તમારી પાસે પણ છે છતવાળું મકાન તો આ પધ્ધતિથી દર મહીને કમાવો લાખો રૂપિયા

મિત્રો , હાલ વર્તમાન સમય મા લોકો ની જરૂરીયાત મા દિન-પ્રતિદિન વૃધ્ધિ થતી જાય છે. જેના લીધે હાલ અનેક પ્રકાર ના વિવિધ વ્યવસાયો નુ નિર્માણ થઈ રહ્યુ છે. હાલ , તમને આમા ના એક વિશિષ્ત વ્યવસાય વિશે જણાવીશુ. જે વ્યવસાય નો પ્રારંભ કરી ને તમે સારી આવક મેળવી શકો. આ વ્યવસાય છે તમારા મકાન ની છત પર ખેતી કરવા નો.

આ વ્યવસાય નો વિચાર આવ્યો છે આઈ.આઈ.ટી ગ્રેજ્યુએટ કૌસ્તુભ ખેર અને સાહિલ પરીખ ને કે જેમણે ફક્ત ૧૯ હજાર રૂપિયા નુ રોકાણ કરી ને ૨૦૦ વર્ગ મીટર ની છત ને ખેતર બનાવી ૭૦૦ કિલોગ્રામ શાકભાજી ઉગાડે છે. ચાલો હવે આ વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

માટી વિના તથા ઓછા પાણી મા ખેતી :
આ બંને દ્વારા ખેતી માટે એક એવુ મોડેલ ડેવલોપ કરાયુ છે કે જેમા જમીન નો જરા પણ વપરાશ થતો નથી તથા પાણી ની પણ ઓછી માત્રા મા જરૂરીયાત પડે છે. આ છત ની ખેતી માટે એક એવા ક્યારા નુ નિર્માણ કરવા મા આવ્યુ છે જે વોટરપ્રૂફ છે તથા તેની સહાયતા થી પાણી છત પર ટપકવા ની કોઈ સમસ્યા જ ઉદ્દભવતી નથી.

તદ્દન જૈવિક સામગ્રી થી સજ્જ આ છત પર તમે ભીંડી , ટમેટા , રીંગણા , મેથી , પાલક , પોઈ ગ્રીન્સ , મરચા વગેરે ઉગાડી શકો છો. આ ઉપરાંત પાણી ની મીઠાશ ના કારણે સબ્જી પણ સ્વાદિષ્ટ ઉગે છે. આ મોડેલ મા મુખ્યત્વે નાળિયેર ના સૂકા છાલા નો ઉપયોગ કરવા મા આવે છે જેથી છત પર વધુ પડતો વજન ના પડે.

તેની સાથોસાથ માટી ની જરૂરીયાત પણ ના પડે અને પાણી લીકેજ થવા ની કોઈ સમસ્યા પણ ના ઉદ્દભવે. આ મોડેલ મા નારીયેળ ના છાલા ઉપરાંત અન્ય ઘણા મિશ્રણ નો ઉપયોગ કરવા મા આવે છે. જેથી પાક ઝડપ થી તથા ગુણવત્તાયુક્ત ઉગે છે. આપણે પણ આપણી છત પર આ ખેતી અત્યંત સરળતા થી કરી શકીએ.

હાલ ની પરિસ્થિતિ નિહાળતા એવુ લાગી રહ્યુ છે કે ભવિષ્ય મા ખેતી માટે જમીન મળવી ખૂબ જ અઘરી બનશે. ત્યારે આ તરકીબ એ સમસ્યા ને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી બની શકશે. ૪ ફીટ ગુણા તથા ૪ ફીટ ક્યારીઓ લગાવવા થી એક ફેમીલી ના એક માસ ની જરૂરીયાત મુજબ ની શાકભાજી ઉગાડી શકે છે.

આ પાછળ નિયમીત ફક્ત ૧ કલાક જેટલો પરિશ્રમ કરવો પડે છે. આ છત પર ખેતી કરવા ની તકનીક ને હાઈડ્રોપોનિક્સ કહેવા મા આવે છે. આ તકનીક ની વિશેષતા એ છે કે ખેતી માટે જમીન ની આવશ્યકતા પડતી નથી તથા આ તકનીક થી ઉગાડવા મા આવેલી શાકભાજી અત્યંત પૌષ્ટીક અને સ્વાદિષ્ટ હોય છે.

Comments

comments


3,385 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 3 =