ભારત માં ખેતીને લઈને પહેલા ઘણા ઉપાયો થઇ ચુક્યા છે અને તેમાં ઘણા ઉપાઈ સફળ પણ થયા છે. હવે તેમાં એક વધુ સફળતા નો ઉમેરો થયો છે. ભારત માં પ્રથમ વખત હીંગની ખેતી કરવામાં સફળતા મળી છે. આ પેલા આપણે એક ગ્રામ પણ હિંગ પેદા કરી શકતા ન હતા. ભારત માં હીંગની 40 % જરૂરિયાત છે. જેના કારણે હિંગને બીજા દેશમાંથી આયાત કરવી પડે છે. આજે હિંગની બજાર કિંમત ૩૫ હજાર રૂપિયા પર કિલોગ્રામ છે.
ક્યાં દેશોમાં હીંગની ખેતી થાઈ છે…
હિંગ નો આકાર એક વરીયાળીના છોડના આકાર જેવો હોય છે. જેની લંબાઈ ૧-૧.૫ મિટર જેટલી હોય છે. હિંગ ની ખેતી મોટા ભાગે અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કમેનીસ્તાન અને બલુચિસ્તાન માં થાઈ છે.
કઈ જગ્યાએ અને ક્યારે હીંગની ખેતી કરી શકાઈ….
હીંગની ખેતી કરવા માટે નું હવામાન 20-૩૦ ડીગ્રી સેલ્સીયસ જેટલું તાપમાન જરૂરી છે. આપણાં દેશ માં આટલું તાપમાન ફક્ત પહાડી વિસ્તારમાં જ હોય છે. તેજ વિસ્તારમાં તેની ખેતી કરી શકાય છે.
કેવી જમીન માં હિંગ ની ખેતી થશે
હીંગની ખેતી માટે રેતી, માટીના ઢગલા અને ચીકણી હોય તેવી જમીન જ માફક આવે છે. અને ખાસ તો સૂર્ય ના કિરણો સીધા તેના ઉપર પડવા જોઈએ. છાયો પડતો હોય ત્યાં હિંગ ઉગાડી શકાતી નથી. અને બે છોડને વચ્ચે 5 ફૂટનું અંતર હોવું જરૂરી છે.
કેમ કરીશું હીંગની ખેતી
ખેતી કરવા માટે હિંગના બીજને ગ્રીન હાઉસમાં ૨ ફૂટના અંતરે વાવવામાં આવે છે. હવે છોડ ઊગી ગયા બાદ તેને 5-5 ફૂટના અંતરે લગાવવામાં આવે છે. અને ખાસ તો હિંગને ઝાડ બનવા માટે 5 વર્ષનો સમય લાગે છે. આ ઝાડ ના થડ અને સીધી ડાળીઓ માંથી ગુંદર કાઢવામાં આવે છે.
હિંગના પ્રકારો
હિંગ ના બે પ્રકાર છે એક કાબુલી અને બીજી લાલ હિંગ. આ હિંગના બે ત્રણ સ્વરૂપ હોય છે જેમ કે ટીમર્સ, માસ અને પેસ્ટ. હિંગ માં સ્ટાર્ચ અને ગુંદર ભેળવીને ઈંટના સ્વરૂપમાં વેચવામાં આવે છે.
ભારતમાં ક્યાં થાઈ છે હીંગની ખેતી
ભારતમાં હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતીથી માં હિંગ ની ખેતી થાઈ છે. એક ઇન્ડિયન કોફી બોર્ડના સભ્ય કે જેનું નામ ડૉ. વિક્રમ શર્મા છે તેને આ બીજ ઈરાન અને તુર્કીથી મંગાવીને અહિયાં તેના બીજ તૈયાર કર્યા છે. ડુંગરાળ વિસ્તારોમાં રહેતા ખેડૂતો આસાનીથી હીંગની ખેતી કરી શકે છે.