તમારા રસોડામા પડેલુ એક એવું બીજ જે તમારા શરીરના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે બની શકે છે ઉપયોગી

મિત્રો , હાલ ના આધુનિક સમયગાળા મા માનવી ની જીવનશૈલી એટલી અસ્તવ્યસ્ત બની ગઈ છે કે જેના કારણે તે પોતાના સ્વાસ્થ્ય ની યોગ્ય રીતે સાર-સંભાળ લઇ શકતો નથી. આ કારણોસર તે અવાર-નવાર બીમાર પડે છે અને યોગ્ય કાર્યક્ષમતા થી કાર્ય કરી શકતો નથી. આ બિમારી ને દૂર ભગાડવા માટે તે અનેક જાત ની મેડિસિન નુ સેવન કરે છે પરંતુ તેના થી કશો જ ફાયદો થતો નથી.

આપણા રસોઈઘર મા આપણે અનેક ચીજવસ્તુઓ રાખતા હોય છીએ પરંતુ આપણી પાસે યોગ્ય જ્ઞાન નથી હોતું કે આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે સહાયરૂપ બની શકે. હાલ આજ ના આ લેખ મા આપણે આ રસોઈઘર મા રહેતી ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવીશુ જે આપણા શરીર ના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા મા ઉપયોગી સાબિત થાય છે.

તલ :
આ એક એવી સામગ્રી છે કે તે તમે દરેક ના રસોઈઘર મા અવશ્ય નિહાળી શકો. મોટા ભાગ ના મિષ્ટાન્નો , બર્ગર , બ્રેડ મા આ સામગ્રી નો ઉપયોગ કરવા મા આવે છે. તલ ના સેવન થી તમે વિટામિન ઈ મેળવી શકો. આ ઉપરાંત એક સંશોધન મુજબ તલ એન્ટિઓક્સિડન્ટ તથા રક્ત ના સ્તર ને વધારવા માટે ઉપયોગી બને છે. આ સિવાય તેમાં થી લોહતત્વ , ઝીંક , કોપર તથા વિટામિન્સ પણ મળી રહે છે.

શણ ના બી :
શણ ના બી મા પુષ્કળ પ્રમાણ મા પ્રોટીન પ્રાપ્ત થઈ રહે છે. આ ઉપરાંત તેમાં કાર્બોહાઇડ્રેડ નુ પ્રમાણ નહિવત હોય છે. આ શણ ના બી મા ગામા-લીનોલેનીક એસિડ પણ પ્રાપ્ત થાય છે જે હોર્મોનલ સ્વાસ્થ્ય ના સુધારા માટે અત્યંત ઉપયોગી છે. અમુક અભ્યાસ મુજબ , શણ ના બી માંથી મળતુ આ ગામા-લીનોલેનીક એસિડ સ્ત્રીઓ મા બ્રેસ્ટ પેઈન તથા પીએમએસ એટલે કે પ્રી મેન્સ્ટ્રુએશન સિન્ડ્રોમ ની સમસ્યાઓ મા સહાયરૂપ બને છે.

કોળા ના બીજ :
શરીર ને પૂરતા પ્રમાણ મા મેગ્નેશિયમ પ્રાપ્ત થઈ રહે તે માટે કોળાં ના બીજ નું અવશ્ય સેવન કરો. આ ઉપરાંત આ કોળાં ના બીજ ને ડાયાબિટીસ ની બીમારી દૂર કરવા માટે નો શ્રેષ્ઠ ઈલાજ ગણવા મા આવે છે. આ કોળાં ના બીજ મા તમને ઝીંક , ઓમેગા 3 તથા ઓમેગા 6 ફેટી એસિડ જેવા પોષક તત્વો પણ પ્રાપ્ત થઈ રહે છે.

આ જાદુઈ બીજ તમારા હૃદય તથા કિડની માટે અત્યંત લાભદાયી ગણાય છે. કોળા ના બીજ માં એમિનો એસિડ પણ સમાવિષ્ટ હોય છે જેને ટ્રીપ્ટોફેન તરીકે પણ ઓળખવા મા આવે છે. આ તત્વ ના લીધે આપણ ને અનિંદ્રા ની તકલીફ માંથી મુક્તિ મળી શકે.

Comments

comments


3,395 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 2