આજે લોકો સફેદ વાળ થી પીડાઈ છે અને બહાર જવાથી ડરે છે. અને છેલ્લે વાળને ડાઈ કરે છે પણ ડાઈ કર્યા પછી વાળ જલ્દી સફેદ થઈ જાય છે. તેથી વાળને કાળા કરવા હંમેશા પ્રાકૃતિક નુસખા જ અપનાવવા જોઈએ. તો આવો જાણીએ એવા થોડા ઘરેલુ નુસખા જે તમારા સફેદ વાળ ને કરશે કાળા.
આંબળા દ્વારા
આંબળા સ્વાસ્થ્ય માટે તો ગુણકારી છેજ પણ સાથે સાથે સફેદ થતા વાળની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. આ માટે આંબળાને મેંદીમાં મિક્સ કરી તેનાથી વાળનું કંડિશનિંગ કરતા રહો. થોડાજ દિવસોમાં તમારા વાળ કાળા થવા લાગશે.
એલોવેરા દ્વારા
કૂવારાપાઠું નું જેલ લાગવાથી વાળ ખરતા કે સફેદ થતા બંધ થઈ જાય છે. આ માટે તમારે એલોવેરા જેલમાં થોડો લીંબુનો રસ નાખી પેસ્ટ બનાવો અને એને વાળમાં લગાવો.
મીઠા લીમડા દ્વારા
નાહતા પહેલા મીઠા લીમડા ને પાણીમાં મૂકી દો અને એક દોઢ કલાક પછી એ પાણીથી જ માથું ધોઈ લો. આવું રોજ કરવાથી થોડા દિવસ માં વાળ કાળા થઈ જશે.
કોફી દ્વારા
સફેદ વાળ ને કાળા કરવા માટે કોફીનો ઉપયોગ કરી શકાઈ. આ માટે સફેદ વાળને કોફીના અર્કથી ધોવો જેથી સફેદ થતા વાળ પાછા કાળા થવા લાગે છે. આ પ્રક્રિયાને બે દિવસમાં એકવાર જરૂર કરો.
દહીં દ્વારા
સફેદ થયેલા વાળ ને કુદરતી રીતે કાળા કરવા માટે દહીંનો ઉપયોગ કરો. આ માટે મેંદી અને દહીંને એક સરખા માત્રમાં મિક્સ કરી ને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને વીક માં બે ત્રણ વાર વાળમાં લગાવો, વાળ કાળા થઈ જશે.
દેશી ઘી દ્વારા
જો તમારા ઘરે કોઈ વડીલ હોય તો ક્યારેક તમે એને માથા પર દેશી ઘીથી માલિશ કરતા જોયા હશે. આમ કરવાથી ત્વચાને પોષણ મળે છે. દરરોજ શુદ્ધ ઘીથી માલિશ કરશો તો સફેદ વાળ કાળા થઈ જશે.
નારિયેળના તેલ અને લીંબુ દ્વારા
વાળ ને સફેદ થતાં અટકાવાવ માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવી ને તેનાથી માથા પર માલિશ કરો. આવું કરવાથી વાળા કાળા તો થાશેજ અને સાથે સાથે એમાં ચમક પણ આવી જશે.