તમે જાણો છો મોટી મોટી કંપની કઈ રીતે બનાવે છે ટૂથપેસ્ટ ?, જો નહિ તો આ રહી તમામ માહિતી

મિત્રો , આપણે પરોઢે ઊઠી ને અનેક પ્રકાર ની પેસ્ટ થી આપણા દાંત સાફ કરીએ છીએ. જેમ કે , કોલગેટ , ક્લોઝ-અપ , સીબાકા વગેરે. પરોઢે ઊઠી ને દાંત પર આ પેસ્ટ લગાવવા થી શ્વાસ ની દુર્ગંધ દૂર થાય છે તથા દાંત સડતા નથી. પરંતુ , શુ જ્યારે આ કોલગેટ નહોતી ત્યારે બધા ના દાંત સડી જતા હતા ? બધા ના શ્વાસ મા થી દુર્ગંધ આવતી હતી ? હવે પહેલા ના જમાના મા તો આવી પેસ્ટ નહોતી તો શુ લોકો ઘર મા એક સાથે રહેતા કે નહી ?

તમારા દાદા-દાદી વાત કરતા હોય છે કે અમારા જમાના મા તો લીમડા ના દાંતણ હતા અને તે અમે દાંત પર ઘસતા. પરંતુ , જ્યાર થી લોકો ના ઘર મા ટેલિવિઝન નામ નુ ભુત ઘૂસી ગયુ એટલે તેમણે લોકો ના મન મા એવી માનસિકતા ઘૂસાડી દીધી કે કોલગેટ નો ઉપયોગ કરી ને જ તમારા દાંત સ્વસ્થ રહે અને મજબૂત બને. પરંતુ , શુ કોઈ ને ખ્યાલ છે કે કોલગેટ ની બનાવટ કેવી રીતે થાય છે ?

મોટાભાગ ના લોકો ને ખ્યાલ નહી હોય કારણ કે , કોલગેટ બનાવતી કંપની ક્યારેય પણ એ નથી જણાવતી કે આ પેસ્ટ નુ નિર્માણ કેવી રીતે કરવા મા આવ્યુ ? તમે જાણો છો કે કોલગેટ એ વિશ્વ ની સૌથી ખરાબ વસ્તુઓ મા ની એક વસ્તુ છે. આ કોલગેટ નુ નિર્માણ જનાવર ના હાડકાઓ ના ભૂક્કા મા થી થાય છે. કોઈપણ પેસ્ટ ઉપર લખેલુ જ હોય છે કે ડાઈ કેલ્શિયમ ફોસ્ફેટ અને તેનુ નિર્માણ પ્રાણીઓ ના હાડકા ને ક્રશ કરી ને થાય છે.


ફક્ત આ પશુઓ ના હાડકા ના પાવડર જ નહી પરંતુ , અન્ય ઘણી જીવલેણ વસ્તુઓ ઉમેરવા મા આવે છે. આમા ની એક છે ફ્લોરાઈડ. આ ફ્લોરાઈડ એ એક એવુ ઝેર છે જેના લીધે શરીર મા ફ્લોરોસીસ નામ નો રોગ ઉદ્દભવી શકે અને આપણા દેશ મા પહેલે થી જ ફ્લોરાઈડ વધુ પ્રમાણ મા છે અને જો કોઈ પેસ્ટ મા ૧૦૦૦ પી.પી.એમ. થી વધુ ફ્લોરાઈડ નુ પ્રમાણ હોય તો તે પેસ્ટ ઝેર બની જાય છે.

હવે આ વાત સાબિત કરવા માટે મારી કે તમારી પાસે દાંત ની દાકતરી નુ સર્ટીફિકેટ માંગશે જે સામાન્ય રીતે આપણી પાસે ના જ હોય. આ પર થી કહી શકાય કે આપણા દેશ મા કોઈ વાત ત્યારે જ માનવા મા આવે જ્યારે તે વાત સાબિત કરવા માટે આપણે જેમ રામાયણ મા સીતામાતા એ અગ્નિપરિક્ષા આપી તેમ આપણે પણ દાંત ની દાકતરી સર્ટીફિકેટ આપીએ તો જ આપણી વાત માન્ય બાકી અમાન્ય.

હવે , એક વાત સાબિત કરવા માટે મારે દાકતર ની ડિગ્રી લેવી પડશે. છે ને ખરેખર મૂર્ખામી ભરેલી વાતો. હુ ઘણી વખત હાલતા ચાલતા લોકો પાસે સર્વે કરુ છુ ને પૂછુ છુ કે તમે જે તે કંપની ની કોલગેટ શુ કામે ઘસો છો ? ત્યારે તેમના તરફ થી મળેલા પ્રત્યુત્તર કે તેની ગુણવત્તા સારી હોય છે ? તેમા ફીણ બહુ વળે છે ? તેમા લિંબુ અને નમક જેવા તત્વો સમાવિષ્ટ હોય છે.

ખરેખર હાલ , લોકો ઉચ્ચ આટલુ ભણતર પ્રાપ્ત કરી ને, ઉચ્ચ હોદ્દા પર બેસી ને તથા આટલા આધુનિક યુગ મા પણ જ્યારે આવી મૂર્ખામી ભરેલી વાતો કરે ત્યારે મન વિચારે ચડી જાય છે કે સાલા , મૂર્ખા આપણા પૂર્વજો હતા કે જે લીમડા નુ દાંતણ ઘસતા કે મૂર્ખા આપણે છીએ કે જે આ ઝેર ઘસીએ છીએ. આ ઉપરાંત તમે જાણવા માંગશો કે આ ઉત્તરો મને ક્યા થી પ્રાપ્ત થયા ? દિલ્હી યુનિવર્સિટી મા જ્યારે હુ ભાષણ આપી રહ્યો હતો ત્યારે ત્યા ના એક પ્રોફેસરે આવા જવાબો આપ્યા.

મે પણ આ ઉત્તરો સમક્ષ તેમને પ્રશ્નો ની હારમાળા સર્જી દીધી. જો તમારે કોલગેટ મા ફીણ જ જોઈએ છે તો તમે એરીયલ અથવા સેવિંગ ક્રીમ થી દાંત કેમ સાફ નથી કરતા ? તેમા ખૂબ જ સારા ફીણ બને. મારી આ વાતો સાંભળી ને પ્રોફેસર એકદમ નિઃશબ્દ બની ગયા. મે પ્રોફેસર ને જણાવ્યુ કે જો તમને ખરેખર ખ્યાલ જ નથી તો શુ કામે ગુણવત્તા ની બૂમો પાડો છો. સીધુ કહો ને કે મે ટી.વી મા જાહેરાત જોઈ એ માયાજાળ મા હુ ફંસાઈ ને હુ કોલગેટ ઘરે લઈ આવ્યો.

ત્યારબાદ આ અંગે થોડી વિસ્તૃત મા ચર્ચા કરતા જણાવ્યુ કે , કેમેસ્ટ્રી મા એક કેમિકલ આવે છે જેનુ નામ છે સોડિયમ લ્યુરલ સલ્ફાઈટ કે જે કોલગેટ બનાવવા મા ઉપયોગી થાય છે. કારણ કે , આ તત્વ કોલગેટ મા ઉમેર્યા વગર ફીણ ઉત્પન્ન થઈ શકે નહી. જો કોઈ કેમેસ્ટ્રી વિશે થોડુ ઘણુ પણ જ્ઞાન ધરાવતો હોય તો કેમેસ્ટ્રી ની ડીક્ષનરી મા સર્ચ મારજો સોડિયમ લ્યુરલ સલ્ફાઈટ જેની સામે ઝેર લખેલુ હશે.

જો આ તત્વ નુ ૦.૦૫ મીલીગ્રામ પ્રમાણ પણ શરીર મા ઉતરી જાય તો તમે કેન્સર જેવી જીવલેણ બીમારી થી પીડાઈ શકો અને તમારી જાણ ખાતર જણાવી દઉ કે આ કોલગેટ , પેપ્સોડન્ટ , ક્લોઝ-એપ તથા સીબાકા જેવી પેસ્ટ મા આ તત્વો નો ભરપૂર પ્રમાણ મા ઉપયોગ થાય છે. આ પેસ્ટ ધાર્મિક દ્રષ્ટિ એ પણ ખરાબ છે કારણ કે , આપણે સૌ જાણીએ છીએ કે પેસ્ટ મા કોઈપણ પશુ ના હાડકા નો ભૂક્કો ઉમેરવા મા આવે છે.

એટલે કે જે લોકો શાકાહારી અથવા જૈન ધર્મ પાળે છે તે પોતાનો ધર્મ ભ્રષ્ટ કરી રહ્યા છે. મારી પાસે દરેક કંપની ના રીપોર્ટ છે કે કઈ પેસ્ટ ની કંપની કયા પશુઓ ના હાડકા નો ભૂક્કો ભેળવે છે. આ કોલગેટ કંપની IDA નો લોગો મારી ને પોતાની પેસ્ટ નુ વેચાણ કરી રહ્યૂ છે. હવે તમે મને એટલુ કહો કે IDA અને કોલગેટ કંપનીએ ક્યારે બેઠક કરી અને ક્યારે આ કોલગેટ પેસ્ટ ને પ્રમાણીત કરી કે તે શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેમ છતા પણ IDA નો લોગો મારી ને કોલગેટ વેંચાઈ રહી છે.

મને તો ફકત એજ થાય છે કે બધા લોકો બધુ જ જાણવા છતા પણ કોઈ તેનો વિરોધ કરતા નથી અને કંપની ની બધી જ મનમાની સહન કરે છે. આ ઉપરાંત તમને એક માહિતી થી અવગત કરાવુ કે કોલગેટ કંપની જ્યારે પોતાના દેશ અમેરિકા મા પોતાની પેસ્ટ વેચે છે ત્યારે જેમ આપણા દેશ મા સિગરેટ ના પેકેટ પર ચેતવણી લખી હોય છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવી રીતે પોતાની પેસ્ટ પર લખાવ્યુ છે કે છ વર્ષ થી નાના બાળકો ને આ પેસ્ટ ના આપવી તથા તેના થી દૂર રાખવા.

કારણ કે મોટાભાગે નાના બાળકો પેસ્ટ ને ચાટી લે છે અને આ પેસ્ટ મા અગાઉ આપને જણાવ્યુ તેમ કેન્સરયુક્ત કેમિકલ સમાવિષ્ટ હોય છે એટલે બાળકો ને આ પેસ્ટ થી દૂર રાખવા મા આવે છે. જ્યારે આપણા દેશ મા આ પેસ્ટ ની જાહેરાત જ નાના બાળકો પાસે કરાવવા મા આવે છે. કેવી કરૂણતા છે ને મિત્રો , પોતાના દેશ મા એક ચેતવણી સાથે આ પેસ્ટ નુ વેચાણ થાય છે. જ્યારે આપણા દેશ મા ટી.વી પર બાળકો પાસે જ આ જીવલેણ પેસ્ટ નો પ્રચાર કરાવવા મા આવે છે.

આ છે અમેરીકન કંપની ની ચતુરાઈ. મિત્રો , ૧૯૯૧ ના વર્ષ થી ટી.વી પર પેસ્ટ ની આ જાહેરાતો કરતી થઈ. સૌપ્રથમ પેસ્ટ મા નમક લાવ્યા અને ૨-૩ માસ સુધી તેનુ વેચાણ કર્યુ ત્યારબાદ કોલગેટ ફ્રેશ નામ બદલ્યુ અને ૨-૩ માસ તેનુ વેચાણ કર્યુ. ત્યારબાદ ફરી નામ બદલી કોલગેટ સેન્સિટિવ સર્ટીફાઈન કરી ને તેને ૨-૩ માસ વેચ્યુ. જેમ કે , તે લોકો આ દાંતો ને સ્વસ્થ રાખવા માટે ખરેખર કોઈ સર્વે કરી રહ્યા હોય અને કોઈ ઝુંબેસ ચલાવી હોય.

હવે કોઈપણ વ્યાપારી પોતાની દુકાન ની વસ્તુ સર્વશ્રેષ્ઠ જ બતાવવા નુ જ છે ને. હવે કોલગેટ કંપની પોતાની જ પેસ્ટ પોતાના દેશ મા ચેતવણી સાથે વહેચે છે જ્યારે આપણા દેશ મા તે જ પેસ્ટ પર કોઈપણ પ્રકાર ની ચેતવણી દર્શાવવા મા આવતી નથી. આ ઉપરાંત કોલગેટ પાસે ISI નુ નિશાન પણ નથી અને તેની પાસે કોઈ એગમાર્ક પણ નથી. કારણ કે તેની બનાવટ ખરાબ છે. તો હવે આ નિર્ણય તમારે કરવા નો છે કે તમારે શુ કરવા નુ છે ?

તમે જો થોડો સમય કાઢી ને ઈન્ટરનેટ પર આ કોલગેટ ના ઈન્ગ્રેડિઅન્ટસ પર રીસર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે શુ તમારા માટે સારુ છે ? અને શુ તમારા માટે ખરાબ છે ? હવે જો દાંત ઘસી ને સાફ કરવા માટે આ પેસ્ટ નો ઉપયોગ ના કરીએ તો કરવુ શુ ? હાલ , મહર્ષિ વાગ્ભટ્ટ કે જે આધરા પર ૩૦૦૦ વર્ષ પૂર્વે થયેલા તેમના અષ્ટાંગ હ્રદયમ્ મા ઉલ્લેખાયેલા અમુક શબ્દો અહી રજુ કરુ છુ. તેઓ જણાવે છે કે જે સ્વાદે કડવા હોય તેવા લીમડા ના દાંતણ થી દાંત ઘસવા મા આવે તો તમારા દાંત મજબૂત અને સ્વસ્થ રહે છે.

આ ઉપરાંત ના ૧૨ એવા વૃક્ષો ના નામ જણાવ્યા છે કે જેનો તમે દાંતણ તરીકે ઉપયોગ કરી શકો છો. ચૈત્ર મહિના ના પ્રારંભ મા ઉનાળા સુધી લીમડા , મદાર કે બાવળ નુ દાંતણ લાભદાયી સાબિત થાય છે. શિયાળા મા અમરૂદ કે જાંબુ નુ દાંતણ ઉપયોગી બને છે તથા ચોમાસા મા આંબો કે અર્જુન નુ દાંતણ પણ ઉપયોગી સબિત થાય છે. આ ઉપરાંત લીમડા નુ દાંતણ એ સર્વશ્રેષ્ઠ ગણાય છે. જો તમને કોઈ વૃક્ષ ના દાંતણ ના મળે તો તમે લીમડા નુ દાંતણ કરી શકો.

આ ઉપરાંત તમે સરસવ નુ ઓઈલ તથા કોકોનેટ ઓઈલ મા નમક ઉમેરી ને તેનુ દંતમંજન બનાવી તેના થી દાંત સાફ કરી ને સ્વચ્છ બનાવી શકો. જ્યારે છેલ્લે રાજીવભાઈ એ યુરોપ ની મુલાકાતે હતા ત્યારે એક વાત જાણવા મળી કે ત્યા નો દર ત્રીજો વ્યક્તિ દાંત ને લગતી કોઈ ને કોઈ સમસ્યા થી પીડાતો હોય છે અને તમને જાણી ને આશ્ચર્ય થશે કે આ દેશ મા દાંત ના દાકતરો ની સંખ્યા સૌથી વધુ છે.

આ વિશે જ્યારે ત્યા ના એક દાકતર સાથે ચર્ચા થઈ તો જાણવા મળ્યુ કે અમારે ત્યા દાંત સાફ રાખવા માટે પેસ્ટ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી અને પરિણામે , તેમા સમાવિષ્ટ તત્વો વ્યક્તિ ને રોગિષ્ઠ બનાવે છે. તમારે ત્યા જે લીમડા નુ દાંતણ મળે છે તે હુ સ્પેશિયલ મારા માટે મંગાવુ છુ. લ્યો બોલો ત્યા ના લોકો ને આપણા લીમડા નુ દાંતણ નુ મહત્વ સમજાય છે. જ્યારે આપણે અહી જાહેરાતો જોઈ ને કોલગેટ નુ સુરક્ષા ચક્ર અપનાવીએ છીએ.

શુ તમે જાણો છો કે આપણે દર વર્ષે ૧૦૦૦ કરોડ રૂપિયા આ ઝેર ખરીદી ને વિદેશી કંપનીઓ ને ફૂંકી દઈએ છીએ. પરંતુ , જો તે જ ૧૦૦૦ કરોડ અહી ઓટલે બેસી ને લીમડા નુ દાંતણ વેચતા ગરીબો ને આપશો તો તમારા દેશ ની ગરીબી દૂર થશે ઉપરાંત સુખી સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થશે. આ સિવાય શુ તમને ખ્યાલ છે કે જો આપણા ઘર ની આસપાસ લીમડા નુ વૃક્ષ હોય તો આપણ ને ભરપૂર પ્રમાણ મા ઓક્સિજન પ્રાપ્ત થઈ રહે છે તથા વાતાવરણ પણ શુધ્ધ બને છે અને પ્રદૂષણ મા પણ ઘટાડૉ નોંધાય છે. તો આ સમગ્ર ચર્ચા વાંચ્યા બાદ તેના પર એક વખત વિચાર અવશ્ય કરજો.

Comments

comments


3,777 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 5