોઢી

સાચુ નામઃ જેનિફર મિસ્ત્રી

કેટલો સમય હતીઃ ૨૦૧૩ થી ૨૦૧૬

આ સીરીયલ છોડવા પાછળ નુ કારણ:

મિસીસ સોઢી ના પાત્ર મા સવપ્રથમ જેનિફર મિસ્ત્રી હતી. જેનિફર ગર્ભવતી થઈ એટલે તેણે સીરીયલ છોડી દીધું. ત્યારબાદ તેની જગ્યાએ દિલખુશ રિપોર્ટર ને લેવામા આવી હતી. અત્યારે તેની તબિયત લથડતા તેને પણ આ સીરીયલ છોડવાનું નક્કી કરી લીધું છે.

સીરિયલ મા વપરાતું નામઃ ટિપેન્દ્ર જેઠાલાલ ગડા(ટપુ)

સાચુ નામઃ ભવ્ય ગાંધી

કેટલો સમય હતોઃ ૨૦૦૮ થી ૨૦૧૭

આ સીરીયલ છોડવા પાછળ નુ કારણ:

પહેલા શોમા ભવ્ય ગાંધી ને ૨૭ થી ૨૮ દિવસ મહિના મા કામ મળતું હતું. થોડા સમય બાદ ભવ્ય ગાંધી ને મહિના મા ત્રણ થી ચાર દિવસ જ કામ મળતું હતું. જેને લઈ ને ભવ્ય નાખુશ રેહતો હતો અને આ જ કારણ થી તેણે શો છોડી દીધો હતો. ભવ્ય ગાંધી એ ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

સીરિયલ મા વપરાતું નામઃ સોનાલિકા આત્મારામ ભીડે(સોનુ)

સાચુ નામઃ ઝીલ મહેતા

કેટલો સમય હતીઃ ૨૦૦૮ થી ૨૦૧૨

આ સીરીયલ છોડવા પાછળ નુ કારણ:

ટપુસેના મા એક માત્ર છોકરી સોનુ નો રોલ સવ થી પહેલાં ઝીલ મહેતા જ ભજવતી હતી. ઝીલ મહેતા જયારે દસ મા ધોરણ મા આવી તો તેણે આ સીરીયલ છોડવાનુ નક્કી કર્યું. તેનું સપનું વિદેશ જઈ એમબીએ કરવાનું છે. હાલ નિધી ભાણુશાલી સોનું નુ પાત્ર ભજવી રહી છે.

Comments

comments


3,494 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 7