20# એરફ્રાયર સ્પેશિયલ
*સામગ્રી –
- 500 ગ્રામ બેબી પોટેટો,
- તંદૂરી મસાલા 1 tbsp,
- લાલ મરચું પાવડર 1tbsp,
- હળદર પાવડર 1/2 tsp,
- કોરરીઅન્ડર પાવડર 1 tsp,
- સ્વાદ માટે મીઠું,
- કસુરી મેથી 1-2 tbsp,
- બારિક સમારેલી કોથમીર,
- તેલ 1 tbsp ,
- દહીં 2-3 tbsp,
- ટૂથપીક્સ 15-20pc,
- ગારનીશ માટે વાપરવાની સામગ્રી માટે કાકડી અને ટમેટાની સ્લાઇસેસ.
** રીત **
સૌ પ્રથમ બટાકાને બાફી લો અને તે ઠંડા પડે એટલે છાલ ઉતારી લો હવે એક બાઉલમાં મા બધા બટાકા ને લઇ તેમા ઉપર જણાવ્યા મૂજબના બધા મસાલા મીઠું અને તેલ અને કસુરી મેથી, અને દહીં મિશ્રણને સારી રીતે મીકસ કરી લો, 10-15 મિનિટ માટે મેરિનેટ થવા મૂકી દો. હવે અડધા બટાટા ને એરફાઇયર મા સેટ કરી લો અને 15-20 મીનીટ માટે 180 ડીગ્રી પર બેક કરવા મૂકી દો, 10 મિનિટ પછી ચેક કરી જોઇ લો કે બટાટા તૈયાર છે કે નહીં
.જ્યારે બટાકા ઉપર થી બ્રાઉન થવા લાગે એટલે તેને બહાર કાઢી ને બીજી બટાકા બેક કરવા માટે મુકી દો આવી રીતે બધા બટાકા રેડી થઈ જાય એટલે તેને એક પ્લેટ મા કાઢી લો
** સવૅ કરવા ની રીત **
એક સ્ટાર્ટર પ્લેટ લો પ્લેટ પર બાજુની આસપાસ કાકડી અને ટમેટા સ્લાઇસેસ સેટ કરો. અને તૈયાર થયેલા તંદૂરી બેબી પોટેટોસ ને toothpicks લગાવી અને સલાડ અને ચટણી સાથે ગરમાગરમ પીરસી દો. તો ચાલો આજ તમે બનાવો આ સ્વાદિષ્ટ તંદૂરી બેબી પોટોટોસ,
*નોંધ —
તમારી પાસે જો એરફ્રાયર ના હોય તો આ સ્ટાટૅર તમે ગેસ ના તંદૂર મા પણ બનાવી શકાય છે, આ તંદૂરી બેબી પોટોટોસનુ પંજાબી શાક પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે જેની રેસીપી હુ જરૂર જણાવીશ.
આ રેસીપી તમને કેવી લાગી એ જરુર જણાવશો ફરી એકવાર એક નવી રેસીપી લઇ ને આવુ ત્યા સુધી બાય…
રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)