તમારા ઘરમાં કરો આ સરળ અને સસ્તો ઉપાય નહિ લાગે ગરમી અને લુ

મિત્રો, હાલ ના સમયગાળા મા ઉનાળો પોતાનો કાળઝાળ કેર વરસાવી રહ્યો છે અને લોકો ને અત્યંત ગરમીભર્યા વાતાવરણ મા રહેવુ પડે છે અને જો બહાર ની ગરમી ખાઈ ને જો ઘર મા પણ આ જ તાપમાન સહન કરવુ પડે તો સ્વાસ્થ્ય બગાડવા ની પૂરેપૂરી શક્યતાઓ રહે છે.

મોટાભાગ ના લોકો ના ઘર મા કૂલર તથા એ.સી નો યુઝ કરી ને ગરમી થી રક્ષણ મેળવવા ના પ્રયાસો કરવા મા આવી રહ્યા છે પરંતુ , આ સંસાધનો નો વધુ પડતો ઉપયોગ પણ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હાલ , આજે આપણે આ લેખ મા અમુક એવા નૂસ્ખાઓ વિશે ચર્ચા કરીશુ જે તમારા ઘર મા એક અલગ પ્રકાર ની ઠંડક મહેસૂસ કરાવશે.

ઘર ના મુખ્ય દ્વાર પાસે રોપ વાવો :
જો તમે ઘર ના મુખ્ય દ્વાર પાસે વૃક્ષારોપણ કરશો તો બહાર થી ગરમ હવા ને ઘર મા પ્રવેશતી અટકાવશે અને ઠંડક નુ નિર્માણ કરશે. ઘર ના પ્રાંગણ , ઓરડા ની અંદર તથા ઘર ના મુખ્ય દ્વાર પાસે તમને જ્યા પણ ગરમ હવા ની અનુભુતિ થતી હોય ત્યા છોડ રોપો. જેથી તમારા ઘર મા ઠંડક ફેલાશે તથા તમારા ઘર નુ વાતાવરણ સામાન્ય રહેશે.

કોટન અને કલરવાળા પડદા નો યુઝ :
બને ત્યા સુધી ઘર મા બેડશીટ , પડદા તથા કપડા મા વધુ પડતી કોટન ની ચીજવસ્તુઓ ની પસંદગી પાડો. આ વસ્તુ ના ઉપયોગ થી તમે ઘર ને ઠંડુ રાખી શકો. ઘર મા કોટન ફેબ્રિક તથા લાઈટ રંગ ના પડદા લગાવવા મા આવે તો કાયમ માટે ઠંડક રહે છે.

દિવાલો તથા ઘર ની અગાશી ઠંડી રાખો :
હંમેશા ઘર ની દિવાલ તથા ઘર ની અગાશી નો રંગ લાઈટ પડતો રાખવો તથા ધાબા પર નિયમીત સમય ના અંતરાલે પાણી રેડતુ રહેવુ. જેથી ઘર મા ઠંડક રહે. આ ઉપરાંત વ્હાઈટ પેઈન્ટ તથા પી.ઓ.પી. ધાબા પર લગાવવા થી ઘર ૭૦-૮૦% જેટલુ ઠંડુ રહે છે. સફેદ રંગ એક રિફ્લેક્ટર તરીકે કામ કરે છે.

ઘર ની લાદીઓ પર પાણી છીડકો :
ઘર ની લાદીઓ પર નિયમીત અમુક સમયગાળા ના અંતરે દિવસ મા બે વખત પાણી નો છટકાવ કરવો. જેથી તે ઠંડી રહે અને બધી જ સમસ્યાઓ થી મુક્તિ મેળવી શકો. ઘર મા નીચે ઠંડક રહેવા થી ઉઘાડા પગે ચાલવું જોઈએ જેથી સ્વાસ્થ્ય સાનૂકુળ રહે છે.

ઘર ની અગાશી પર નિયમીત પાણી છાંટો તથા રોપ ની વાવણી કરો :
ઉનાળા ના સમય મા અગાશી પર નિયમીત પાણી નો છંટકાવ કરતુ રહેવુ તથા બને ત્યા સુધી બપોર ના સમયે ઘર ના દ્વાર બંધ રાખવા જેથી, બહાર ની ગરમ હવા ઘર ની અંદર આવી શકે નહી અને ઘર મા યોગ્ય ઠંડક વાળુ વાતાવરણ બની રહે. આ ઉપરાંત ઘર ની આજુબાજુ રોપ પણ વાવવા જેથી તમારા ઘર ની આસપાસ નુ વાતાવરણ શુધ્ધ અને ચોખ્ખુ રહે.

Comments

comments


3,830 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 5