તડકાના લીધે કાળી થયેલી સ્કીનને આ નુસ્ખા દ્વારા કરો ગોરી

આજ કાલ દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે ગોરા થઇ જાય. અને તેઓ સ્કીન ને ગોરી બનાવવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે. તડકા ના લીધે કાળી પડેલી સ્કીન ખુબ જ ખરાબ લાગે છે. તેના લીધે સુંદરતા માં અસર પડે છે. આવી પર્સનાલીટી કોઈ ને ગમતી નથી. માટે સ્કીન ને ગોરી અને ચમકદાર બનાવવા માટે લોકો ઘણા બધા ઉપાયો કરતા  હોય છે. અમુક દવાઓ પણ કરતા હોય છે. પણ લાંબી ઉમરે આ દવા ખુબ જ નુકશાન કારક સાબિત થઇ શકે છે. માટે અમે તમને આજે એક ઘરેલું ઉપાય વિષે જણાવીશું જે ઉપાય દ્વારા તમે તમારી કાળી સ્કીન ને ગોરી કરી શકશો.

આ જે નુંસખા વિષે આપણે વાત કરવાની છે તેની આવશ્યક સામગ્રી વિષે વાત કરીએ. આ દેશી નુસ્ખા માટે તમારે જોશે એક ચમચી ખાંડ,  એક ચમચી એલોવેરા જેલ, એક લીંબુ, બે ચમચી દહીં, એક ચમચી દૂધ, એક ચમચી મધ આ બધી સામગ્રી ની જરૂર પડશે. ખાંડ નું સ્ક્રબ કરવા થી શરીર માં રહેલી મૃત કોશિકાઓ સરખી થઇ જાય છે. અને સાથે ત્વચા  પણ ગોરી બની જાય છે.

દૂધ માં ઘણું બધું ફેટી એસીડ મળી આવે છે જેના લીધે ત્વચા ને ઘણું બધું પોષણ મળે છે. જેના લીધે ત્વચા ગોરી બને છે. લીંબુ એક કુદરતી બ્લીચ નું કામ કરે છે. અને એલોવેરા ના લીધે ડેડ સ્કીન સરખી થઇ જાય છે. આ ઉપાય કરવાથી તમને ઘણો ફર્ફ પડશે થોડા સમય માં જ તમારી સ્કીન ચમકદાર અને ગોરી બનશે.

ખાંડ અને એલોવેરા નું મિશ્રણ બનાવી લીંબુની મદદ થી તેને તમારા મોઢા ઉપર લગાવો. આખા શરીર ઉપર પણ લગાવી શકો છો. પછી તેને ઠંડા પાણી થી ધોઈ લો. હવે એક ચમચી દહીં, એક ચમચી દૂધ, એક ચમચી મધ અને લીંબુ ના રસ ને ભેળવી મોઢા ઉપર લગાવો. અને હવે દસ મિનીટ પછી તેને ઠંડા પાણી વડે ધોઈ લો. આવું કરવાથી તમારી ત્વચા નો બધો મેલ સાફ થઇ જશે. ત્વચા ગોરી બનશે અને એક જ દિવસમાં તમને ફર્ક દેખાશે.

Comments

comments


3,459 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1