શું તમને ખબર છે ડોક્ટર્સ હમેશા લીલા ડ્રેસ જ કેમ પહેરે છે?

આપણને બધાને કઈ ને કઈ બીમારી થાય તો આપણે ડોક્ટરની પહેલા જરૂર પડે છે. ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ડોક્ટર એ લોકોને બીજી જિંદગી આપે છે જેથી લોકો તેને ભગવાનનું બીજું રૂપ માને છે. આપણી જીંદગીમાં અને આજુ બાજુ થઈ રહેલી ઘટનાઓ, સ્થિતિઓને આપણે લગભગ ક્યારેક જ ધ્યાન આપતા હોઈશું.

અમુક પરિસ્થિતિઓમાં તો આપણે તેનું કારણ જાણવા ઉત્સુક હોઈએ છીએ પણ અમુક વસ્તુ આપણાથી છૂટી જાય છે. આ વસ્તુનું એક ઉદાહરણ આપણને દવાખાના માં મળે છે જ્યાં આપણે લગભગ ડોક્ટર ને સફેદ કપડામાં જ જોઈએ છીએ, તો બીજી બાજુ આપણે તે જ ડોક્ટરને ICU માં ઓપરેશન કરતી વખતે લીલા કપડા માં જોઈએ છીએ, ડોક્ટરનું આવું લીલા કપડા પહેરવા પાછળ પણ અમુક વાતો છુપાયેલી છે જે આજે આપણે આ લેખ દ્વારા સમજીશું.

ક્યારેય ના ક્યારેય તો તમને એ વિચાર આવ્યો જ હશે કે આખિર એવું તો શું છે કે ડોક્ટર ફક્ત ઓપરેશન વખતે જ લીલા કપડા માં કેમ જોવા મળે છે, એવું તો શું છે આ લીલા કલર ના કપડામાં કે જે ફક્ત ઓપરેશન વખતે જ ઉપયોગ કરવામાં આવે છે, તો આવો જાણીએ આ લીલા કપડા પહેરવા પાછળ નું કારણ શું છે.

શુરુવાતમાં બધા તબીબી કર્મચારીઓ, સફેદ કપડા જ પહેરતા હતા. ૧૯૧૪ માં એક દિવસ એક પ્રભાવશાળી ડોકટરે આ પારંપરિક વરદીને લીલા રંગના પક્ષમાં છોડી દીધા અને ત્યારબાદ લીલો રંગ જ ઉપયોગમાં લીધો કેમકે સફેદ કપડા સાથે સમસ્યા એ હતી કે એક બેદાગ સફેદ રંગ અમુક સમય માટે સર્જનો ને આંધળા કરી શકે છે, જો તે લોહી જેવા ઘેર રંગથી તેના સહયોગી ના સ્ક્રબ અથવા કપડા પર ઝઝુમતા હોઈ.

અસલી કારણ તો એ છે કે લીલા અને વાદળી દ્રશ્ય પ્રકાશ ના સ્પેક્ટ્રમ પર લાલ વિરુધ્ધ છે અને એક ઓપરેશન દરમ્યાન એક સર્જન લગભગ હંમેશા લાલ રંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કારણ થી તેમના કપડાંના લીલો અને વાદળી રંગો માત્ર ડૉક્ટરની દૃષ્ટિની શુદ્ધતાને સુધારવામાં મદદ કરે છે, તેના બદલે તેઓ લાલ રંગના ઘણા રંગો માટે વધુ સંવેદનશીલ બનાવે છે.

Comments

comments


3,223 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 18