સુરત શહેરની આ ફેમસ રગળા પેટીસ ખાવા લાગે છે લોકોની લાંબી લાઈનો, ચૂલા પર સતત ગરમ થતો રગળો છે સફળતાનુ કારણ

આમ તો સુરત શહેર ડાયમંડ અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. પણ અને અમે જેની વાત કરવાના છીએ તે છે એક ખાવાની આઈટમ. સુરત ના મહિધરપુરા પોલિસ સ્ટેશનની બાજુની ગલીમાં આવેલા રામ રગડા પેટીસમાં ક્યારેજ જશો તો ખબર પડશે કે રગડા પેટીસ ખાવા માટેની રીતસરની લાંબી કતાર જોવા મળશે. આ લાંબી લાઇન લાગવાનુ કારણ છે ચૂલા પર સતત ગરમ થતો રહેતો રગડો છે.

આ લારી વાળા પિતાના અવસાન બાદ પુત્રએ સાંભળી હતી જવાબદારી

સુદામા મલ કે જે રામ રગડા પેટીસના માલિક છે તે કહે છે કે, મારા પપ્પા સિંધમાં રહેતાં ત્યારે મારો જન્મ પણ નતો થયો. એ સમયે સિંધ ભારતમાં હતું. ૧૯૪૭ માં ભારત પાકિસ્તાનના ભાગલાં બાદ મારા પપ્પા કે જેનું નામ નવલરામ છે તે સુરત આવીને વસ્યા હતાં. ધંધાની શોધ કરતા કરતાં તેને મહિધરપુરા રોડ પર ખુબ જ ઓછી વસ્તી વાળી જગ્યા પર સિનેમા રોડ હોવાથી રગડા પેટીસની લારી ચાલુ કરી હતી.

એ સમયે ફિલ્મ પૂરી કરીને લોકો ની અમારી દુકાન પર ભીડ જામતી. સમય જતાં આ વિસ્તાર નું ડેવલપમેંટ થતાં અમારી લારી પર ગ્રાહકોનો ઘસારો પણ વધવા લાગ્યો. એ સમયે મારા પપ્પા લારી ચલાવતા હતાં. અને પપ્પા ને મદદ કરવા માટે હું લારી પર જતો. અચાનક પપ્પાનું અવસાન થતા હવે તમામ જવાબદારી મારી ઉપર આવી હતી.

પિતા ના અવસાન બાદ પણ પુત્ર એ સ્વાદમાં ફર્ક ન પડવા દીધો

હાલ આ લારીના માલિક એટલેકે સુદામાજી એ, વધુમાં જણાવ્યુ હતું કે પપ્પા ના અવસાન બાદ પેટીસની લારી મેં ચલાવવાની શરૂઆત કરી હતી. અને મે તેના સ્વાદમાં કોઈ પણ જાત નો ફર્ક ન પડવા દીધો. રગડા પેટીસ સાથે-સાથે અમે લોકોએ કચોરી તથા ગુલાબ જાંબુ વેચવાની પણ શરૂઆત કરી હતી. જે લોકો એક વાર અમારી લારીનો સ્વાદ ચાખીલે તે અચૂક બીજીવાર અહી આવે છે, અને એજ અમારો હેતુ છે. અહી લોકો દૂર દૂર થી આવે છે, અને હું પણ રોજ રગડા પેટીસ ખાઉં છું.

શું છે તેના સ્વાદ નું સિક્રેટ

અહી લારી માં જેવી આપણાં ઘરે હોય છે તેવી જ પેટીસ બને છે. પણ અહી ની ખાસ વાત એ છે કે, પેટીસ માટેનો રગડો ચૂલા પર સતત ગરમ થતો રહે છે. જેથી રગડો ઘટ્ટ બની જાય છે. જેથી પેટીસ ખાઈએ ત્યારે લાંબો સમય સુધી તે ગરમ રહે છે. એટલે માટેજ અમારી પેટીસ લોકોને ભાવેજ છે.

Comments

comments


3,839 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 8