ખજૂર-આંબલીની ચટણી ફટાફટ અને પરફેક્ટ બનાવો, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો સાથેની રેસિપી જોઇને …

મિત્રો, અવનવા નાસ્તા હોય કે પછી ફરસાણ, પણ નાસ્તા અને ફરસાણની રંગત ચટણી વગર ફિક્કી લાગે છે. ચટણી નાસ્તા અને ફરસાણના સ્વાદમાં ચાર-ચાંદ લગાવે છે. જાણે કે ચટણી વગરની ડીશ અધૂરી લાગે છે, તો ચાલો જોઈએ ખજૂર-આંબલીની ચટણી ફટાફટ બનાવવાની પરફેક્ટ રીત સ્ટેપ બાય સ્ટેપ એ પણ વીડિયા સાથે

સામગ્રી :

  • * 200 ગ્રામ ખજૂર,
  • * 100 ગ્રામ આંબલી,
  • * 1/2 કપ ગોળ,
  • * 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું,
  • * 1/2 ટેબલ સ્પૂન મીઠું,
  • * 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર.

તૈયારી :

ખજૂર અને આંબલીને સાફ કરીને બી કાઢી લો.

રીત :

1) સૌ પ્રથમ ખજૂર અને આંબલીને બે ત્રણ પાણીથી ધોઈ લો. તેને પ્રેસર કૂકરમાં લઈ, 150 મિલી જેટલું પાણી ઉમેરી ચાર સીટી વગાડી લો. કૂકરમાં બનાવવાથી ખજૂર આંબલી ઝડપથી બફાઈને એકરસ થઇ જાય છે.2) ઠંડુ પડે ત્યારબાદ તેમાં બ્લેન્ડર ફેરવીને સ્મૂથ પેસ્ટ બનાવી લો.3) આ પેસ્ટને મોટા સ્ટ્રેઇનરમાં લઈ, ગાળીને રેસાઓ દૂર કરી લો. સ્ટ્રેઈનેરના ઓપ્શનમાં આંક પણ લઈ શકાય.4) ખજૂર આંબલીના આ ગાળેલા પલ્પને સેઈમ કૂકરમાં જ નાખી તેમાં ગોળ ઉમેરો અને સ્ટવ પર ઉકળવા મુકો. ગોળ કોઈપણ લઇ શકાય પણ દેશી ગોળ ઉમેરીએ તો ચટણી વધુ સ્વાદિષ્ટ લાગે. ફરી તેમાં 150 મિલી જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંક્યા વગર ઉકળવા દો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખવી, હલાવીને બધું બરાબર મિક્સ કરી લો.5) હવે તેમાં મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરી ફરી મિક્સ કરો.
6) એક નાનકડી તજની સ્ટિક ઉમેરો, તેનાથી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ તો બને જ છે પણ એક અનેરી સોડમ પણ આપે છે.7) મીડીયમ ફ્લેમ રાખી પાંચેક મિનિટ ઉકળવા દો. પાંચેક મિનિટમાં તો સરસ ઘટ્ટ થઈ જશે, પાંચ મિનિટ પછી ધાણાજીરું ઉમેરી મિક્સ કરી લો અને સ્ટવની ફ્લેમ ઑફ કરી દો.
8) લો આ તૈયાર છે ખજૂર આંબલીની ખાટી-મીઠી ચટણી જેને ઠંડી પાડવા દો અને ઠંડી પડ્યા બાદ સર્વ કરો.
મિત્રો, ચોમાસાની સીઝન આવી ચુકી છે તો ફટાફટ આ રેસિપી નોટ કરી લો, વરસાદની સીઝનમાં ભજીયા, પુડલા, સમોસા વગેરે સાથે ખાવાની ખુબ જ મજા પડી જશે.
નોંધ :
તજનો પાવડર કરીને પણ માત્ર ચપટી પાવડર ઉમેરી શકાય અને સર્વ કરતી વખતે ઝીણી સમારેલી કોથમીર અને ગરમ મસાલો પણ નાખી શકાય.
જો કોઈ કારણસર ચટણી પાતળી થઈ જાય તો તેને ઘટ્ટ કરવા તેમાં બાફેલા બટેટા મેશ કરીને નાખી શકાય અથવા ભજીયા કે બટેટાવડાં પણ મેશ કરીને નાખી શકાય.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


4,468 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 42