તમારી રાશિ જણાવશે તમારા પાછલા જન્મનો ઇતિહાસ, કે શું હતા તમે

જ્યારે પણ આપણે પ્રેમમા હોઈએ છીએ ત્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કેમકે આવનારા જન્મમા પણ તમને તે જ જીવનસાથી મળે પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે પાછલા જન્મમા તમે કેવી વ્યકિત હતા જો જ્યોતિષ અનુસાર દરેક રાશિ પ્રમાણે આપણે જાણી શકીએ છીએ કે આપણે પાછલા જન્મમા શુ હતા તો એક નજર કરો કે રાશિ અનુસાર તમારો પાછલો જન્મ કેવો હતો અને તે જન્મમાં તમે સુ હતા.

જો તમારી રાશિ પ્રમાણે જોય શકાય કે તમે પાછલા જન્મમા શુ હતા?

મેષ

જો મેષ રાશિના માણસો યોદ્ધા વાળી પ્રકૃતિ ધરાવે છે અને આ લોકોને હારવુ પસં નથી અને આ લોકો દ્રઢ અને કઠોર હોય છે અને આ લોકો ક્યારેય પરિસ્થિતિ કે લડાઈથી ભાગતા નથી અને દૅઢતાથી તેનો સામનો કરે છે અને તેમના પાછલા જન્મમા તેઓ એક યોદ્ધા કે સિપાહી રહ્યા હશે એવું માનવામા આવે છે.

વૃષભ

આ રાશિના જાતકોની પોતાની વિચારશરણી હોય છે અને તેઓ પોતાના નિર્ણય પર અટલ રહે છે તેઓ જાણે છે કે કોઈ પણ પરિસ્થિતિમા નેતા બનવુ શું હોય છે અને તેઓ બીજાને જોઈને આગળ વધે છે અને તેમાંથી કઈક શીખે છે અને તેઓ બીજા લોકોને પોતાની સફળતાનો શ્રેય પણ આપે છે અને જેથી તેઓ પાછલા જન્મમા નેતા અથવા માર્ગદર્શક કે અન્વેષક રહ્યા હશે

મિથુન

આ રાશિના લોકોનુ દિલ સોનાનુ હોય છે એવું કહેવામા આવે છે અને તેઓ બીજાની મુશ્કેલી જોઈને પણ દુખી થઈ જાય છે અને તેઓ દિલથી બીજાની મદદ કરનારા હોય છે આ સિવાય તેઓ વિના કોઈ સ્વાર્થે તેઓ બીજાની મદદ કરે છે અને જેથી તેઓ પાછલા જન્મમા ચિકિત્સક અથવા કોઈ ઔષધિકારી રહ્યા હશે

કર્ક

કર્ક રાશિના જાતકો મગજના ખૂબ તેજ હોય છે અને તેઓ સ્વભાવે નમ્ર હોય છે અને તેઓ પરિસ્થિતિનો જોઈ તેઓ વ્યવહાર કરે છે અને કોઈ વિષમ પરિસ્થિતિમા પણ તેઓ સારુ શોધી કાઢે છે અને જેથી દરેક પરિસ્થિતિને તેઓ પોતાની અનુકૂળ બનાવી લે છે અને પાછલા જન્મમા તેઓ કૌશલ્યપૂર્ણ કૂટનૈતિક વ્યકિત રહ્યા હોય તેવું મનાય છે

સિંહ

આ રાશિના જાતકો ઘણા લાગણીશીલ અને ઉતાવળા હોય છે અને તેઓ જાણે છે કે તેમને શુ જોઈએ છે અને તે કેવી રીતે મેળવી શકાય અને પાછલા જન્મમા તેઓ કલાકાર અથવા ચિત્રકાર અથવાતો મૂર્તિકાર હશે કે જે દુનિયાને પોતાના પ્રતિબિંબમા બદલી દે અવ હોય છે સિંહ રાશિના લોકો.

કન્યા

કન્યા રાશિના લોકો પોતાની શરતો પર જીવન જીવવામા વિશ્વાસ રાખે છે અને તેમના મગજમા તેમની એક અલગ દુનિયા હોય છે અને જે તેમણે પોતાના માટે બનાવેલી હોય છે અને તેમના વિચારો પોતાની માટે વધુ મહત્વ ધરાવે છે અને તેઓ બીજાના વિચારોની પણ એટલી કદર કરે છે કે તેઓ પાછલા જન્મમા વિચારક દાર્શનિક કે સલાહકાર રહ્યા હશે.

તુલા

આ રાશિના લોકો ન્યાય કરવામા સારા માનવામા આવે છે અને તેઓ ક્યાંય પક્ષપાત કરતા નથી અને તેમની આ વિશેષતા તેમના વ્યકિતત્વને અલગ રંગ આપે છે અને દરેક વ્યકિતના દ્રષ્ટિકોણને તેઓ સમજી શકે છે જેથી તેઓ પાછલા જન્મમા જજ અથવાતો ન્યાયાધીશ કે નિર્ણાયક રહ્યા હશે તેવું માનવામાં આવે છે.

વૃશ્ચિક

આ વૃશ્ચિક રાશિના લોકો બહુજ ખતરનાક હોય છે કારણ કે તેમના વ્યકિતત્વ પર કોઈ શંકા કરી શકતુ નથી અને તેઓ શાંત દેખાય છે પણ વાસ્તવમા તેમના વ્યક્તિત્વને ઘણા ઓછા લોકો જાણે છે અને તેમને છેડવામા આવે તો તેઓ ઘણાને મારવા પણ તૈયાર થઈ જાય છે આવા હોય છે આ જાતિના પ્રજાપકો અને તેઓ નિર્દયી હોય છે જેથી પાછલા જન્મમા તેઓ હત્યારા રહ્યા હશે અને જેમણે કોઈની ભલાઈ માટે હત્યા કરી હશે.

ધન

આ ધન રાશિના લોકો પોતાની ધારણાને વ્યક્ત કરવામા એક્સપર્ટ હોય છે તેઓ ઘણા બુદ્ધિમાન હોય છે અને મહેનતથી કામ કરે છે તેઓ રચનાત્મક હોય છે અને તેઓ શબ્દો કે સંગીતની મદદથી તમારી રચનાત્મકતાને બહાર લાવે છે પાછલા જન્મમા તેઓ લેખક કે સંગીતકાર રહ્યા હશે.

મકર

અહી મકર રાશિના લોકો નબળા લોકોની રક્ષા કરે છે અને પોતાની માટે જેઓ કંઈ કરી શકતા નથી અને તેની માટે તેને ઘણો પ્રેમ હોય છે અને તેઓ તેનો પક્ષ લે છે અને જેઓ પોતાનો પક્ષ લઈ શકતા નથી આ લોકો ખરે ખર પાછલા જન્મમા આ લોકો રક્ષક કે ઉદ્ધારક રહ્યા હશે એવું માનવામાં આવે છે.

કુંભ

અહી કુંભ રાશિના જાતકો બીજા લોકોની પ્રેરણા હોય છે અને આ લોકો સારુ કરવાની ઈચ્છા ધરાવે છે અને સફળ થવા માટે ઘણા પ્રેરિત થાય છે અને તેઓ આવુ એટલે કરે છે કે બીજા લોકો પણ તેમનાથી પ્રેરણા લે આવા લોકો બીજાને પ્રેરણા આપે છે અને તેઓ પણ સારુ કરી શકે છે અને આ લોકો પાછલા જન્મમા પ્રેરક અથવાતો માર્ગદર્શક કે નેતા રહ્યા હશે એવું માનવામા આવે છે.

મીન

અહી મીન રાશિના લોકો દુનિયાને એક અલગ દ્રષ્ટિથી જૂએ છે જેમકે તે સમાજથી અલગ એક નિયમ પર ચાલવામા માને છે અને જે દુનિયામા તેઓ રહેવા ઈચ્છે છે તે માટેની તેમની વ્યાખ્યા જુદી હોય છે અને આ લોકો પાછલા જન્મમા મનમોજીલા રહ્યા હશે જેમણે સામાજીક બંધનો તોડી કંઈક અલગ કર્યુ હશે એવું મનાય છે આ લોકો વિષે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,700 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 32