સુરતની ફેમસ લીલી પાઉભાજી બનાવો તમારી ઘરે, નોંધી લો આખી રેસીપી

આપણે અત્યારે ભારતની ફેમસ પાંવભાજીની જો વાત કરીએ તો તેમા તે મુંબઈ ચૌપાટી પાઉભાજી વધુ ફેમસ છે. પરંતુ જો આપણે ગુજરાતના સુરતની પાંવભાજીનો એકવાર સ્વાદ જેને દાઢે વળગી જાય તે ક્યારેય ભૂલતા નથી. કારણ કે આ આખા ભારતમા રેડ ગ્રેવીની પાવભાજી હોય છે પણ અહી સુરતમા લીલી પાવભાજી બને છે અને સુરતની લીલી પાવભાજી એ બહુ જ વખણાય છે માટે તો આજે તમને પણ સુરતની આ ફેમસ લીલી પાવભાજીની રેસિપી જણાવી રહ્યા છીએ.

સુરતી ગ્રીન પાવભાજી બનાવવા માટે જોયતી સામગ્રી

૩૦૦ ગ્રામ બટાકા

૨૫૦ ગ્રામ ફોલેલા વટાણા

૫૦૦ ગ્રામ લીલી ડુંગળી ઝીણી સુધારેલી

૩૦૦ ગ્રામ સૂકી ડુંગળી ઝીણી સુધારેલી

૨૦૦ ગ્રામ ફ્લાવર

૨૦૦ ગ્રામ પાલક ઝીણી સુધારેલી

૧૫૦ ગ્રામ કેપ્સીકમ ઝીણું સુધારેલી

૨૦૦ ગ્રામ ટામેટા ઝીણું સુધારેલી

૫૦૦ ગ્રામ લીલું લસણ ઝીણું સુધારેલી

૧ ચમચી લીલી હળદરના નાના ટુકડાની પેસ્ટ

૧ ચમચી સૂકી હળદર

૧ બાઉલ લીલી ડુંગળીના પાન ઝીણા સુધારેલા

૫૦૦ ગ્રામ કોથમીર ઝીણી સુધારેલી

૧ બાઉલ સૂકા લસણની કળી ઝીણી સુધારેલી

૧૦૦ ગ્રામ આદું ની પેસ્ટ

૧૦૦ ગ્રામ લીલી મરચાંની પેસ્ટ

૨૫૦ ગ્રામ તેલ

૧૦૦ ગ્રામ બટર

મીઠું સ્વાદાનુસાર

જરૂર પ્રમાણે પાણી

આ છે તેમને બનાવવાની રીત

તમારે સૌપ્રથમ બટાકા અને ફોલેલા વટાણા અને ફ્લાવર બધી સામગ્રીને તમારે પ્રેશર કૂકરમા ૧ ગ્લાસ પાણી સાથે મીઠુ અને સ્વાદા અનુસાર નાખી તેને બાફી લો અને પછી કોથમીર અને પાલક અને લીલી ડુંગળીના પાન અને ખાંડ અને લીંબુનો રસ આટલી ચીજો મિક્સરમા નાખીને તેને ક્રશ કરીને પેસ્ટ બનાવો.

ત્યાર બાદ સૌપ્રથમ એક પેનમા તેલને ગરમ કરી અને તેમા હિંગ અને લીલી ડુંગળી અને ઝીણી સમારેલી ઝીણી સમારેલી સૂકી ડુંગળી અને જરૂર પ્રમાણે તમે સૂકી હળદર નાંખી બ્રાઉન કલર થાય ત્યા સુધી તેને સાંતળવી અને પછી તેમા તમારે ટામેટા અને સ્વાદ અનુસાર મીઠુ નાખો. અને પછી હવે ટામેટા બરાબર ચડી જાય એટલે તેમા તેલ છુટુ પડે એટલે તેમા તમે બાફેલા વટાણા અને બટાકા અને ફ્લાવર અને બધા શાક બરાબર મિક્ક્ષ કરીને. ત્યારબાદ તેમા જરૂર પ્રમાણે તમે પાણી ઉમેરી અને ધીમા ગેસ પર ૧૦ મિનીટ ચડવા દો અને પછી તેને બરાબર હલાવો જયારે ચડી જાય એટલે તમે ગેસ પરથી ઉતારી લો.

ચટણી બનાવવા માટે પેસ્ટ બનાવવાની રીત

હવે તમે એક પેનમા તેલ ગરમ કરી અને તેમા હિંગ અને ચાર પાંચ મીઠા લીમડાના પાન અને સૂકા લસણની કળી ૧ મિનિટ સાંતળી લો અને પછી તેમા તમે આદું અને મરચાંની પેસ્ટ અને લીલી હળદરની પેસ્ટ અને સૂકી હળદર નાંખી તેને સાંતળવી. અને પછી કેપ્સીકમ નાંખી ૨ મિનિટ સાંતળી લો અને ત્યારબાદ તેમા તમે થોડી ઝીણી સમારેલી લીલી ૩ થી ૪ મિનિટ સાંતળી અને પછી તેમા લીલી ડુંગળીના પાન અને કોથમીર પાલક નાંખી ૪ થી ૫ મિનિટ સાંતળવી અને હવે પછી તેની ઉપરની તૈયાર કરેલી ગ્રેવી મિક્સ કરી તેમા પાવભાજી મસાલો અને જરૂર પ્રમાણે મીઠુ અને લીંબુનો રસ અને ખાંડ ને ઉમેરીને ૬ થી ૭ મિનિટ ઉકાળો અને પછી ગેસ પરથી તેને ઉતારી તેમા બટર ઉમેરી દો બસ તૈયાર છે ગરમા ગરમ ભાજી.

Comments

comments


5,232 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 8