સામગ્રી
* ૪ ટીસ્પૂન ઓઈલ,
* ૧/૨ ટીસ્પૂન સમારેલ લસણ,
* ૧ કપ બીન સ્પ્રાઉટ,
* ૧૧/૨ કપ ફ્લેટ રાઈઝ નુડલ્સ,
* ૩ ટીસ્પૂન શેકેલી સિંગના ટુકડા,
* ૩/૪ કપ પનીર/ટોફું ના ટુકડા,
* ૧ ટીસ્પૂન સોયા સોસ,
* ૧ ટીસ્પૂન શુગર,
* ૧૧/૨ ટીસ્પૂન લાલ મરચું,
૧ ટીસ્પૂન લીંબુનો રસ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૪ કપ બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન,
* ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર.
રીત
એક પેનમાં ઓઈલ, સમારેલ લસણ, બીન સ્પ્રાઉટ, ફ્લેટ રાઈઝ નુડલ્સ (બાફેલ), શેકેલી સિંગના ટુકડા, પનીર/ટોફું ના ટુકડા, સોયા સોસ, શુગર, લાલ મરચું, લીંબુનો રસ, સ્વાદાનુસાર મીઠું અને બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન નાંખીને બરાબર રીતે મિક્સ કરવું.
ત્યારબાદ આને ત્રણ થી ચારેક મિનીટ માટે કુક થવા દેવું. આને ગાર્નીશ કરવા માટે આની ઉપર બારીક સમારેલ કોથમીર, સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન અને સિંગનો ભુક્કો નાખી શકો છો. હવે આને ગરમાગરમ સર્વ કરો.