તમારા શરીરના ક્યાં ભાગ પર તલ હોવાનું મનાય છે શુભ, કયો તલ બનાવે છે તમને ધનવાન

મિત્રો , શરીર ના કોઈ ભાગ પર તિલ હોવુ એ એક સામાન્ય વાત છે અને ઘણા લોકો ને શરીર ના અનેકવિધ ભાગો પર આ તિલ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મા આ તિલ નુ ખૂબ જ અનેરુ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર શરીર ના વિવિધ ભાગો પર તિલ હોવુ એ વિશેષ મહત્વ ધરાવે છે. શરીર ના આ અનેકવિધ ભાગો પર તિલ હોવુ એ આપણુ પ્રારબ્ધ તથા આપણુ ભાગ્ય કેવુ હશે તે પણ દર્શાવે છે. તો ચાલો આ તિલ વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.


પગ ના અંગૂઠામા તિલ :
એવી માન્યતાઓ છે કે જે વ્યક્તિ ના પગ ના અંગૂઠા મા તિલ હોય છે તે સમાજ મા ખૂબ જ માન-પ્રતિષ્ઠા મેળવે છે. તેની માન-પ્રતિષ્ઠા મા ક્યારેય પણ ઉણપ સર્જાતી નથી.

પગ ના તળિયામા તિલ :
એવી માન્યતાઓ છે કે જે વ્યક્તિ ના પગ ના તળિયા મા તિલ હોય છે તેમને દેશ-વિદેશ મા ફરતા રહેવુ ખૂબ જ પ્રિય હોય છે.

આંખો ની સમીપ તિલ :
એવી માન્યતાઓ છે કે જે વ્યક્તિ ના બંને આંખો ની ભ્રમરો ની વચ્ચે તથા આંખ ના કિનારે તિલ હોય છે તેમનુ લગ્નજીવન અત્યંત સુખમયી હોય છે. આની સાથોસાથ આ વ્યક્તિ ને ક્યારેય પણ નાણા ની અછત સર્જાતી નથી.

અનામિકા આંગળી પર તિલ :
અનામિકા આંગળી એટલે ઈન્ડેક્સ ફિંગર. એવી માન્યતાઓ છે કે જે વ્યક્તિ ની આ આંગળી પર તિલ હોય છે તેના જીવન મા ક્યારેય પણ સુખ-સમૃધ્ધિ તથા ધન-ધાન્ય ની ઉણપ સર્જાતી નથી.

કનિષ્ઠા આંગળી પર તિલ :
કનિષ્ઠા આંગળી ને પિન્કી ફિંગર તરીકે પણ ઓળખવા મા આવે છે. આ આંગળી પર જે વ્યક્તિ ને તિલ હોય તે અત્યંત ભાગ્યશાળી તથા શ્રીમંત હોય છે.

તર્જની આંગળી પર તિલ :
એવી માન્યતાઓ છે કે જે વ્યક્તિ ની આ આંગળી પર તિલ હોય તેના જીવન મા ક્યારેય પણ ધન ની કમી રહેતી નથી તથા તે હંમેશા શત્રુઓ થી ઘેરાયેલા હોય છે.

પેટ પર તિલ :
જે વ્યક્તિઓ ના પેટ ના ભાગ પર તિલ હોય છે તેમની પેટ ની ભૂખ ક્યારેય પણ સંતોષાતી નથી. પરંતુ , જો તિલ નાભિ ના ભાગ ની આજુબાજુ હોય તો તે શુભ ગણાય છે.

હડપચી પર તિલ :
જે લોકો ની હડપચી પર તિલ હોય છે તે સર્વશક્તિમાન એટલે કે બળશાળી હોય છે. તેમના જીવન મા ક્યારેય પણ નાણા ની ઉણપ સર્જાતી નથી.

નાક પર તિલ :
એવી માન્યતાઓ છે કે જે વ્યક્તિ ના નાક ની ડાબી બાજુ ના ભાગ પર તિલ હોય છે તેમને ઓછા પરિશ્રમે વધુ સફળતા પ્રાપ્ત થાય છે તથા આ લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જે કાર્ય ધારે છે તેને પૂર્ણ કરી ને જ રહે છે.

Comments

comments


3,456 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 7 =