શુક્રની સાથે મંગળ એ પણ બદલ્યું પોતાનું સ્થાન, જાણો કોને થશે ફાયદો અને કોને થશે નુકશાન

શુક્ર એ મંગળ રાશી છોડીને કુંભ રાશી માં પ્રવેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે ગ્રહો ના સેનાપતિ મંગળ એ પણ પોતાનું ઘર બદલ્યું છે. મંગળ ગ્રહ મેષ માંથી નીકળી ને વૃષભ માં પ્રવેશ કર્યો છે.

માનવામાં આવે છે કે ગ્રહ નું આ રાશી પરિવર્તન બધી જ રાશીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડશે. જ્યોતિષ વિશેષજ્ઞ નું માનવું છે કે મંગળ નું આ રાશી પરિવર્તન કુલ ૪૫ દિવસ રહેશે. તો ચાલો જાણીએ આ પરિવર્તન ની પ્રત્યેક રાશીઓ ઉપર કેવી અસર થશે.

મેષ

મંગળ મેષ રાશી માંથી નીકળી ને મંગળ વૃષભ માં ગયો છે એટલા માટે આ રાશી વાળા ને ધન લાભ ની સાથે સાથે આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકે છે. આની સિવાય પરિવાર માં સારો તાલમેળ રહેશે.

વૃષભ

આ રાશી વાળા ને પણ મંગળ ના આ પરિવર્તન થી લાભ પ્રાપ્ત થવાનો છે. આનાથી જીવન માં સમ્માન, યશ, કીર્તિ ની સાથે સાથે સારી નોકરી, નોકરી માં પ્રગતિ અને ધન લાભ ના યોગ બની શકે છે. આની સાથે જ પરિણીત યુગલ ને સંતાન સુખ મળવાના પણ સંકેત નજર આવી રહ્યા છે.

મિથુન

આ રાશી ના જાતકો ને આર્થિક પ્રગતિ ના યોગ બની રહ્યા છે. આની સિવાય આ રાશી ના લોકો ને પોતાના જીવનસાથી ની સાથે નો સંબંધ પહેલા ની કરતા મધુર થશે. પરંતુ કેટલાક ગુપ્ત શત્રુ પરેશાન કરી શકે છે.

કર્ક

કર્ક રાશી વાળા ને મંગળ આયુષ્ય માં સફળતા આપી શકે છે, જમીન સાથે જોડાયલા મુદા માં પણ સફળતા મળવાની સંભાવના વધારે છે. લાંબા સમય થી અટકેલ કામ મંગળ ના શુભ પ્રભાવ થી જલ્દી સંપન્ન થઇ જશે. આની સિવાય કોઈ પણ પ્રકાર ની યાત્રા આનંદ ની સાથે સાથે ધન નો પણ લાભ આપી શકે છે.

સિંહ

સિંહ રાશી વાળા માટે મંગળ રાજયોગ લઈને આવ્યો છે. આ પરિવર્તન દરમ્યાન સિંહ રાશી વાળા નો આત્મવિશ્વાસ વધશે. આ દરેક કામ ને પુરા કોન્ફીડન્સ થી પૂરું કરશે. આમનો સાહસી નિર્ણય લેવો એમને સફળતા તરફ લઈને જશે.

કન્યા

આ રાશી ના જાતકો ને થોડુક સાવધાન રહેવું પડશે. મંગળ નું રાશી પરિવર્તન આમના માટે થોડીક સમસ્યા લઈને આવ્યું છે. આમની સાથે ચોરી કે કોઈ દુર્ઘટના થવાના પ્રબળ સંકેતો મળી રહ્યા છે. એટલા માટે સાવધાન રહેવું. આની સાથે જ ધન નો અપવ્યય પણ થઇ શકે છે.

તુલા

તુલા રાશી વાળા ને મંગળ ઘણા પ્રકાર ના રોગ વગેરે આપી શકે છે. પરંતુ ધન લાભ પણ થઇ શકે છે. કોઈ નજીક ની યાત્રા માં જઈ શકો છો જે સુખદ રહેશે. પ્રેમ ના મુદે સફળતા મળશે. વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે.

વૃશ્ચિક

આ રાશી ના લોકો ને મંગળ ધનલાભ, નોકરી માં પ્રમોશન, યશ, કીર્તિ વગેરે આપી શકે છે. તેમના મન ની દરેક ઈચ્છા મંગળ ના આ રાશી પરિવર્તન દરમ્યાન પૂરી થઇ જશે. આ રાશી માટે સૌથી વધારે ફાયદાકારક વાત એ છે કે આગળ ના ૪૫ દિવસ આ રાશી વાળા માટે રાજયોગ નિર્માણ થશે.

ધન

ધન રાશી ના લોકો ને ગુપ્ત શત્રુ ખુલી ને સામે આવી શકે છે. આ રાશી ના જે લોકો રાજનીતિ માં છે તેમના નજીક ના જ તેમને નુકશાન પહોંચાડી શકે છે, આની સિવાય વાહન દુર્ઘટના થઇ શકે છે. આટલા માટે વાહન ધ્યાન થી ચલાવો.

મકર

આ રાશી વાળા પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખો, લાભ થશે. નહીતર તેમની વાણી તેમના બનેલા કામ.

કુંભ

કુંભ વાળા ને મંગળ ધન ના યોગ બનાવશે. આની સિવાય જમીન મિલકત વગેરે માં લાભ ના યોગ પણ બની રહ્યા છે. વાહન સાવચેતી થી ચલાવો. મહિલાઓ ખાસ કરીને ધ્યાન આપવું. કોઈ પણ કામ માં ઉતાવળ ના કરવી.

મીન

મીન રાશી વાળા લોકો નું મંગળ પરાક્રમ વધારશે. આના જાતક સાહસી નિર્ણય લેશે. તેમનો આત્મવિશ્વાસ ખુબ ઉંચો હશે. ધન થી લઈને વિદેશ યાત્રા સુધી ના યોગ બની રહ્યા છે. વાહન સંબંધી લાભ મળી શકે છે.

Comments

comments


3,144 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 1 =